કાવ્યાનો રોલ કરવા પાછળનું કારણ જણાવ્યું મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માએ, જાણો તમે પણ

એકટર મીથુન ચક્રવર્તીની વહુ, મદાલસા શર્મા હાલના દિવસોમાં ટીવીના નંબર વન શો અનુપમામાં દેખાઈ રહી છે. આ શોમાં એ નેગેટિવ રોલ કરી રહી છે એમના કેરેકટરનું નામ કાવ્યા છે.શોમાં કાવ્યાના રોલને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એ પોતાના રોલને ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. હવે મદાલસા શર્માએ એક રિલ્સ વિડીયો શેર કર્યો છે જેમાં એમને ફેન્સને અમુક સવાલોના જવાબ આપ્યા. મદાલસાએ એ પણ જણાવ્યું કે એમને નેગેટિવ રોલ કેમ કર્યો.

મદાલસાએ આપ્યા ફેન્સના સવાલોના જવાબ

image source

પહેલો સવાલ કે તમે નેગેટિવ રોલ કેમ પસંદ કર્યો? એના પર મદાલસાએ જવાન આપ્યો કે કાવ્યા શોમાં મસાલો એડ કરે છે. બીજો સવાલ કે તમે ટ્રોલિંગને કઈ રીતે અવોઇડ કરો છો? એના પર મદાલસાએ જવાબ આપ્યો કે હું ટ્રોલિંગથી ખુદને પરેશાન નથી થવા દેતી.

તમે ફિલ્મોમાં ફરીથી કામ કેમ નથી કરતા? આ સવાલના જવાબમાં મદાલસાએ કહ્યું કે ટીવી ચાલી રહ્યું છે. ચોથો સવાલ કે કાવ્યા હવે આગળ શું કરશે? એના પર મદાલસાએ જણાવ્યું કે એ જાણવા માટે તમારે સોમવારથી શુક્રવાર, 10 વાગે અનુપમાં જોવું પડશે.

મદાલસાએ ફિલ્મોમાં કર્યું છે કામ

image source

તમને જણાવી દઈએ કે મદાલસા એક્ટ્રેસ શીલા શર્મા અને ડાયરેકટર સુભાષ શર્માની દીકરી છે..એ બોલીવુડમાં ગણેશ આચાર્યના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ એન્જલમાં કામ કરી ચુકી છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા એક્ટ્રેસ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગમાં દેખાઈ હતી.

મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીંગ છે. એ ઇન્સ્ટા રિલ્સ બનાવે છે. શોની કાસ્ટ સાથે મળીને પણ એમને ઘણી મજેદાર રિલ્સ બનાવી છે.

image source

એક્ટ્રેસ મદાલસા શર્માએ મિથુન ચક્રવર્તીમાં દીકરા મહાઅક્ષય સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા એ પછી એ વધુ ચર્ચામાં રહી હતી. સ્ટાર પ્લસના જાણીતા ટીવી શો અનુપમાએ હવે મદાલસાને ઘર ઘરમાં ખૂબ જ લોકપ્રિય બનાવી દીધી છે.

image source

વાત કરીએ અનુપમાં ફેમ મદાલસા શર્માના નેચરની તો એમનું આખુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નટખટ અને ચુલબુલા ફોટાથી ભરેલું છે. ભલે શોમાં એમનો નેગેટિવ રોલ હોય ઓન અસલ જીવનમાં એ ખૂબ જ ખુશનુમા રહેવાનું પસંદ કરે છે.

image source

અનુપમાં શોમાં દરેકની સાથે પંગો અને દરેકની સાથે ઝગડતી મદાલસાનું અનુપમાના આખા સ્ટાર કાસ્ટ સાથે કમાલનું બોન્ડિંગ છે અને ફોટામાં પણ એ વાતસ્પષ્ટ રીતે દેખાય છે. જેમ શોમાં મદાલસા વનરાજ અને અનુપમાને નીચું દેખાડવાનો એક મોકો હાથમાંથી નથી જવા દેતી. પણ એ અસલ જીવનમાં બધા એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે.