રીલ લાઇફના હિરોની રિયલ લાઇફમાં 11 મિનિટની અવકાશી ઉડાન

વિમાનમાં બેસીને હવાઇ સફર તો આપણે સૌએ કરી છે.. પરંતુ તેમાં એક ખામી હોય છે.. બહારનો નજારો આપણે કાચની બારીમાંથી જોઇ તો શકીએ છીએ.. પરંતુ માણી શક્તા નથી.. ત્યારે હોલિવૂડના એક એવા એક્ટર જેમણે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં હવાઇ સફર કરી છે.. પરંતુ આ તેમની જિંદગીની સૌથી યાદગાર હવાઇ સફર બની રહી.. જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટે આ વર્ષે પાંચમી વખત ઉડાન ભરી અને સ્પેસ સુધી પહોંચ્યું, જેમાં કેનેડાના એક્ટર વિલિયમ શેટનર પણ ક્રૂ-મેમ્બર તરીકે સામેલ રહ્યા હતા. તેમની ઉંમર 90 વર્ષ છે. જે રોકેટથી આ ઉડાન લોન્ચ કરવામાં આવી એનું નામ NS-18 છે, જેમાં 4 ક્રૂ-મેમ્બર હતા. શેટનર ઉપરાંત બ્લૂ ઓરિજિનના વાઈસ- પ્રેસિડન્ટ ઓડ્રે પોવર્સ, પ્લાન્ટ લેબના કો-ફાઉન્ડર ક્રિસ બાસહુઇઝેન અને મેડિડેટાના કો-ફાઉન્ડર ગ્લેડ ડી વ્રિસ હતા.

11 મિનિટની હવાઇ ઉડાનની મઝા

image souorce

બ્લૂ ઓરિજિનની પાસે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં પોતાનું લોન્ચ પેડ અને પ્રાઈવેટ ફેસિલિટી છે. બુધવારે અહીંથી રોકેટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાને થોડી મિનિટ બાદ જ ધરતી પર ઊતર્યું હતું. શરૂઆતથી અંત સુધીમાં આ મિશન પાર પડતાં 11 મિનિટ લાગી હતી, જેમાંથી 3 મિનિટ સૌથી રોમાંચક હતી, જ્યારે ક્રૂ-મેમ્બર્સે લગભગ 3 મિનિટ સુધી વેઈટ લેસનેસમાં પસાર કર્યા. આ દરમિયાન વ્યક્તિનું વજન એકદમ શૂન્ય હોય છે અને તેઓ પોતાને ઊડતા હોય એવો અનુભવ કરે છે.

રોકેટની સ્પીડ અવાજથી ત્રણ ગણી

image source

મિશન દરમિયાન રોકેટની સ્પીડ એના અવાજથી ત્રણ ગણી વધુ હતી. વધુ એક ખાસ વાત એ હતી કે આ રોકેટ સંપૂર્ણપણે ઓટોનોમસ મોડ પર હતું, જેમાં કોઈ પાયલોટ ન હતો. પરત ફરતા સમયે ક્રૂએ પેરેશૂટ્સનો સહારો લીધો અને આ ટેક્સોસના રણ વિસ્તારમાં સુરક્ષિત ઊતર્યું હતું. આ રોકેટને ભવિષ્યમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. આ રોકેટનો ઉપયોગ કાર્ગો મિશનમાં પણ કરી શકાય છે.

રીલ લાઇફથી રિયલ લાઈફની સફર

image source

રસપ્રદ વાત એ રહી કે શેટનરે હોલિવૂડની સુપરહિટ સિરીઝ ‘સ્ટાર ટ્રેક’માં કેપ્ટન કિર્કની ભૂમિકા ભજવી હતી. ત્યારે આ વખતે તેઓ હકીકતમાં એક એવા મિશનનો ભાગ બન્યા, જેને સ્પેસ ટૂરિઝમની દિશામાં ઘણું જ મહત્ત્વનું અને સફળ ગણાવવામાં આવે છે. તેમની ઉંમર 90 વર્ષની છે. આ પહેલાં વેલી ફેન્કે 82 વર્ષની ઉંમરમાં સ્પેસ તરફ વળ્યા હતા. આ મિશન પણ બ્લૂ ઓરિજિનનું જ હતું અને આ પહેલાં મિશનને જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

બેઝોસે જુલાઈમાં લોન્ચ કરી હતી સ્પેસ ટૂરિઝમ સર્વિસ

બ્લૂ ઓરિજિનના જેફ બેઝોસે પહેલી સ્પેસ ફ્લાઈટ આ વર્ષે જ જુલાઈમાં લોન્ચ કરી હતી. સ્પેસ ટૂરિઝમ સેક્ટરમાં તેમની હરીફાઈ વર્જિન એટલાન્ટિકાના સર રિચર્ડ બ્રેન્સન સાથે છે. રિચર્ડ અને બેઝોસ સ્પેસ ટૂરિઝમને નવા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બેઝોસનું કહેવું છે કે બ્લૂ ઓરિજિન અત્યારસુધીમાં 100 મિલિયનની ટિકિટ વેચી ચૂક્યું છે. જોકે બુધવારે કોઈ પેસેન્જર એટલે કે ક્રૂને કેટલા ડોલરમાં ટિકિટ આપવામાં આવી એનો ખુલાસો હજુ સુધી કરાયો નથી.

image source

પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે. તેની સાથે જોડાયેલા એક બિનસરકારી સંગઠને પણ અનેક સવાલો કર્યા છે. બ્લૂ ઓરિજિનના CEO બોબ સ્મિથે આ સવાલોને જ નકામા ગણાવ્યા છે.

જુલાઇ માસમાં જ અબજોપતિ અમેરિકન બિઝનેસમૅન અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ અને ત્રણ અન્ય લોકો અંતરીક્ષની ઉડાણ ભરી આવ્યા.

આ યાત્રામાં બેઝોસ સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષનાં પૂર્વ પાઇલટ વૅલી ફન્ક અને 18 વર્ષના વિદ્યાર્થી ઑલિવિર ડાયમૅન પણ સામેલ થયા હતા..

આ તમામ લોકો બેઝોસની કંપની ‘બ્લૂ ઑરિજન’ના અંતરીક્ષયાન ‘ન્યૂ શૅફર્ડ’થી અંતરીક્ષ ભણી ઊડ્યા. આ કંપનીને અંતરીક્ષ-પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી.

‘ન્યૂ શૅફર્ડ’માં મોટીમોટી બારી છે, જેમાંથી યાનમાં સવાર લોકો અંતરીક્ષમાંથી પૃથ્વીનો ખૂબસૂરત નજારો જોઈ શકે.

મુસાફરી પૂરી કરીને ધરતી પર પરત ફર્યા બાદ બેઝોસે આ દિવસને એમનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “અત્યાર સુધીનો શ્રેષ્ઠ દિવસ”.

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેફ બેઝોસે અવકાશયાત્રા વિશે માહિતી આપી હતી.

image source

તેમણે જણાવ્યું હતું, “હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશયાત્રાએ જવાનું મારું સ્વપ્ન હતું. 20 જુલાઈએ મારા ભાઈ સાથે હું અવકાશયાત્રાએ જઈશ. સૌથી મોટું સાહસ, મારા સૌથી સારા મિત્ર સાથે.”

અત્રે ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ વર્જિન ગૅલેક્ટિકના રિચર્ડ બ્રાનસન પોતાના સ્પેસપ્લેન ‘વર્જિન વીએસએસ યુનિટી’ દ્વારા અંતરીક્ષની યાત્રા પર રવાના થયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને પાછા આવ્યા હતા.

આમ હવે અવકાશ એક નવુ ક્ષેત્ર ઉભરીને આવી રહ્યું છે મનોરંજન માટે યાત્રા કરવા માટેનું