Site icon News Gujarat

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકાનો ડ્રગ્સ મામલે સૌથી મોટો ધડાકો

બોલિવૂડ અને ડ્રગ્સનું કનેકશન ફરી એકવાર ધુણી રહ્યું છે અને આ વખતે વિવાદમાં ફસાયા છે બોલિવૂડના કિંગ ખાન. કારણ કે એનસીબીએ ક્રૂઝ રેવ પાર્ટી પર દરોડો કરી અને શાહરુખ ખાનના દીકરા સહિત કેટલાકની ધરપકડ કરી લીધી છે. આર્યન ખાન હાલ કસ્ટડીમાં છે અને વિવાદમાં ફસાયો છે શાહરૂખ ખાન. જો કે આ વખતે બોલિવૂડ કિંગ ખાનના પુત્ર આર્યન ખાનના સમર્થનમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ આગળ આવી રહી છે.

image source

હાલમાં આર્યન ખાન સહિત તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે. જો કે આર્યન ખાને ડ્રગ્સ લીધું કે નહીં, તેને સજા થવી જોઈએ કે જામીન તે તો કોર્ટ પર છે પરંતુ આ મુદ્દા પર જોરદાર રીતે સોમી અલી આર્યન ખાનના સપોર્ટમાં ઉતરી છે. સોમી અલી એટલે યાદ કરાવી દઈએ કે સલમાન ખાનની એક્સ ગર્લ ફ્રેન્ડ. તેણે આર્યન ખાનના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર એક મસમોટી પોસ્ટ લખી છે. જેમાં તેણે આર્યન ખાનને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે.

image source

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ આર્યન ખાનને સપોર્ટ કર્યો છે અને તેને મુક્ત કરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિને ગુના તરીકે જોવાનું બંધ કરવું જોઈએ. સોમી અલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આર્યનને નિર્દોષ ગણાવતી આ પોસ્ટ શેર કરી છે.

તેમાં તેણે લખ્યું છે કે, ‘કયા બાળકે ડ્રગ્સ સાથે એક્સપેરીમેન્ટ નથી કર્યો? આ બાળકને ઘરે જવા દો. વેશ્યાવૃત્તિની જેમ, ડ્રગ્સ જેવા નશો ક્યારેય સમાપ્ત થઈ શકતા નથી. એટલા માટે આ બંનેને ગુના તરીકે ગણાવવાનું રોકવું જોઈએ. અહીં કોઈ સંત નથી. ‘

આ સાથે સોમી અલીએ મોટો ધડાકો કરતાં લખ્યું છે કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેણે પોતે પોટ નામનું ડ્રગ્સ લીધું હતું. એટલું જ નહીં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે અભિનેત્રી દિવ્યા ભારતી સાથે ડ્રગ્સનું સેવન કર્યું હતું. સોમીએ આગળ લખ્યું હતું કે, ‘મેં 15 વર્ષની ઉંમરે પોટ અજમાવ્યો અને પછી ફિલ્મ ‘ આંદોલન’ના શૂટિંગ દરમિયાન દિવ્યા ભારતી સાથે ફરી લીધું હતું. મને આ વાતનો કોઈ અફસોસ નથી! ‘

સોમી અલીએ આગળ લખ્યું છે કે, ‘ન્યાયિક વ્યવસ્થા આર્યન ખાનનો ઉપયોગ પોતાની વાત સાબિત કરવા માટે કરી રહી છે. તેના કારણે આ બાળક બિનજરૂરી રીતે તકલીફ ભોગવી રહ્યો છે. આમ કરવાને બદલે જો ન્યાયતંત્ર બળાત્કારીઓ અને હત્યારાઓને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો ? આ સાથે તેણે લખ્યું છે કે આર્યન ખાને કંઈ ખોટું કર્યું નથી અને તેને ન્યાય મળશે.

શું છે સમગ્ર ઘટના ?

આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની 2 ઓક્ટોબરે મુંબઈમાં ક્રૂઝ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે તેને 1 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી, પરંતુ દાવો છે કે તેના મિત્ર અરબાઝના જૂતામાં રાખેલું 6 ગ્રામ ચરસ એનસીબીને મળી આવ્યું છે. ત્યાર પછી આર્યન સહિત અરબાઝ અને મુનમુન ધામેચાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Exit mobile version