વર્ષ ૧૯૮૩માં મુંબઈ શહેરમાં આવીને પોતાના કરિયરની શરુઆત કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્રૂઝ પર દરોડા પાડીને શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાનનો કેસ ભારતના પ્રસિદ્ધ ક્રિમીનલ વકીલ સતીશ માનશિંદે દ્વારા લડવામાં આવ્યો છે. આ સતીશ માનશિંદે એ જ છે જેમણે અભિનેત્રી રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો હતો.

કોણ છે સતીશ માનશિંદે?

image source

વર્ષ ૧૯૬૫માં કર્ણાટક રાજ્યમાં આવેલ ધારવાડમાં જન્મેલ સતીશ માનશિંદેના બીઝનેસમેન હતા અને માતા ગૃહિણી હતા. સતીશ માનશિંદેએ કર્ણાટક યુનિવર્સીટી કોલેજ ઓફ લો માંથી બેચલર ઓફ કોમર્સની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. સતીશ માનશિંદેને નાનપણથી જ કાયદા પ્રત્યે ખુબ જ લગાવ હતો.

વર્ષ ૧૯૮૩માં મુંબઈ આવે છે.

image source

સતીશ માનશિંદેએ વર્ષ ૧૯૮૩માં પોતાના કરિયરની શરુઆત કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૩માં સતીશ માનશિંદે સ્વ. રામ જેઠમલાણીની સાથે પોતાની ઇન્ટર્નશિપ શરુ કરી હતી. સતીશ માનશિંદેએ જુનીયર વકીલ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી દીધી હતી. અંદાજીત ૧૦ વર્ષ સુધી સતીશ માનશિંદેએ રામ જેઠમલાણીના હાથ નીચે કામ કર્યું હતું. વકીલ સતીશએ સિવિલ અને ક્રિમીનલ કેસ સાંભળી રહ્યા હતા. આ સમય દરમિયાન સતીશ જેઠમલાણીને મોટાભાગના કલાકાર, રાજકારણીઓ અને અન્ય સેલેબ્રીટીસના જ કેસ લડવા મળ્યા હતા.

સંજય દત્તના કેસના લીધે ચર્ચામાં આવ્યા.

image source

વર્ષ ૧૯૯૩માં સંજય દત્તની સામે મુંબઈ બ્લાસ્ટ કેસ ચાલી રહ્યો હતો ત્યારે સતીશ માનશિંદે દ્વારા અભિનેતા સંજય દત્તનો કેસ લડવામાં આવ્યો હતો. જેના લીધે તેઓ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. વર્ષ ૧૯૯૮માં અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કાળીયાર પ્રાણીના શિકાર કરવાના કેસ કરવામાં આવ્યો હતો તે સમયે અભિનેતા સલમાન ખાનનો કેસ સતીશ માનશિંદેએ સલમાન ખાન તરફથી કેસ લડ્યા હતા. એટલું જ નહી, સતીશ માનશિંદેએ જ સલમાન ખાનનો હીટ એન્ડ રન કેસમાં ફસાયા હતા ત્યારે પણ સતીશ માનશિંદે જ અભિનેતાના વકીલ રહ્યા હતા.

આ કેસના લીધે ચર્ચામાં આવ્યા હતા.

સતીશ માનશિંદેએ મુંબઈ પોલીસ દયાનાયકના સંપત્તિ કેસ, બુકી શોબન મહેતા, મેચ ફિક્સિંગ કેસ, છોટા રાજનની પત્ની સુજાતાના કેસના લીધે ચર્ચામાં આવ્યા હતા.

૧૦ લાખ ફી લેવાના લીધે ચર્ચામાં આવ્યા.

image source

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સતીશ માનશિંદે કોર્ટમાં એક સુનાવણીના ૧૦ લાખ રૂપિયા ફી ચાર્જ કરતા હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ ગત વર્ષે સતીશ માનશિંદે ઝૂમ ટીવી સાથે પોતાના એક ઈન્ટરવ્યું દરમિયાન ફી વિષે વાત કરતા જણાવ્યું હતું કે, ’૧૦ વર્ષ પહેલા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ આધારે અંદાજ લગાવવામાં આવ્યો છે કે, મારી ફી ૧૦ લાખ રૂપિયા છે. ૧૦ વર્ષ જુના આર્ટીકલ કેમ જોવામાં આવે છે? આ મુજબ વર્તમાન સમયમાં મારી ક્યાય વધારે હશે.’

image source

વધુ જણાવતા સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, ‘હું મારા ક્લાયન્ટ્સ પાસેથી ફી પેટે જે પણ લેતો હોવ, તેનાથી અન્ય વ્યક્તિઓને કોઈ ફરક પડવો જોઈએ નહી. જો ઇન્કમ ટેક્સ મારી ફી વિષે જાણકારી માંગશે તો હું સારી રીતે તેમને જણાવીશ. મારી અને મારા ક્લાયન્ટ્સ વચ્ચે થયેલ અંગત વાતોની ચર્ચા હું ક્યારેય કરવા ઈચ્છીશ નહી.’