દિશા વકાણીએ કર્યો ખુલાસો, દયાબેન વારંવાર કેમ કહે છે વારંવાર ટપ્પુ કે પાપા.

દિશા વકાણીના નામથી કદાચ બહુ લોકો એમને જાણતા ન હોય પણ જો દયા બેન કહેવામાં આવે તો લોકો તરત જ એમને ઓળખી લેશે. તારક મહેતા કા ઉલટા ચશ્માંની દયા બેનના રોલથી ઘર ઘરમાં જાણીતી બનેલી દિશા વકાણી ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાન જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી ચુકી છે પણ એમને સાચી ઓળખ મળી દયા બેનના પાત્રથી

.

image source

ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી દિશા વકાણીએ વર્ષ 2009થી લઈને વર્ષ 2018 સુધી તારક મહેતા કા ઉલટા ચશ્મા દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. દયા બેનના પાત્રમાં દિશાની વાત કરવાની સ્ટાઇલ દરેકને ગમી. જો કે દિશા વકાણી તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાંથી વિદાય લઈ ચુકી છે તો એમના ફેન્સ એમના મોઢે ટપ્પુ કે પાપા સાંભળવા માટે તરસી ગયા છે. કોઈ નથી જાણતું કે દિશા ફરીથી શોનો ભાગ બનશે કે નહીં પણ દર્શક કદાચ જ એમની જગ્યાએ અન્ય કોઈ અભિનેત્રીને જોઈ શકે.

કેમ ટપ્પુ કે પાપા કહીને જેઠાલાલને બોલાવતી હતી દિશા વકાણી?

image source

આજે તમને દિશા વકાણી વિશે એક રસપ્રદ વાત જણાવીએ. આ વાત ત્યારની છે જ્યારે દિશા વકાણી શોનો ભાગ હતી અને એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં એમને ખુલાસો કર્યો હતો કે એ પોતાની ફેમસ લાઇન ટપ્પુ કે પાપા પર વાત કરતા દયા બેન ઉર્ફે દિશા વકાણીએ કહ્યું હતું કે ગુજરાતી પરિવારોમાં એ પ્રથા છે કે પત્ની એના પતિને એના નામથી નથી બોલાવતી.

image source

એવું માનવામા આવે છે કે જો એ એવુ કરે છે તો એના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. એ જ કારણ છે કે એ એમના પતિને એમના બાળકના પિતાના રૂપે સંબોધિત કરે છે કે પછી એવું કહેશે કે શું તમે સાંભળી રહ્યા છો?

image source

એ દરમિયાન શોને લઈને દયા બેન ઉર્ફે દિશા વકાણીએ એમ પણ કહ્યું હતું કે મને લાગે છે કે ઢગલાબંધ હાસ્ય જરુરી નથી કે શોને કોમેડી બનાવી દે. પણ દર્શકોને શો જોઈને અચાનક હસવું આવવું જોઈએ. અમારો શો તારક મહેતા એક રીતે ચાર્લી ચેપ્લિનની યાદ અપાવે છે. જેમનું કહેવું હતું કે મને હંમેશા વરસાદમાં ચાલવું ગમે છે એટલે કોઈ મને રડતા ન જોઈ લે.