Site icon News Gujarat

2 વેક્સિન લીધા બાદ પણ ફરાહખાન થઈ કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી

બોલીવુડની દિગગજ ફિલ્મમેકર અને સેલિબ્રિટી ડાન્સ કોરિયોગ્રાફર ફરાહ ખાનને હાલમાં જ કોવિડ પોઝટિવ આવ્યા છે. ફરાહ ખાને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને આ વિશે જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે ફરાહ ખાનને કોરોનાની બન્ને વેકસીન લગાવાઈ ચુકી છે અને તેમ છતાં એ કોવિડ 19થી સંક્રમિત થઈ ગઈ છે.

મુકાવ્યા હતા વેકસીનના બન્ને ડોઝ.

image source

જો કે એમને આશા દર્શાવી છે કે જલ્દી જ એ રિકવર થશે. કોરિયોગ્રાફરે એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે મને આશ્ચર્ય છે કે શું મારી સાથે આવું એટલા માટે થઈ ગયું કારણ કે મેં કાળું ટપકું નહોતું કર્યું. બન્ને વેકસીન લગાવ્યા અને લગભગ બધા જ ડબલ વેકસીનેટેડ લોકો સાથે કામ કરવા છતાં મારી સાથે આવું થયું.

image source

ફરાહ ખાને લખ્યું છે કે તો ય મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવી ગયો છે. હું જે પણ લોકોના સંપર્કમાં આવી છું એમને મેં પહેલા જ સૂચિત કરી દીધા છે અને ટેસ્ટ કરાવવાનું કહ્યું છે. વધતી ઉંમર અને ઘટતી યાદશક્તિના કારણે જો કોઈને જણાવવાનું ભૂલી ગઈ હોય તો તમે પણ ટેસ્ટ કરાવી લેજો. આશા છે કે હું જલ્દી જ ઠીક થઈ જઈશ.

તમને જણાવી દઈએ કે હાલમાં જ ફરાહ ખાન રિયાલિટી ટીવી શો સુપર ડાન્સરમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે દેખાઈ હતી. બન્નેએ સાથે સ્ટેજ પર ડાન્સ પર પરફોર્મ કર્યો હતો. એ સિવાય ફરાહ ખાન હાલમાં જ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે પણ એક વિડીયો શેર કર્યો હતો જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ફરાહ ખાને શાહરુખ ખાનના ગાલ પર કિસ પણ કરી હતી.

image source

સુપર ડાન્સર 4 સિવાય ફરાહ ખાન અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિ 13ના એક એપિસોડમાં દીપિકા પાદુકોણ સાથે દેખાવાની છે જેનું શૂટિંગ એમને થોડા સમય પહેલા જ કર્યું હતું.

image source

કોરિયોગ્રાફર હાલના દિવસોમાં ઝી કોમેડી ફેકટરીમાં જજ બનેલી દેખાય છે જેમાં સુગંધા મિશ્રા, સંકેત ભોંસલે, અલી અસગર, ગૌરવ દુબે, બલરાજ, સિદ્ધાર્થ સાગર અને દિવ્યાંશ દ્વિવેદી હેવા કોમેડિયન બે ટીમોમાં દર્શકોને હસાવવાનું કામ કરી રહ્યા છે. હવે ફરાહ ખાનની ગેરહાજરીમાં સિંગર મિકા સિંહ એમની જગ્યા લેશે.

Exit mobile version