ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ થઈ ગયું હતું ઠપ? જાણો છો એ પાછળનું કારણ

ત્રણ વખત ફોન બંધ કર્યો, ચાર વખત ફ્લાઇટ મોડ ચાલુ કર્યો, બાદમાં જાણવા મળ્યું કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંધ છે. આ મેસેજ ગઈ કાલ રાતથી સોશિયલ મીડિયા પર વાયરલ છે. કારણ એ છે કે સોમવારે 2 અબજથી વધુ યુઝર્સના ફેસબુકની લાઈટો બંધ થઈ ગઈ. તેમનું સર્વર લગભગ 9.45 વાગ્યે ડાઉન થયું. વિશ્વનું બીજું સૌથી મોટું ડિજિટલ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ દર કલાકે 5.45 મિલિયન ડોલર ગુમાવી રહ્યું હતું, તે પણ માત્ર અમેરિકામાં.

image source

‘ફેસબુક ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઓક્યુલસ પણ લગભગ છ કલાક સુધી સંપૂર્ણપણે અટકી ગયા હતા. મોડી રાત્રે ફેસબુકે કહ્યું કે અમુક અમુક સેવાઓ યુઝર્સ એક્સેસ કરી શકે છે. કંપનીએ માફી માગી હતી પરંતુ સમસ્યા ક્યાંથી આવી તે જણાવ્યું નથી. ચાલો સમજીએ કે અત્યાર સુધી જે ચિત્ર સામે આવ્યું છે તે શું રજૂ કરી રહ્યું છે.

image source

ફેસબુક દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વોટ્સએપ દુનિયાની સૌથી મોટી પર્સનલ મેસેજ શેરિંગ એપ છે. યુવાઓમાં ઇન્સ્ટાગ્રામ સૌથી લોકપ્રિય એપ છે. સોમવારે રાત્રે ત્રણેય ડાઉન થઈ ગયા હતા

યુઝર્સ તેમના એકાઉન્ટને એક્સેસ નહોતા કરી શકતા. કોઈપણ સર્વિસ કામ નહોતી કરી રહી.

image source

ફેસબુકની ઇન્ટરનેશનલ એપ્લિકેશનોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. કંપનીની પોતાની ઇમેઇલ સિસ્ટમ પણ ઠપ પડી હતી. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે કંપનીના કેલિફોર્નિયા કેમ્પસમાં કર્મચારીઓ ઓફિસો અને કોન્ફરન્સ રૂમ પણ એક્સેસ નહોતા કરી શકતા જેના માટે સિક્યોરિટી બેઝની જરૂર હતી.

Downdetector અનુસાર, આ ફેસબુકનો સૌથી મોટો આઉટેજ હતો. વિશ્વભરમાંથી 10.6 મિલિયનથી વધુ રિપોર્ટ નોંધાયા હતા.

સોમવારે ફેસબુકનો શેર 4.9% ઘટ્યો. ગયા નવેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો હતો.

image source

ઇન્ટરનેટ આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ Downdetector અનુસાર, 40 ટકા યુઝર્સ એપ ડાઉનલોડ કરવામાં અસમર્થ હતા. 30 ટકાને મેસેજ મોકલવામાં સમસ્યા હતી અને 22 ટકાને વેબ વર્ઝન સાથે સમસ્યા હતી.

મંગળવારે વહેલી સવારે વોટ્સએપે ટ્વિટર પર કહ્યું છે કે, ‘હું તે બધાની માફી માંગુ છું જેઓ આજે વોટ્સએપનો ઉપયોગ કરી શક્યા નથી. અમે ધીમે ધીમે અને સાવધાનીપૂર્વક વોટ્સએપ સેવાઓ શરૂ કરી રહ્યા છીએ. તમારી ધીરજ બદલ ખૂબ ખૂબ આભાર. અમે તમને અપડેટ કરવાનું ચાલુ રાખીશું જ્યારે અમારી પાસે શેર કરવા માટે વધુ જાણકારી હશે.

ફેસબુકે સમગ્ર વાતનો સ્વીકાર કર્યો પરંતુ તેનું કારણ અને કેટલા યુઝર્સને અસર થઈ તે સ્પષ્ટ કર્યું નથી. રોઇટર્સે ફેસબુકના કેટલાક કર્મચારીઓને ટાંકીને કહ્યું હતું કે તેઓ માને છે કે આઉટેજ ઇન્ટરનલ રાઉટિંગની એક ભૂલન કારણે થયું છે.

ઘણા સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને ડાઉન થવું એ એક આંતરિક ભૂલ હતી. તણે અંદરના કોઈ માણસની ભૂમિકાની શક્યતાને નકારી ન હતી

image source

ફેસબુકના વેબપેજ પર, ડોમેન નેમ સિસ્ટમ (DNS) ભૂલ દર્શાવી રહી હતી. DNS દ્વારા વેબ એડ્રેસ તેમના યુઝર્સને તેમની મંજિલ પર લઈ જાય છે. મતલબ facebook.com ડોમેનને તેના મૂળ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ પર લઈ જાય છે. એક રિપોર્ટ અનુસાર, જો DNS રેકોર્ડ સાથે ગડબડી થાય તો વેબસાઇટ સાથે કનેક્ટ થવું અશક્ય બની શકે છે.ક્લાઉડફેયર સીટીઓ જ્હોન ગ્રેહામ-કમિંગે કહ્યું કે ફેસબુકના કોન્ફિગરેશનમાં ગરબડ થઈ હોય તેવું લાગે છે. તેમણે કહ્યું, ‘ફેસબુકે તેના રાઉટર્સ માટે કંઈક કર્યું હોય તેવું લાગે છે, જેનાથી ફેસબુક નેટવર્ક બાકીના ઈન્ટરનેટ સાથે જોડાય છે.’

જ્યારે ત્રણ મોટા પ્લેટફોર્મ ડાઉન હતા, ત્યારે લોકોએ ટ્વીટરનો સહારો લીધો હતો. એક પછી એક મેમ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા. એક યુઝરે ટ્વિટ કર્યું, ‘અમે બધા ટ્વિટર પર આવી રહ્યા છીએ તે જોવા માટે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક ખરેખર ડાઉન છે.’ બીજાએ ટ્વિટ કર્યું, “દરેક વ્યક્તિ ટ્વિટર પર દોડી રહ્યું છે કે વોટ્સએપ ખરેખર ડાઉન છે.” અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું, ‘ઇન્સ્ટાગ્રામ ડાઉન, ફેસબુક ડાઉન, વોટ્સએપ ડાઉન. તમે જાણો છો કે હવે કોનો હવાલો છે? ‘