આ એનસીબી ઓફીસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નહિ, અનન્યા પાંડે પર સમીર વાનખેડે થયા ગુસ્સે

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના જોનલ ડાયરેકટર સમીર વાનખેડેએ કથિત રીતે અનન્યા પાંડેને શુક્રવારે એજન્સી ઓફિસમાં નિયત સમય કરતાં ત્રણ કલાક પછી પહોંચવા માટે ફટકાર લગાવી છે. તમને જણાવી દઈએ કે બોલિવુડ અભિનેત્રીને મુંબઈ ડ્રગ્સ મામલામાં એનસીબીની તપાસના સિલસિલામાં શુક્રવારે સવારે 11 વાગે એજન્સીની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું જેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આ મહિનાની શરૂઆતમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

અનન્યા પાંડેને શુક્રવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે એનસીબી ઓફિસમાં રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું.એ આખરે શુક્રવારે બપોરે 2 વાગે એજન્સી કાર્યાલય પહોંચી હતી. એનસીબીને જોનલ ડાયરેકટર સમીર વાનખેડેએ કથિત રીતે એજન્સી ઓફિસમાં ત્રણ કલાક મોડા આવવા બદલ અભિનેત્રીને ફટકાર લગાવી હતી.

સૂત્રો અનુસાર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને જણાવ્યું કે એનસીબી પ્રોડક્શન હાઉસ નથી પણ કેન્દ્રીય એજન્સીની ઓફીસ છે. સૂત્રો અનુસાર બૉલીવુડ અભિનેત્રીને એજન્સી કાર્યાલયના સમય પર પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.

image source

અનન્યા પાંડેની શુક્રવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ મુંબઈની એમની ઓફિસમાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. એ પહેલાં અનન્યા પાંડે ગુરુવારે એનસીબી સામે રજૂ થઈ હતી જ્યારે એજન્સીએ એમને મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ અંગે ઝડપી હતી. એનસીબીએ એમનું લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો છે.

image source

એનસીબીએ કથિત રીતે આ કેસમાં એમની તપાસ દરમિયાન આર્યન ખાનના ફોનમાંથી ડ્રગ્સ સંબંધિત એમની વાતચીતનો પુનઃપ્રાપ્ત કરી હતી. એનસીબીના કહેવા અનુસાર આયર્ન ખાન અમે અનન્યા પાંડે વચ્ચે વાતચીત દરમિયાન આર્યન અનન્યાને ગાંજા વિશે વાત કરી રહ્યા હતા. આર્યન પૂછી રહ્યા હતા કે શું ગાંજાની વ્યવસ્થા કરવા માટે કોઈ જુગાડ થઈ શકે છે. એના પર અનન્યા પાંડેએ જવાબ આપ્યો કે હું વ્યવસ્થા કરીશ

image source

વાત જાણે એમ છે કે મુંબઈ ડ્રગ્સ પાર્ટી કેસમાં એનસીબીની તપાસનો વિસ્તાર વધતો જાય છે. બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આયર્ન ખાન અને એમના સથી આ મામલે જેલના સળિયાની પાછળ છે તો હવે આ કેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડે પણ એનસીબીની રડાર પર છે. શુક્રવારે અનન્યા પાંડેની આ મામલે બીજીવાર પૂછપરછ કરવામાં આવી પણ એ એનસીબીની ઓફિસે નક્કી કરેલા સમય કરતાં ત્રણ કલાક મોડી પહોંચી હતી. એમનું આમ મોડું આવવું એનસીબીને બિલકુલ ગમ્યું નહોતું, જેના કારણે અનન્યા પર એનસીબી અધિકારી ગુસ્સે થયા હતા.