નવરાત્રિમાં માતાના દરબારમાં ભક્તોની હાજરી, પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું

કારોનામાં કાળના કારણે ઘણી જગ્યાએ નવરાત્રિમાં મંદિરો બંધ રહ્યા હતા, પાવાગઢમાં પણ મહાકાળી માતાજીનું મદિર આવી રીતે જ બંધ રહ્યું હતું, પરંતુ હવે આ નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે અંદાજીત એક લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે પાથવા નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષથી પરિસર ગૂંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવા સાથે ભક્તોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો.

image source

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળી બાદ મોટી સંખ્યામાં યાત્રાળુઓની ભીડ પાવાગઢ ડુંગર પર જોવા મળી હતી. નવરાત્રિ શરુ થતાંની સાથે જ માઇભકતો પાવાગઢ ખાતે પહોંચ્યા હતાં. જેમાં બપોર સુધીમાં શ્રદ્ધાળુ માઇભકતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.જેને લઈને એસટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્ર પણ સજ્જ અને સતર્ક થઈ રહ્યું છે, તળેટીથી ડગર સુધી ઠેર ઠેર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી જેનું કંટ્રોલમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા જુદા જુદા પોઇન્ટ ઓ ગોઠવી વિડીયોગ્રાકી કરી યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવતી હતી. ખાસ કરીને લોકોના ટોળાંમાં નાના બાળકો ખોવાઈ ન જાય અથવા માતાજીના ધામમાં કોઈ અસામાજીક તત્વો કોઈ અટકચાળા ન કરી શકે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ટાઈટ કરવામાં આવ્યું હતું. હાલ નવરાત્રિના દિવસો હોવાથી પણ સુરક્ષાને લઈ ચોક્કસાઈ વર્તવામાં આવી રહી છે.

કોરોના કાળ દરમિયાન સતત ત્રણ નવરાત્રી દરમિયાન શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માતાજીના ભક્તો માતાજીની આરાધનાથી વંચિત રહ્યા હતા. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ નવરાત્રી દરમિયાન માતાજીના લાઇવ દર્શન તેમજ પાવાગઢ ખાતે વર્ચ્યુલ દર્શન કરાવવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારના રોજ થી રાષ્ટ્ર થયેલ નવરાત્રી ની પ્રથમ નોરતાથી માતાજીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવા માં આવતા માતાજીના ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે. આસો નવરાત્રિના પ્રથમ નોરતાંની સાથે જ માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, અને લોકો માતાજીના દર્શન માટે પગપાળા સંઘ કરીને પણ આવી રહ્યા છે, આમ માતાજીના એક દર્શન પામી ધન્યતા અનુભવવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

image source

હાલ મોટી સંખ્યામાં જે યાત્રાળુઓ આવી રહ્યા છે તેને લઈને પણ એસટી તંત્ર સજજ બની રહ્યું છે, હાલ તો એસટી બસોની પૂરતી વ્યવસ્થા હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ જો જરુર પડી તો એસ ટી તંત્ર વધુ બસની ગોઠવણ પણ કરી શકે છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા જ્યારે નીજ મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ જય માતાજી ના જયઘોષ કરતા મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. પાવાગઢ ખાતે તમામ વાહનો પાબા ગરી થી વડા તળાવ તરફ ડાઇવર્ટ કરી પાર્કિંગ કરવામાં આવતા હતા જ્યારે વર ખાતે ખાનગી વાહનો પર પ્રતિબંધ હોય વાહનચાલકીને પોતાના વાહનો પાર્કિંગમાં મૂકી એસ.ટી.બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી. બસ દ્વારા 24 કલાક 4 બસ અવિરત પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડ પાવાગઢ ડુંગર માંથી સુધી અપડાઉન કરવા માટે એસટી તંત્ર પણ સજ્જ બની ગયું છે.

image source

માતાજીના મંદિરની બારશાખ તેમજ સ્થભની શાયોક્ત વિધિથી પૂજા સુપ્રસિદ્ધ ગાવાયામ પાવાગઢ ખાતે આજે ખાસો નવરાત્રીના પહેલા નોરતે માતાજીના મુખ્ય પરિષદમાં માતાજીના મંદિરની બારાખ તેમજ સંભની શાસ્ત્રોક્ત વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટ ના પ્રમુખ ના હસ્તે પૂજા કરવામાં આવી. પંચમહાલ જિલ્લાનાં પ્રસિધ્ધ યાત્રાપાને પાવાગઢ ખાતે વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં મંદિર ના મુખ્ય પરિષદને પણ મોટું કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે આસો નવરાત્રીના પહેલા નોરત માતાજી નો મુખ્ય મંદિરના દ્વાર શાખ તેમજ રૂમ ની પૂજા શાયોનવિધી વતન રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી મહાકાળી ટેમ્પલ ટ્રના ટ્રસ્ટીઓ શહીદ માતાજીના ભક્તો ઉપસ્થિતરહ્યા હતા.આમ હાલના દિવસોમાં માતાજીના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને તેને લઈને સુરક્ષાના પણ કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.