Site icon News Gujarat

શું પહેલાથી જ સરકારી કંપની હતી એર ઈન્ડિયા? કેમ વેચવી પડી?

એર ઇન્ડિયા હંમેશા સરકારી કંપની નહોતી. તે JRD ટાટા દ્વારા 1932 માં ટાટા એરલાઇન્સ નામથી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે કરાચીથી મદ્રાસ સુધીની સાપ્તાહિક ફ્લાઇટ સેવા પૂરી પાડી હતી, જે અમદાવાદ અને બોમ્બે થઇને આવતી હતી. વર્ષ 1948 માં ભારત સરકારે તેમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. 1953 માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને જેઆરડી ટાટા પાસેથી બહુમતી હિસ્સો ખરીદ્યો. પછી તેનું નામ બદલીને એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ કરવામાં આવ્યું.

ટાટાને એર ઇન્ડિયા કેમ મળી?

image source

ટાટા સન્સે એર ઇન્ડિયા માટે સૌથી મોટી બોલી લગાવી છે. ટાટા સન્સે એર ઈન્ડિયા માટે 18 હજાર કરોડની બોલી લગાવી હતી, જ્યારે સ્પાઈસ જેટના સંજય સિંહે 15 હજાર કરોડની બોલી લગાવી હતી. સરકારે તેની અનામત કિંમત 12906 કરોડ રૂપિયા નક્કી કરી હતી. છેલ્લા બે દાયકાથી એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ સમય દરમિયાન સરકારો બદલાઈ, પરંતુ તેનું ખાનગીકરણ થઈ શક્યું નહીં. હવે ટાટા સન્સે તેને ફરીથી ખરીદી છે.

image source

JRD ટાટાએ વર્ષ 1932 માં ટાટા એરલાઇન્સ તરીકે એર ઇન્ડિયાની શરૂઆત કરી હતી. પ્રારંભિક તબક્કામાં, જ્યારે તે JRD ટાટાના હાથમાં હતી, તે સમયે એરલાઇનની એર હોસ્ટેસ વેસ્ટર્ન ડ્રેસ પહેરતી હતી. તે સમયે ટાટા એરલાઇન્સની મોટાભાગની એરહોસ્ટેસ કાં તો એંગ્લો-ઇન્ડિયન અથવા યુરોપિયન મૂળની હતી.

 

image source

એર ઈન્ડિયા 1953 માં સરકારના હાથમાં ગઈ અને 1960 ના દાયકામાં એર હોસ્ટેસનો ડ્રેસ કોડ બદલાયો. ડ્રેસ કોડમાં સાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આ સિવાય ભારતીય સંસ્કૃતિની વધુ ઝલક બતાવવા માટે ફ્લાઇટ એટેન્ડન્ટ્સના ડ્રેસ કોડમાં ચુડીદાર અને ઘાગરા ચોલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે સાડી અને વેસ્ટર્ન ડ્રેસ કોડ બંને અમલમાં છે.

વેચવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

સરકાર ઘણાં વર્ષોથી દેવા હેઠળ ડૂબેલી એર ઇન્ડિયાને વેચવાની તેની યોજનામાં નિષ્ફળ રહી છે. તેણે 2018 માં 76% હિસ્સો વેચવા માટે બિડ મંગાવી હતી અને મેનેજમેન્ટ નિયંત્રણ જાળવી રાખવાનું વચન આપ્યું હતું. જ્યારે કોઈએ તેમાં રસ દાખવ્યો નહીં, ત્યારે સરકારે તેને મેનેજમેન્ટ કંટ્રોલ સાથે વેચવાનું નક્કી કર્યું.

કઈ એરલાઇનમાં કેટલો હિસ્સો?

image source

ટાટા ગ્રુપને એર ઇન્ડિયામાં 100% હિસ્સો મળ્યો છે. તે જ સમયે, વિસ્તારા એરલાઇન ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ (SIA) નું સંયુક્ત સાહસ છે. જેમાં ટાટા સન્સ 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે. જો આપણે એર એશિયાની વાત કરીએ તો ટાટા સન્સનો તેમાં 83.67 ટકા હિસ્સો છે.

Exit mobile version