Site icon News Gujarat

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની બેલ થઈ નામંજુર, હજુ તેને જેલમાં સમય પસાર કરવો પડશે

શાહરુખના પુત્ર આર્યનને આગામી બે દિવસ જેલમાં રહેવું પડશે. મુંબઈ સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી પર 13 ઓક્ટોબરે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ શનિવારે વિશેષ એનડીપીએસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આર્યનનો બચાવ કરવા માટે, હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાન તરફથી હાજર રહેલા વકીલ અમિત દેસાઈ આર્યનનું પ્રતિનિધિત્વ કરવા કોર્ટ પહોંચ્યા હતા.

image source

કોર્ટમાં દેસાઈએ કહ્યું કે આ કેસમાં આર્યન એકમાત્ર વ્યક્તિ છે, જેમની પાસેથી કોઈ રિકવરી થઈ નથી. દેસાઈની દલીલ બાદ NCB એ કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. એનસીબીના વકીલ એસપીપી ચિમેલકરે કહ્યું કે, સામાન્ય રીતે એનસીબીને જવાબ દાખલ કરવામાં એક સપ્તાહ લાગે છે. દેસાઈએ રજૂ કરેલી હકીકતો સાચી નથી. અમે તપાસના કાગળો પણ રેકોર્ડ પર રાખીશું. મને ઓછામાં ઓછો 2-3 દિવસનો સમય આપો.

આર્યન અને NCB ના વકીલ વચ્ચે ઉગ્ર દલીલ

image source

આર્યનના વકીલ દેસાઈએ દલીલ કરી હતી કે શુક્રવારે જામીન અરજી દાખલ થયા બાદ NCB પાસે જવાબ આપવા માટે બે દિવસનો સમય હતો. આ દરમિયાન, તેઓ સતત ધરપકડ કરી રહ્યા હતા, જે મીડિયા અહેવાલોમાં જોઈ શકાય છે. આ અંગે એનસીબીના બીજા વકીલ એસપીપી સેઠનાએ કહ્યું કે અમને જામીન અરજી ગઈકાલે જ મળી હતી. આ બાબતમાં કોઈ કટોકટી નથી, તેથી અમે 2 દિવસનો સમય માંગ્યો છે તે વાજબી છે. આ અંગે આર્યનના બીજા વકીલ મનશિંદેએ કહ્યું કે આ સામાન્ય કેસ નથી, પરંતુ કોર્ટે આગામી સુનાવણી બુધવારે એટલે કે 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગ્યે કરવાનો આદેશ આપ્યો છે.

રવિવારે આ કેસમાં 20 મી ધરપકડ

image source

ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીએ ગોરેગાંવમાંથી અન્ય એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ તેની પાસેથી મોટી માત્રામાં કોકેઈન જપ્ત કર્યું છે. NCB એ કહ્યું કે આરોપી નાઇજીરીયાનો નાગરિક છે. તેનું નામ ઓકારો ઓજામા છે. NCB અનુસાર, આ વિદેશી નાગરિક ડ્રગ્સના કેસમાં એક મહત્વની કડી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સહિત, ક્રુઝ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રાઈવરનું નિવેદન આર્યનની વિરુદ્ધ જઈ શકે છે

image source

એનસીબીએ શનિવારે શાહરૂખના ડ્રાઈવર સાથે લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. માહિતી અનુસાર, ડ્રાઈવરે સ્વીકાર્યું છે કે તેણે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ ટર્મિનલ પર ઉતાર્યા હતા. ડ્રાઈવરના નિવેદનના આધારે NCB કોર્ટમાં આર્યન ખાનના જામીનનો વિરોધ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખના ડ્રાઈવરે એનસીબીને જણાવ્યું છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, પ્રતીક ગાબા અને અન્ય વ્યક્તિ સાથે મર્સિડીઝ કારમાં આર્યનના બંગલા મન્નત પાસેથી સાથે મળીને નીકળ્યા હતા. આ તમામ લોકો એક સાથે ક્રુઝ પાર્ટી માટે બહાર ગયા હતા. ક્રુઝ પાર્ટીના થોડા દિવસો પહેલા ડ્રગ્સ વિશે વાતચીત પણ થઈ હતી, જેમાંથી NCB ને પુરાવા મળ્યા છે.

આર્યન ખાન જેલમાં ચોથો દિવસ

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગના કેસમાં 8 ઓક્ટોબરથી આર્થર જેલમાં છે. આર્યનને 2 ઓક્ટોબરના રોજ તેના મિત્ર અરબાઝ ખાન સાથે મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર એનસીબીએ પકડ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે NCB ને આર્યન પાસેથી કોઈ ડ્રગસ મળ્યા નથી. આર્યને પૂછપરછ દરમિયાન ડ્રગ્સને શોખ તરીકે લેવાની કબૂલાત કરી હતી. તેના મિત્ર અરબાઝ મર્ચન્ટે તેના ચંપલમાં ચરસ છુપાવવાની બાબત પણ સામે આવી હતી.

Exit mobile version