ચોરને પકડડવા મહિલા પોલીસે એવુ તો શું કર્યું..? કે ચોર તરત જ સકંજામાં આવી ગયા

દેશમાં ગુનાખોરી એ હદે વધી છે કે તેને ડામવા માટે પોલીસ ફોર્સ પણ ખૂબ જ ઓછી પડી રહી છે.. અને તેમાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે ગુનેગારોને છૂટો દૌર મળી રહ્યો છે.. રક્ષણ કરવાની જેની જવાબદારી છે તે જ ભક્ષક બની ગયો છે.. અને તેના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ હદે કથળી રહી છે કે હવે નવી યુક્તિ પ્રયુક્તિ દ્વારા ગુનેગારો પર સકંજો કસવો પડે તેમ છે.. અને આવી જ એક યુક્તિથી માથાના દુખાવા સમાન બની ગયેલા ગુનેગારોને પોલીસે ઝડપી લીધા.. પરંતુ તેના માટે સલામ છે તે મહિલા પોલીસ અધિકારીને..

ક્યાંની છે ઘટના..?

image source

છત્તીસગઢના ભીલાઇમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા હતા.. રોજે રોજ રસ્તે જતી મહિલાઓના અછોડા તૂટી રહ્યા હતા.. ગત સપ્તાહે એક બાદ એક ચોરીની 6 ઘટનાએ પોલીસને પડકાર ફેંક્યો.. અને માથાના દુઃખાવા સમાન બની ગયેલા તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી.. ખબરીઓને કામે લગાવવામાં આવ્યા.. પરંતુ ગુનેગારો એટલા શાતિર હતા કે તે પોલીસની પકડમાં ન આવ્યાં.. અને પોલીસ માટે પણ આ ગુનેગારોને પકડવા એક મોટો પડકાર બની ગયો.. પછી એક યુક્તિથી તે ગણતરીના કલાકોમાં જેલભેગા થઇ ગયા..

કોની અને કેવી યુક્તિ..?

image source

છત્તીસગઢના ભીલાઇમાં તસ્કરોએ ફેંકેલા પડકારને ભીલાઇ પોલીસ સ્ટેશનના પ્રભારી મહિલા અધિકારીએ સ્વિકાર્યો.. અને એકાએક બે દિવસ ગુમ થઇ ગયા.. અને બે દિવસ બાદ ભીલાઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ફોન આવ્યો.. અને ટ્રેપ ગોઠવાઇ.. ત્યારબાદ માથાના દુઃખાવા સમાન બનેલા શાતિર અપરાધીઓ ઝડપાઇ ગયા.. અને ધકેલાઇ ગયા જેલના સળિયા પાછળ.. ભીલાઇ પોલીસ સ્ટેશનના પ્રભારી મહિલા પોલીસ અધિકારીએ ગુનેગારોને ઝડપવા માટે ભિક્ષુકનો સ્વાંગ રચ્યો.. અને બે દિવસ સુધી પોતાના જ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અન્ય ભિક્ષુકોની જેમ વેશ ધારણ કરીને ચૂપચાપ થતી ગતિવિધિ પર નજર રાખી.. અને માહિતી એક્ત્રિત કરવા લાગ્યા.. બે દિવસ બાદ તે ભિક્ષુકના સ્વાંગમાં મહિલા પોલીસ અધિકારીને ખ્યાલ આવ્યો કે ગુનેગારો વધુ એક ગુનાને અંજામ આપવાના છે.. ત્યારે તેમણે પોતાના તાબા હેઠળના અધિકારીને ફોન કરીને ટ્રેપ ગોઠવવા સૂચના આપી.. ટ્રેપ ગોઠવાઇ.. અને શાતિરો જેલમાં ધકેલાયા..

image source

સામાન્ય રીતે આવા કિસ્સા આપણે ફિલ્મોમાં જોઇએ છીએ.. પરંતુ જો રીલ લાઇફના આ કિસ્સાને રિયલમાં કરવામાં આવે તો ગુનેગારો ખાખીથી ફફડી ઉઠશે.. અને ગુનો કરતા પહેલા 1000 વાર વિચાર કરશે.. ખાખીનો ખૌફ ગુનેગારોમાં કાયમ રહેશે.. શું આવી યુક્તિથી ગુજરાતને ગુના મુક્ત ન બનાવી શકાય..?