અનન્યા અને આર્યન વચ્ચેની ગાંજાની ચેટ વાયરલ થતાં હાહાકાર, બસ પછી તો અધિકારીઓ હાથ ધોઈને પાછળ પડી ગયા

2 ઓક્ટોબરના રોજ મુંબઈની એક ક્રૂઝ પાર્ટીમાં દરોડા બાદ જે વાવાઝોડું બોલિવૂડ સ્ટાર કિડ્સના જીવનમાં શરુ થયું છે તે અટકવાનું નામ લઈ રહ્યું નથી. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડના અન્ય સ્ટાર કિડ્સના માતાપિતા પણ હવે ચિંતામાં મુકાયા છે. આ સ્ટાર કિડ્સ એવા છે જેઓ આર્યન ખાનના સારા મિત્ર છે અને તેમની સાથે આર્યન ખાનની વોટ્સએપ પર વાતચીત થતી હોય છે. બાળકોએ શું વાત કરી તે વાતચીત હવે એનસીબીની ટીમ જગજાહેર કરી રહી છે.

image source

આર્યન ખાનના કેસમાં ગુરુવારે એનસીબીની ટીમે ચંકી પાંડેના ઘરે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને ત્યારબાદ અનન્યા પાંડેને પુછપરછ માટે નોટિસ ફટકારી હતી. એનસીબીની ઓફિસમાં અનન્યાની ગુરુવારે 2 કલાક પુછપરછ થઈ હતી. આ સમયે ચંકી પાંડે તેની સાથે હતો. આ સિવાય સતત બીજા દિવસે પણ અનન્યા પાંડેને એનસીબીએ પુછપરછ માટે સમન્સ મોકલ્યું હતું.

image osurce

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. હવે આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેનું નામ પણ સામે આવ્યું છે. એનસીબીના અધિકારીઓ સતત બે દિવસથી તેની પૂછપરછ કરી રહ્યા છે. આ સાથે જ કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પણ ત્યારે ફગાવી દીધી જ્યારે એનસીબીએ તેની ચેટ્સ કોર્ટ સામે રજૂ કરી હતી. આ બાદ અનન્યા પાંડેની પુછપરછ શરુ થઈ છે.

બે દિવસની પુછપરછ બાદ હવે અનન્યા અને આર્યન વચ્ચે શું વાતચીત થઈ હતી તે પણ સામે આવ્યું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીબી અનન્યા પાંડેને જે વિષયે પૂછપરછ કરી રહી છે તે વોટ્સએપ ચેટ્સ આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વર્ષ 2018-2019માં થઈ હતી. આ વોટ્સએપ ચેટમાં આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજા વિશે વાત કરી રહ્યા છે. એનસીબીએ બંનેના ફોન જપ્ત કર્યા છે અને તેની તપાસ કરતાં આ વાત સામે આવી હતી. જો કે અનન્યાએ કેટલીક વાતોને એમ કહીને ટાળી દીધી હતી કે તેને કંઈ યાદ નથી.

image source

આ ચેટમાં આર્યન ખાન અનન્યા પાંડેને પુછે છે કે જો ગાંજાની વ્યવસ્થા કરી શકાય એમ હોય તો. ત્યારે અનન્યા કહે છે કે થઈ જશે… એનસીબીની ટીમે જ્યારે ગુરુવારે અનન્યા પાંડેને પૂછપરછ દરમિયાન આ ચેટ બતાવી તો અનન્યાએ કહ્યું કે તે આર્યન ખાન સાથે મજાક કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિવાય પણ બંને વચ્ચે એવી ઘણી વાતો થઈ છે જેમાં તેઓ નશીલા પદાર્થો વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

image source

અનન્યાને જ્યારે પુછવામાં આવ્યું કે તેણે ક્યારેય આર્યન સાથે ડ્રગ્સ લીધું છે તો તેણે ના કહી દીધી હતી. સાથે જે તેણે કહ્યું હતું કે તેમની વચ્ચે ડ્રગ્સને લઈને ક્યારેય કોઈ વાત થઈ જ નથી. જો કે ગુરુવારની પુછપરછ બાદ અનન્યા ચિંતીત દેખાતી હતી.