અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરવાની ખુશી વ્યક્ત કરી અજય દેવગને, કહ્યું કે….

અજય દેવગન એક બાજુ જ્યાં બેક ટુ બેક ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે તો નિર્માણ અને નિર્દેશનમાં પણ બરાબર જોડાયેલા છે. હાલમાં જ અજય દેવગને પોતાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ મેડે પર વાત કરી અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો.મેડેમાં અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રતિ સિંહ મુખ્ય રોલમાં છે..

image source

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગને કહ્યું કે બિગ બીની સાથે કામ કરવું ખુશીની વાત છે. એમને કહ્યું કે એમમો સાથે કામ કરીને ખુશી થઈ. મેં આટલા સમર્પિત અભિનેતા પહેલીવાર જોયા, અમે એમની સામે કઈ જ નથી. એકવાર એ સેટ પર હોય છે તો એ રિહર્સલ કરતા રહે છે, સીન વિશે વિચારતા રહે છે.

image source

આ ફિલ્મમાં અજય દેવગને પાયલટની ભૂમિકા ભજવી છે..જ્યારે અમિતાભ બચ્ચનના રોલ વિશે હજી સુધી કોઈ ખબર નથી આવી. બિગ બીની સાથે પોતાના સંબંધ વિશે અજય દેવગને કહ્યું કે હું એમને ત્યારથી ઓળખું છું જ્યારે હું બાળક હતો. એમની સાથે એક અલગ પ્રકારનો સંબંધ છે. મેં એમની પાસે ઘણું બધું શીખ્યું છે અને હજી પણ શીખી રહ્યો છું. મેડે માટે પણ હા પાડવામાં એમને બસ 2 મિનિટ લગાવી. એમને નરેશન સાંભળ્યું અને તરત ઓન બોર્ડ આવી ગયા.

અજય દેવગન અને અમિતાભ બચ્ચને મેજર સાબ, ખાકી, સત્યાગ્રહ, હિન્દુસ્તાન કી કસમ અને હમ કિસી સે કમ નહિ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તો હવે લગભગ 7 વર્ષો પછી બન્ને સાથે આવી રહ્યા છે.

image source

મેડેની વાર્તા વર્ષ 2015ની સાચી ઘટના પર આધારિત છે. જ્યારે દોહા કોચ્ચી ફ્લાઈટને ખરાબ વીસીબલિટીના કારણે એક ભયંકર દુર્ઘટનાથી બચાવવામાં આવી હતી અને દક્ષિણ ભારતના બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી

વર્ષ 2020 ડિસેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. હૈદરાબાદમાં આ ફિલ્મનો મહત્વનો ભાગ શૂટ કરવામાં આવ્યો હતો.એ પછી અમિતાભ બચ્ચને મુંબઈમાં ફિલ્મના અમુક ભાગનું શૂટિંગ કર્યું.

image source

તો અજય દેવગને આ પહેલા યુ મી ઓર હમ અને શિવાય જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે અને આ બન્ને ફિલ્મમાં એ લીડ એકટર હતા.

image source

ફિલ્મનો ભાગ બનવાને લઈને ઉત્સાહિત રકુલ પ્રીત કહે છે કે જ્યારે મેં એકટર બનવાનો નિર્ણય કર્યો હતો તો અન્ય કલાકારોની જેમ મારુ પણ સપનું હતું કે કોઈક દિવસ અમીતાભ બચ્ચન સાથે કામ કરવાનો મોકો મળે. મને ખુશી છે કે આ ફિલ્મ મારા સપનાને સાકાર કરવામાં મદદ કરશે. હું અજય સર સાથે ફરી કામ કરવા માટે પણ રોમાંચિત છું જે ન ફક્ત મારા કો સ્ટાર હશે પણ મારા નિર્દેશક પણ હશે.

image source

તમને જણાવી દઈએ કે મેડે સિવાય અજય દેવગન હાલના દિવસોમાં બેક ટુ બેક ફિલ્મોમાં દેખાવાના છે. એમની આવનારી ફિલ્મ છે મેદાન, આરઆરઆર, કેથી રિમેક, ચાણક્ય, સિંઘમ 3, ગોલમાલ 5 અને ભારત ચીન તણાવ પર એક ફિલ્મ.