હવે રાશન કાર્ડ નહિ હોય તો પણ મફતમાં મળશે રાશન, જાણી લો તમારા રાજ્યમાં લાગુ પડે છે આ સુવિધા કે નહીં

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્દેશ પર આ સમયે દેશના ઘણા રાજ્યોમાં મફત રાશન વહેંચવાનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. દિલ્લી એનસીઆરમાં પણ વીતેલા દિવસોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ થયા પછી બીજા રાજ્યોના લોકોને પણ ફ્રીમાં રાશન મળવાનું શરૂ થઈ ગયું છે. દિલ્લીમાં ગેર પીડીએસ શ્રેણીના કાર્ડ હોલ્ડર માટે અલગથી રાશન આપવાની પણ શરૂઆત થઈ છે. યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં પહેલેથી જ રાશન કાર્ડ ન હોવા છતાં ફ્રીમાં રાશન આપવામાં આવી રહ્યું છે. હવે દિલ્લીને જોતા અન્ય રાજ્યોએ પણ નવા રીતે ગેર પીડીએસ શ્રેણીમાં રાજશન વહેંચવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લી સરકારે એ માટે વીતેલા દિવસોમાં દુકાનોની સંખ્યા વધારી દીધી હતી. હવે દિલ્લીના અમુક સ્કૂલમાં પણ લોકોએ ગેર પીડીએસ કેટેગરીને રાશન મળવા લાગ્યું છે.

image source

એ સાથે જ દેશમાં નવા રાશન કાર્ડની સાથે સાથે જુના રાશન કાર્ડમાં નામ જોડવા અને હટાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. એવામાં જો તમારું રાશન કાર્ડ આધાર કે બેન્ક ખાતા સાથે હજી સુધી લિંક ન હોય કે અમુક દિવસોથી તમારું રાશન કાર્ડ સસ્પેન્ડ ચાલી રહ્યું હોય તો તમે 31 ઓગસ્ટ સુધી આ કામ પૂરું કરી લો. ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને દિલ્લી એનસીઆરમાં આ કામ હજી પણ ચાલી રહ્યું છે. ઘણા રાજ્ય સરકારોએ આ સંબંધે સૂચના જાહેર કરી દીધી છે કે જો આધાર સાથે રાશન કાર્ડ લિંક ન થયું તો રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે.

image source

દેશના ઘણા રાજ્યોના કાર્યાલયમાં કે ઓનલાઇન તમને આધારને રાશન કાર્ડ સાથે લિંક કરી શકો છો. કેન્દ્ર સરકારના નિર્દેશ પર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન કાર્ડ પર અંકિત બધા પારિવારિક સભ્યોના આધાર નંબર હવે અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ 2021 પછી તમારું રાશન કાર્ડ જો આધાર સાથે લિંક નહિ હોય તો એને બ્લોક કરી દેવામાં આવશે.

image source

જો તમે આ પરેશાનીથી બચવા માંગતા હોય તો જલ્દી જ રાશન કાર્ડને આધાર સાથે કે તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી દો. એને લઈને હવે રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. બિહાર સરકારના ખાદ્ય તેમજ ઉપભોક્તા સંરક્ષણ વિભાગે પણ એને લઈને એક સૂચના જાહેર કરી દીધી છે.

image source

આ કામમાં જો તમને તકલીફ પડી રહી હોય તો તમે ટોલ ફ્રી નંબર 18003456194 કે 1967 નંબર પર કોલ કરીને બધી જાણકારી મેળવી શકો છો. આ સુવિધા હાલ 31 ઓગસ્ટ સુધી જ તમને મળશે. જો તમે તમારા આધાર કાર્ડથી કે બેન્ક ખાતા સાથે રેશબ કાર્ડને લિંક કરાવી લેશો તો 1 સપ્ટેમ્બરથી તમને રાશન મળવાનું નહિ રોકાય..