Site icon News Gujarat

૨૨ નંબર સાથે અમિત શાહને છે આ ખાસ કનેક્શન, કેટલા સંજોગો છે એ જાણીને નવાઈ લાગશે, જોઈ લો આખું લિસ્ટ

આજે દેશના ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. 22 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા અમિત શાહનું જન્મ સમયનું નામ અનિલ ચંદ્ર હતું. અનિલમાંથી તેઓ અમિત શાહ બન્યા છે. જેમ આ વાત ઘણા લોકોને ખબર નહીં હોય તેવી જ રીતે અન્ય એક વાત પણ લોકોને ખબર નહીં હોય કે અમિત શાહને 22 નંબર સાથે ખાસ કનેકશન છે. જી હાં આજે કેન્દ્રીય ગૃહમંત્રીના જન્મદિવસે તેમના આ નંબર કનેકશનની વાત સામે આવી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

image source

અમિત શાહનો જન્મ 22 તારીખે થયો હતો અને વર્ષો પછી તેમના ઘરે જ્યારે દીકરા જય શાહનો જન્મ થયો તો તેનો જન્મ પણ 22 તારીખ જ થયો હતો. જય શાહનો જન્મ 22 સપ્ટેમ્બરે થયો હતો. આ પછી અમિત શાહ 22 તારીખ અને અંકને શુકન ગણે છે. આ પછી શાહ પરિવારના જેટલા પણ વાહનોની ખરીદી કરી છે તે તમામના નંબર પણ 22 જ રાખવામાં આવ્યા છે.

આજે જે અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે તેઓ રાજકારણમાં આવ્યા તે પહેલા તેઓ શેરબ્રોકર હતા. મોદી સરકારના ભવ્ય વિજય પાછળ તેમની વ્યૂહરચનાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

image sooure

અમિત શાહની અન્ય એક ખાસ વાત એ પણ છે કે તેઓ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર સાથે સમય પસાર કરવાનું અને પારિવારિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચુકતા નથી. તેઓ રથયાત્રા, રક્ષાબંધન, જન્મદિવસ જેવા ખાસ દિવસોએ ચોક્કસથી અમદાવાદ આવે છે. અમિત શાહ 1980માં 16 વર્ષની ઉંમરે તરુણ સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક તરીકે જોડાયા હતા.

image source

જ્યારે તેઓ કોલેજમાં આવ્યા ત્યારે તેઓ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા. તેમને એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 1985માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હતા. તેમને સૌપ્રથમ જવાબદારી નારણપુરા વોર્ડના પોલ એજન્ટ તરીકેની મળી હતી.

Exit mobile version