અમિતાભ બચ્ચનની ટાઈ બો આવી ચર્ચામાં, કેબીસીમાં બિગ બીનો લુક સ્ટાઇલ કોણ કરે છે?

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દુનિયા દિવાની છે. અમિતાભ બચ્ચને ફક્ત પોતાની એક્ટિંગથી જ નહીં પણ પોતાની સ્ટાઇલ, ચાર્મ અને શાનદાર પર્સનાલિટીથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અમિતાભ બચ્ચનની સ્ટાઇલ ફક્ત ફિલ્મો સુધી જ સીમિત નથી પણ એમને પોતાના ટીવી ગેમ શો કોન બનેગા કરોડપતિમાં પણ એમની સ્ટાઇલ અને કપડાથી એક નવું સ્ટાન્ડર્ડ કાયમ કર્યું છે.

image source

કોન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચનના કપડાથી લઈને એમની બો ટાઈ સુધી ચર્ચામાં રહે છે. અમિતાભ આજે પણ એમના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ફેન્સને ફેશન ગોલ્સ આપે છે.’

image source

ગેમ શોમાં અમિતાભ બચ્ચનના શુટ્સ પછી હવે એમની બો સ્ટાઇલ ટાઈ ખૂબ જ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા બો ટાઈ આઉટ ઓફ ફેશન થઈ ગઈ હતી. પણ કેબીસી સિઝન 13માં અમિતાભ બચ્ચનના બો ટાઈ ફ્લોન્ટ કર્યા પછી એ હવે ફરી એકવાર ફેશન વર્લ્ડમાં પરત ફરી છે.

image source

કેબીસીના નવા સીઝનમાં અમિતાભ બચ્ચન જે બો ટાઈને ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે એ વિક્ટોરિયન ક્રાવટથી ઇન્સપાયર છે. એ ટાઈ ઓરીજીનલી એક કપડાનો ટુકડો હતી, જેને એ યુગના પુરુષો પોતાની ગરદનની ચારેબાજુ બાંધતા હતા અને એમના શર્ટના કોલરની અંદર પહેરતા હતા.

image source

કોન બનેગા કરોડપતિ 13માં અમિતાભ બચ્ચનની તાઈ બો ફરી એકવાર ચર્ચામાં છે. પણ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચનની ટાઈ બોની ડિઝાઇનિંગનું ક્રેડિટ એમની સ્ટાઈલિસ્ટ પ્રિયા પાટીલને જાય છે. પ્રિયા પાટીલ અમિતાભ બચ્ચનની ફેશન સ્ટાઈલિસ્ટ છે. પ્રિયા એમના કપડાં અને એક્સેસરીઝ માટે જાણીતી છે. જેને સ્પેશિયલી પુરુષો માટે ડિઝાઇન કરવામાં આવે છે.

image source

પ્રિયા અમિતાભ બચ્ચનના સ્ટાઈલિસ્ટ તરીકે એક દશકથી વધુ સમયથી એકટર સાથે કામ કરી રહી છે. કેબીસી શોમાં અમિતાભ બચ્ચનની બો ટાઈ પાછળ પ્રિયા છે. પ્રિયા આ સીઝનમાં અમિતાભ બચ્ચનના લુક સાથે કંઈક નવું કરવા માંગતી હતી જેના કળને એમને ટાઈ બોને ફરી એકવાર ફેશન વર્લ્ડમાં ઇન્ટ્રોડ્યુસ કરી.

image source

ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ કહ્યું કે બોને ટાઈના કપડાથી બનાવવામાં આવે છે અને એને સૂટની સાથે શર્ટના કોલરમાં પહેરવામાં આવે છે. ગયા વર્ષે એમને બિગ બીના સૂટ સાથે બ્રોચનો ઉપયોગ કર્યો હતો એટલે આ વખતે એમને બો ટાઈને ફરીથી ઇવેન્ટ કરવા વિશે વિચાર્યું.

image source

કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનના સ્ટાઈલિશ અને ડેશીંગ સુટ્સ તો હંમેશાથી જ ચર્ચામાં રહ્યા છે. પણ આ સીઝનમાં એમની બો ટાઈ એમના લુકને વધુ એટ્રેકટિવ અને સ્ટાઈલશ ટચ આપી રહી છે.

image source

રિપોર્ટ્સ છે કે અમિતાભ બચ્ચન જે સૂટ પહેરે છે એમના માટે કપડું ઇટલીથી ખરીદવામાં આવે છે. રિપોર્ટ્સમાં એ પણ કહ્યું છે કે બિગ બીના સૂટનું કપડાના થ્રેડ કાઉન્ટ 120 હોય છે. સાથે જ બિગ બી માટે પસંદ કરવામાં આવેલા કપડાં મોટાભાગે ચેક અને ડાર્ક કલરના હોય છે.

image source

રિપોર્ટ્સ એ પણ છે કે અમિતાભ બચ્ચનના સુટ્સમાં લગાવવામાં આવેલા બટન પણ ઇમ્પોર્ટડ હોય છે. એમના સૂટના બટન પણ ઇટલી અને થાઈલેન્ડ જેવા દેશમાંથી ખરીદવામાં આવે છે.