સુરતમાં દર વર્ષે સ્થાપિત થાય છે 600 કરોડના ગણપતિ

ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની પૂરજોશમાં ઉજવણી શરુ થઈ છે. લોકો આ તહેવારની ઉજવણી યથાશક્તિ અને આર્થિક ક્ષમતા મુજબ ઘરે ઘરે પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય 600 કરોડના ગણપતિ જોયા છે ? 600 કરોડના ગણપતિ સુરતના હીરાના વેપારીએ સ્થાપિત કર્યા છે.

image source

આ ગુજરાતી વેપારી પાસે દુનિયાનો સૌથી મોંઘા ગણપતિ છે. તેમને 20 વર્ષ પહેલા બેલ્જિયમમાં કાચા હીરો ખરીદતી વખતે આ ગણપતિના આકારનો હીરો મળ્યો હતા. તેમણે હીરો જોયો તો જણાયું કે તેનો જ આકાર ગણપતિ જેવો છે. તેમણે ત્યારથી આ હીરાને ભગવાનની પ્રતિમા માનીને પોતાના ઘરમાં રાખ્યો છે. આ કાચા હીરાની કિંમત 600 કરોડ આંકવામાં આવી રહી છે.

image source

આ હીરો લઈ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેના પિતાએ કહ્યું કે તે ગણેશ મૂર્તિ જેવો દેખાય છે. પછી શું હતું ઘરના સભ્યોએ તેને ઘરમાં જ રાખવાનું નક્કી કર્યું. જોગાનું જોગ થયું પણ એવું કે આ ગણેશ ઘરે આવ્યા ત્યારથી તેમના પરિવારની મુશ્કેલીઓ પણ દૂર થઈ ગઈ તેથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો.

image source

આ વર્ષે પણ સુરતમાં 600 કરોડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમાના દર્શન કરી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ મૂર્તિમાં જે હીરા છે તે 182.53 કેરેટના છે. આ કારણે આ પ્રતિમા ગણપતિ સૌથી મોંધી પ્રતિમા છે.

image source

20 વર્ષ પહેલા તેમને આ હીરો મળ્યો હતો. તેમણે આ પ્રતિકૃતિમાં હીરા અને મોતી જડી અને સુંદર ગણેશજીની પ્રતિમા બનાવી છે. આ હીરાા ગણપતિ આજે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ બન્યા છે. આ વર્ષે પણ કનુભાઈ અને તેના પરીવારે આ ગણપતિની સ્થાપના કરી અને તેમની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.