આ દાદીને જોઈને તમારી ભાવના થઈ જશે બેકાબૂ, આ ઉંમરે પણ દાદી હસતાં હસતાં વેચી રહ્યા છે જ્યૂસ, જોઈ લો વીડિયો

જ્યૂસ વેચતા એક દાદીનો વીડિયો ઈંસ્ટાગ્રામ પર lifeofpunjabiofficial અકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો ભાવુક થઈ રહ્યા છે. એક વૃદ્ધ મહિલાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બા અમૃતસરના રાની દા બગીચાની બહાર આવેલા SBI બેંકની સામે, ઉપ્પલ ન્યૂરો હોસ્પિટલની નજીક જ્યૂસ વેચી રહ્યા છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે. આ વીડિયો ખ્યાતનામ પંજાબી સિંગર અમી વિર્કે પણ કમેન્ટ કરી છે. જે બાદ લોકો આ વૃદ્ધ મહિલાની મદદ માટે આગળ આવી રહ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

image source

હાલમાં આ વીડિયોની ડિમાન્ડ એટલી છે કે લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને મદદ માટે લોકોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક વૃદ્ધ દાદીમાં જીવન નિર્વાહ કરવા માટે આ ઉંમરે પણ કેટલી મથામણ કરી રહ્યાં છે. તેમ છતાં પણ તેમના ચહેરા પર જરાં પણ થાક કે ઉદાસી જોવા મળતી નથી એ સૌથી મોટી વાત છે.આ વૃદ્ધ મહિલા હસતા હસતાં પોતાનું કામ કરી રહ્યા છે.

image source

આમ તો અવાર નવાર સોશિયલ મીડિયા પર નવા નવા વીડિયો વાયરલ થતાં રહેતા હોય. ત્યારે હવે આ વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે અમુક વીડિયો મજેદાર હોય છે. જ્યારે અમુક વીડિયો જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. તો વળી કેટલાક વીડિયો ઈમોશનલ પણ કરી દેતા હોય છે. જે આપની આંખોમાંથી આંસૂ લાવવા માટે મજબૂર કરી દે છે. આ વીડિયો પણ એવા જ વીડિયોમાં સાબિત થયો છે કે જે જોઈને લોકો રડી રહ્યા છે. સાથે સાથે બાને મદદની અપીલ પણ કરી રહ્યા છે.

આ પહેલાં કોરોના કાળમાં પણ ઘણા વૃદ્ધોનો વીડિયો સામે આવ્યો હતા. એમાંથી જ એક એટલે કે રાજકોટના દાદીનો વીડિયો હતો. રાજકોટમાં એક 95 વર્ષના દાદી કે જેઓ કોરોનાથી સંક્રમિત છે અને તેમને એક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, તેઓ બેડ પર જ બેસીને ગરબા રમી રહ્યા હતા. વીડિયોમાં મોર બની થનગાટ કરે ગીત વાગી રહ્યુ છે અને આ દાદી તેના પર ગરબા રમી રહ્યા હતા. એ વીડિયો ચોક્કસપણે લોકોના જુસ્સામાં વધારો કરી રહ્યો હતો અને એક સકારાત્મક લહેર ઉત્પન્ન કરતો હતો. ત્યારે હવે આ દાદીનો વીડિયો ભારે ચર્ચામાં આવ્યો છે.