કુતરાને સાથે રાખવા માટે આ વ્યક્તિએ કર્યા પ્રાઈવેટ જેટમાં આ બદલાવ, જાણો તમે પણ…

કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓ વિશે ખૂબ જ પઝેસિવ હોય છે. કેટલાક પેટ લવર તેમના પાલતુ પ્રાણીઓ માટે હજારો અને લાખો રૂપિયાની ખરીદી કરે છે અને તેમને આરામદાયક જીવન આપવા માટે પાણીની જેમ પૈસા રેડે છે, આજે આવા જ એક પેટ લવર વિશે અમે તમને જણાવીશું. આ વ્યક્તિએ મુસાફરી કરતી વખતે પણ તેના કૂતરા ને તેની સાથે રાખવા માટે ખાનગી જેટમાં ફેરફાર કર્યો છે.

કૂતરા માટે બનાવી સીટ :

image source

મળતી માહિતી મુજબ વ્યવસાયે પાઇલટ જસ્ટિન કોલમેન તેના કૂતરા ગેસને પ્રેમ કરે છે અને તેને હંમેશાં તેની સાથે લઈ જવાનું પસંદ કરે છે. જેના કારણે તેમણે વિમાનમાં ફેરફાર કરી તેને ખાસ સીટ બનાવી છે. તેમનું ડોગ જ્યારે ૧૨ અઠવાડિયાનો હતો ત્યારથી તેના માલિક જસ્ટિનના આરવી-9એ વિમાનમાં ઉડાન ભરી રહ્યો છે.

image soure

આ ગોલ્ડન રિટ્રીવર તેની ફ્લાઇટ્સનો ખૂબ આનંદ માણે છે. જસ્ટિન કહે છે કે તે વિમાનમાં રહેલા માણસ કરતાં તેના પાલતુ પ્રાણી સાથે વધુ આરામદાયક અનુભવે છે.

તેમની સાથે એક બીજું પાલતુ પ્રાણી પણ કરે છે સફર :

image source

ડેનવરમાં રહેતા 42 વર્ષીય જસ્ટિન કહે છે, “મેં પેસેન્જર સાઇડ સ્ટીક કાઢી નાખી હતી જેથી કોઈપણ વ્યક્તિ આકસ્મિક રીતે વિમાનમાં ચઢી ન શકે.” ગસ ઉપરાંત હવે મારી નાનકડી ગલુડિયા ડોરા પણ અમારી સાથે ઉડી રહી છે અને તે પણ અમારી સાથે ખૂબ એન્જોય કરે છે.

image source

ખરેખર લોકો આટલા હદ સુધી પણ જનાવર પ્રત્યે ગાંડા હોય છે, તે જાણીને અચરજ થાય છે. જોકે, આ પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા તમે જોયા હશે કે, જેમા આવી રીતે પોતાના પાલતું પેટ પાછળ તેમણે લાખો રૂપિયા ખર્ચ કર્યા હોય. આ લોકોને જો તેમના પાલતું પેટ કમ્ફર્ટમાં રહે તો જ તેમને કમ્ફર્ટ મળે છે. ખરેખર અદ્ભુત છે આ દુનિયા. ખબર નહિ હજુ પણ કેટલા અવનવા રંગ આમાં જોવા મળશે.