બાબર આઝમે પાકિસ્તાનને ભારત સામે જીત અપાવી, છતાં બાબરના પિતા કેમ રડી પડ્યા..?

ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને સૌ કોઇ ઉત્સાહિત હતા.. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનમાં તેનો ઉત્સાહ બમણો હતો.. કારણ કે બંન્ને ભલે પાડોશી દેશ રહ્યા પરંતુ બંન્ને દેશ વચ્ચેના સંબંધોમાં ખારાશ છે.. અને માટે જ T – 20 મેચને રમતની જેમ નહીં પરંતુ એક યુદ્ધની જેમ જોવાઇ રહી હતી.. ભારતના માર્ગો પણ સાંજ સુધીમાં તો સૂમસામ થઇ ચૂક્યા હતા.. લોકોએ પ્રોજેક્ટર લગાવીને મોટા પડદા પર મેચ નિહાળી હતી.. ભારતની જીતનો આશાવાદ રાખીને ક્યાંક ઢોલ નગારા તો ક્યાંક ફટાકડા અને ક્યાંક મીઠાઇનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું.. પરંતુ ક્રિકેટ રસિયાઓની તે તૈયારીઓ પર પાણી ફરી વળ્યું.. ભારતીય ટીમની હાર થઇ તો સ્વાભાવિક પણે ભારતીય ક્રિકેટ રસિયાઓ નિરાશ થયા..પરંતુ આ બધાની વચ્ચે એક એવું દ્રશ્ય સામે આવ્યું કે જેનાથી આશ્ચર્ય સર્જાયું.. પાકિસ્તાનને 10 વિકેટે જીત અપાવનારા ટીમના કેપ્ટન બાબર આઝમના પિતા.. ભારતની હાર થઇ.. પાકિસ્તાનની જીત થઇ.. છતાં બાબર આઝમના પિતા રડી પડ્યા..

image source

ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે એક ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આવું પ્રથમ વખત થયું છે, જ્યારે પાકિસ્તાને કોઈ વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવ્યું હોય. પાકિસ્તાનની આ જીતનો હીરો રહ્યો છે બાબર આઝમ, જેની આગેવાનીમાં પાકિસ્તાને ઇતિહાસ રચી દીધો. બાબર આઝમે શાનદાર ઈનિંગ્સ રમતાં પાકિસ્તાનને જીત અપાવી હતી.

બાબરે 50 બોલમાં 68 અને રિઝવાને 55 બોલમાં 79 રન કર્યા

પાકિસ્તાને રચી દીધો ઇતિહાસ, ભાવુક થયા પિતા

image source

બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાને તે કર્યું છે જે અગાઉ ક્યારેય કરી શક્યું નહોતું. પાકિસ્તાને વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું છે. 2007થી લઈને 2016 સુધી ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 5 મેચ રમાઈ, આ પાંચેય મેચમાં ભારત જીત્યું હતું. આ ઉપરાંત 50 ઓવરમાં વર્લ્ડકપમાં 7 મેચ રમાઈ અને અને દરેકમાં ભારતની જ જીત થઈ હતી, પરંતુ હવે 2021ની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. દુબઈમાં જ્યારે પાકિસ્તનાને આ વિજય મેળવ્યો ત્યારે બાબર આઝમના પિતા પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ જીતથી તેઓ ભાવુક થઈ ગયા હતા.

પાકિસ્તાનની બેટિંગની નવી ઓળખ બન્યો બાબર

પાકિસ્તાનને હંમેશાં સૌથી ફાસ્ટર બોલરોની ટીમ તરીકેના દેશ તરીકે જોવામાં આવે છે. ઈમરાન ખાન, વસીમ અકરમ, વકાસ યુનુસ જેવા ખેલાડી પાકિસ્તાને જ આપ્યા છે, પરંતુ બાબર આઝમે જ્યારથી ઇન્ટરનેશનલ મેચમાં એન્ટ્રી કરી છે, તે સતત રેકોર્ડ બનાવી રહ્યો છે. બાબર આઝમની જબરદસ્ત બેટિંગને કારણે જ તેની સરખામણી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે થાય છે.

પાકિસ્તાનના પંજાબથી આવે છે બાબર, ક્રિકેટ સાથે જોડાયેલો છે તેનો પરિવાર

 

View this post on Instagram

 

A post shared by ICC T20 World Cup (@t20worldcup)

બાબર આઝમ પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રથી આવે છે અને લાહોરનો રહેવાસી છે. પાકિસ્તાન માટે ક્રિકેટ રમી ચૂકેલા અદનાન અકમલ, કામરાન અકમલ અને ઉમર અકમલ હાલનો કેપ્ટન બાબર આજમના પિતરાઇ ભાઈ છે. એવામાં બાબર આઝમનો પરિવાર પહેલેથી જ ક્રિકેટ સાથે જોડયેલો છે અને તેના પરિવારના લોકો પાકિસ્તાન માટે રમી રહ્યા છે.

image source

15 ઓકટોબર 1994ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા બાબર આઝમે શરૂઆતનો અભ્યાસ લાહોરમાં કર્યો છે. લગભગ 13 વર્ષની વયમાં તે પાકિસ્તાનના જાણીતા ગદ્દાફી સ્ટેડિયમમાં જવા લાગ્યો, જ્યાં શરૂઆતમાં તે એક બોલ બોયની તરીકે જ જોડાયેલો રહ્યો હતો. ત્યાર બાદ બાબર આઝમે ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને નાના સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

બાબર આઝમના શરૂઆતના કોચ રાણા સાદિક હતા, તેની પાસેથી શીખ્યાના થોડા સમય બાદ જ બાબર આઝમ પાકિસ્તાનની અંડર-19 કપમાં સામેલ થયો અને પછી બાદમાં તેણે પાછું વળીને જોયું નથી. 16 વર્ષની વયમાં બાબર આઝમે ઘરઆંગણે ક્રિકેટમાં રમવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2015માં 21 વર્ષની વયે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

રેકોર્ડ બાદ રેકોર્ડ તોડી રહ્યો બાબર

બાબર આઝમની સરખામણી અત્યારે વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો સિક્કો ચાલી રહ્યો નથી, દરેક રેકોર્ડ તેના નામે છે, પણ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં બાબર આઝમે પોતાનું નામ બનાવ્યું છે અને સતત રેકોર્ડ પર રેકોર્ડ દ્વાસ્ત કરી રહ્યો છે. વન-ડે, ટી-20માં સૌથી ઝડપી રન બનાવવાના મામલે હવે બાબર આઝમનું પણ નામ છે.

કુલ ટી-20; 62, રન 2272, સરેરાશ 48.34 , સદી 1

કુલ વનડે: 83, રન 3985, સરેરાશ 56.92, સદી 14

કુલ ટેસ્ટ: 35, રન 2362, સરેરાશ 42.94, સદી 5