શું તમે જાણો છો એલ.આઈ.સી. ની આ સ્કીમ…? એકવાર ભરો પ્રીમીયમ અને જીવો ત્યાં સુધી મેળવો પેન્શન…

હવે પેન્શન લેવા માટે તમારે સાઠ વર્ષ ની રાહ જોવાની જરૂર નહીં. જીવન વીમા નિગમ એલઆઈસી એ હાલમાં જ એક જબરદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે. આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે. આ પોલિસી લેતી વખતે તમારે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવું પડશે અને તે પછી તમને આજીવન પેન્શન મળતું રહેશે. આ યોજના એક જુલાઈ થી શરૂ થઈ છે.

સિંગલ લાઈફ :

image source

આમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે એટલે કે પેન્શન યોજના કોઈ પણ એક વ્યક્તિ સાથે જોડાયેલી રહેશે. જ્યાં સુધી પેન્શન ધારક જીવિત રહેશે તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમ ની રકમ તેમના નોમિનીને મળી જશે.

જોઈન્ટ લાઈફ :

image source

આમાં બંને જીવનસાથી નું કવરેજ હોય છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શન ધારક જીવિત હોય તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ તેમના જીવનસાથી ને જીવનભર પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ બેસ પ્રીમિયમ ની રકમ તેમના નોમિનીને મળશે.

સરલ પેન્શન યોજનાની વિશેષતાઓ :

વીમાધારક માટે પોલિસી લેતા જ તેનું પેન્શન શરૂ થઈ જશે. આ યોજના ચાલીસ વર્ષ થી એંસી વર્ષ ના લોકો માટે છે. હવે તે તમારા પર નિર્ભર રહેશે કે તમે દર મહિને, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક કે વાર્ષિક પેન્શન મેળવવા માંગો છો. તમારે આ વિકલ્પ જાતે પસંદ કરવો પડશે.

image source

આ પેન્શન યોજના ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકાય છે. આ યોજનામાં બાર હજાર રૂપિયા નું ન્યૂનતમ રોકાણ કરવું પડશે. આમાં રોકાણ ની મહત્તમ મર્યાદા નથી. સરલ પેન્શન પોલિસી ને શરૂ થવાની તારીખ થી છ મહિના બાદ પોલિસી હોલ્ડર ને કોઈ પણ સમયે લોન મળી જશે.

કેટલુ મળશે પેન્શન?

આ સરળ પેન્શન યોજના માટે કેટલા પૈસા આપવા એ તમારે જાતે જ પસંદ કરવાનું રહેશે. એટલે કે જેટલું પણ પેન્શન અમાઉન્ટ તમે પસંદ કરશો તમને તેના હિસાબ થી પેમેન્ટ કરવાનું રહેશે. જો તમે દર મહિને પેન્શન ઈચ્છો છો તો ઓછામાં ઓછા એક હજાર રૂપિયા પેન્શન લઈ શકો છો. ત્રણ મહિના માટે ત્રણ હજાર રૂપિયા, છ મહિના માટે છ હજાર રૂપિયા અને બાર મહિના માટે બાર હજાર રૂપિયા ન્યૂનતમ પેન્શન લઈ શકાય છે. મહત્તમ પેન્શન ની કોઈ મર્યાદા નથી.

image source

જો તમારી ઉંમર ચાલીસ વર્ષ છે, અને પોતાના દસ લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કર્યું છે, તો તમારે વાર્ષિક પચાસ હજાર બસો પચાસ રૂપિયા મળવાનું શરૂ થઈ જશે જે આજીવન મળશે. આ ઉપરાંત જો વચ્ચે તમને પોતાની જમા કરેલી રકમ પરત જોઈએ છે તો આવી સ્થિતિમાં પાંચ ટકા કપાત કરી જમા કરવામાં આવેલી રકમ પરત મળી જાય છે.