Site icon News Gujarat

પત્નીની બીમારી ગાયના ઘી દુધથી મટતા આ હીરાના વેપારીએ શરૂ કરી ગૌશાળા, વર્ષે 25 લાખ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા હરિકૃષ્ણભાઈ લાભુભાઈ લીંબાણી-પટેલ કે જેઓ મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે. તેઓ જ્યારે નાના હતા ત્યારે પાંચમા ધોરણમાં બે વાર નાપાસ થયા અને એ પછી હીરાના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. તેમને સુરત અને મુંબઈમાં હીરાનું કામકાજ વર્ષો સુધી કર્યું હતું.

image source

હરિકૃષ્ણ ભાઈના લગ્ન રૂપલબેન સાથે થયા હતા, જેમને લગ્ન બાદ બે સંતાન દીકરી દિવ્યા અને દીકરા દિવ્યેશ છે. બન્ને બાળકોના જન્મ પછી તેમનાં પત્ની રૂપલબેનને સોરાયસિસની બીમારી થઈ ગઈ હતી. આ બીમારીની સારવાર માટે તેમણે વર્ષો સુધી અસંખ્ય ડોક્ટર ,હકીમ અને તબીબો પાસે દવાઓ કરાવી હતી. પણ એકપણ દવાની તેમને કોઈ અસર થઈ નહોતી

image source

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હરિકૃષ્ણભાઈ સુરતથી રાજકોટ સુધી દોડીને પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે ગયા હતાં. હરિકૃષ્ણભાઈ કહે છે, એકવાર મંદિરમાં સંતોનું પ્રવચન ચાલતું હતું ત્યારે સ્વામીજીએ રામાયણનો એક પ્રસંગ કહ્યો હતો, આ પ્રસંગમાં દિલીપ રાજાને સંતાનો ન હોવાથી તેમને ગાયની સેવા કરવાનું કહેવામાં આવે છે. ગાયોની ઉત્તમ સેવા કરવાને કારણે દિલીપ રાજાને ત્યાં સંતાન પ્રાપ્તિ થયેલી. તો મને થયું કે જો ગાય સંતાન આપતી હોય તો મારી પત્નીની બીમારી ગાય દૂર ન કરી શકે?. બસ..પછી ગાય પાળી અને આજે રૂપલ એકદમ સ્વસ્થ છે.

હરિકૃષ્ણ ભાઈએ પાંચેક વર્ષ પહેલાં એક ગાય પાળી હતી અને એના દૂધ અને ઘી પત્નીની બીમારી અને પીડામાં ઘણો ફેટફાર જોવા મળતા તેમને ગૌશાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો..

image source

પત્નીની બીમારી મટી જવા અંગે હરિકૃષ્ણ ભાઈનું કહેવું છે કે મારી પત્નીને સોરાયસિસની બીમારી હતી. લગભગ 25 વર્ષ સુધી એલોપથી,હોમિયોપથી અને આયુર્વેદિક સહિતની દવાઓ કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો નહિ. અસહ્ય પીડા અનુભવતી પત્ની મોત માગતી હતી. જો કે પાંચેક વર્ષ અગાઉ એક ગાય પાળી અને એનાં દૂધ-ઘીથી પત્નીની બીમારી જડમૂળથી નાબૂદ થઈ ગઈ હતી, એટલે હીરાનું કારખાનું અને વેપાર બંધ કરીને ગૌશાળા મોટે પાયે શરૂ કરી છે, જેથી અમારી જેમ લોકોને પણ સારાં દૂધ-ઘી સહિતની પ્રોડ્કટ મળી રહે.’

તમને જણાવી દઈએ કે હરિકૃષ્ણ ભાઈએ આજે ભાડાની જગ્યામાં લગભગ 47 વાછરડીઓ સહિત 125થી વધુ ગૌવંશને ઉછેરી રહ્યા છે. તેઓ ગીર ગાયો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ગાયો સુરતના ઈસનપુરમાં લાવ્યા અને આ રીતે એમને ગૌશાળા શરૂ કરી
ગૌશાળામાં ગાયોને મચ્છરનો ત્રાસ ન રહે એ માટે પંખા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંયા ગાયોને બાંધવાની જગ્યાએ છૂટી રાખવામાં આવે છે. ગાયો ખુલ્લી જમીનમાં ઘાસ ચારી શકે એ માટે એમને રોજ પાંચ કલાક છોડવામાં આવે છે, ગાયોને નવડાવવાથી લઈને એના ગોબરને દૂર કરી શકાય એ માટેની પણ સરસ વ્યવસ્થા કરેલી છે.

image source

અહીંની ખાસિયત એ છે કે ગુરુ ગૌશાળામાં નવી જન્મતી વાછરડી અને વાછરડાંનાં નામ પાડી દેવામાં આવે છે. દરેક ગાય અને વાછરડાનું એક નામ હોય છે. ગંગા, ગોમતી જેવા નામો ગાયને આપવામાં આવે છે આ ઉપરાંત નંદીના નામ પણ સાગર અને ગણેશ આપવામાં આવ્યાં છે.

image s ource

ગાયોને ઘાસચારો કટિંગ કરીને આપવા માટે મશીન પણ ગૌશાળામાં જ છે. દેશી ખોળ આપવાની સાથે સાથે ભડકા સહિતની થૂલી પણ ગાયોને અપાય છે. ગૌશાળામાં ગાયોની દેખરેખ માટે લગભગ છ લોકો સતત કામ કરે છે

image source

જ્યારે હરિકૃષ્ણ ભાઈને ગાયના દૂધ ઉત્પાદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું હતું કે એક વર્ષની વાત કરીએ તો એવરેજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. બધી ગાયોને હાથોથી જ દોહવામાં આવે છે. મશીનનો ઉપયોગ થતો નથી. આ દૂધને ગૌશાળાથી તેમના ઘરે લાવીને પછી કાચની બોટલમાં ભરવામાં આવે છે અને ત્યારબાદ એને તેમના ગ્રાહકો સુધી 100 રૂપિયાના ભાવે પહોંચાડવામાં આવે છે. દૂધ વધે એમાંથી ઘી બનાવવામાં આવે છે, જે લિટરે 2500 રૂપિયાના ભાવે વેચાય છે તથા માખણ 2000 રૂપિયે અને છાશનું પણ વેચાણ કરવામાં આવે છે.દૂધ-ઘી સહિતની પ્રોડક્ટના વેચાણથી વર્ષે-દહાડે લગભગ 25 લાખનું ટર્નઓવર થાય છે.

Exit mobile version