જે લકઝરી ક્રુઝ પર પાર્ટી કરી રહ્યા હતા આર્યન ખાન, આટલું છે એક રાતનું ભાડું

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કેસના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. પહેલા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કેસમાં ઘણા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી. હવે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ ડ્રગનો નવો કેસ સામે આવ્યો છે. એનસીબીએ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને અરેસ્ટ કરી લીધો છે.

image source

આર્યન ખાન આમ તો લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ એ એક ક્રુઝ પાર્ટીનો ભાગ બન્યા જ્યાં એમને એનસીબીએ ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાના આરોપ હેઠળ અરેસ્ટ કરી લીધા છે. એમને હાલ એનસીબીએ એક દિવસની કસ્ટડીમાં રાખ્યા છે.

आर्यन खान
image source

આર્યન ખાન બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા છે. એ એક લિકઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે. આર્યન ખાન જે ક્રુઝમાં પાર્ટી કરી રહ્યા હતા એ પણ કોઈ સામાન્ય શિપ નહોતી અને એમાં ઘણી બધી સુવિધાઓ હતી. આ શિપમાં પાર્ટી કરવાનો કે નાઈટ સ્પેન્ડ કરવાનો ખર્ચો પણ ખૂબ જ વધારે છે.

આ ક્રુઝ વોટરવેઝ લીઝર ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડનું છે. એનું નામ કોર્ડલિયા ક્રુઝ છે. ક્રુઝમાં ઘણા પ્રકારની સુવિધાઓ છે. પાર્ટી માટે અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા માટે ક્રુઝમાં દરેક પ્રકારની સગવડ આપવામાં આવી છે. એટલે જ તો એની મજા લીધા પછી ઘણા દિવસ સુધી લોકો આ સફરને યાદ રાખે છે અને આકર્ષિત પણ થાય છે.

कॉर्डेलिया क्रूज
image source

આ ક્રુઝમાં તમને ફૂડ પેવેલિયન મળશે. 3 સ્પેશિયલ રેસ્ટોરેન્ટ મળશે. 4 બાર મળશે. ફિટનેસ સેન્ટર પણ આ ક્રુઝમાં છે. સ્પા અને સલૂન પણ શિપની અંદર છે. એક કેસીનો છે અને એક થિયેટર છે. એક શાનદાર સ્વિમિંગ પુલ પણ છે. નાઈટકલબ છે. લાઈવ બેન્ડ અને ડીજે છે. શોપિંગ કોમ્પ્લેક્સ છે અને એડવેન્ચર એક્ટિવિટી સહિત બીજું ઘણું બધું છે.

થોડું વધુ વિસ્તારથી ક્રુઝની અંદરની ફેસિલિટી વિશે જાણીએ તો એના કસીનો પણ ખૂબ જ જબરદસ્ત છે. કદાચ જ ભારતમાં તમને ક્યાંય પણ આવો કસીનો જોવા મળશે. કસીનોનું બાર પણ શાનદાર છે જ્યાં તમે તમારું મનપસંદ ડ્રિન્ક લઈ શકો છો. તમારા પસંદના મ્યુઝિકનો આનંદ લઈ શકો છો.

क्रूज
image source

હવે જ્યારે આટલી બધી ફેસિલિટી ક્રુઝ પર આપવામાં આવી છે તો એનું પેકેજ પણ જરા મોંઘું જ હશે. કોર્ડલિયા ક્રુઝનું ટુર પેકેજની શરૂઆત 17700થી થાય છે આ રેટ એક રાતનો છે. કોર્ડલિયા ક્રુઝના 2 રાતના મુંબઈથી ગોવા ટુર પેકેજના 53100 રૂપિયા છે. એમાં બે લોકો સામેલ થઈ શકે છે. એ જ રીતે બે રાતનું હાઈ સી પેકેજ બે લોકો માટે 35400 રૂપિયા છે.

कॉर्डेलिया क्रूज
image source

તમને જણાવી દઈએ કે કોર્ડલિયા ક્રૂડની શરૂઆત ભારતમાં 18 સપ્ટેમ્બર 2021ના રોજ શરૂ થઈ હતી. સાથે જ આવતા વર્ષથી શ્રીલંકા માટે પણ આ ક્રુઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. આર્યન ખાન કેસમાં એનસીબીની ટીમ આ ક્રુઝની પાર્ટીના મહેમાન બનીને પહોંચી હતી.

આર્યન ખાનની વાત કરીએ તો રવિવારના દિવસે એમને એક દિવસની કસ્ટડીમાં એનસીબીએ લઈ લીધા હતા. આર્યન ખાને એનસીબીની સામે કબુલ્યું કે પાર્ટીમાં એમને ડ્રગ્સ લીધું હતું. સાથે જ એ શોખ તરીકે ડ્રગ્સનું સેવન કરે છે. એ પછી એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરી લીધી છે.