25 લાખના આ સવાલનો જવાબ ન આપી શકી ડૉ. નેહા બથલા, શુ તમને આવડે છે?

કોન બનેગા કરોડપતિ 13ના 24 ઓગસ્ટના એપિસોડમાં ડૉ નેહા બાથલા હોટ સીટ પર બેઠી. હોસ્ટ અમિતાભ બચ્ચને 23 ઓગસ્ટના રોજ પહેલા કન્ટેસ્ટન્ટ જ્ઞાનરાજ સાથે 13મી સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. પણ જ્ઞાનરાજ ફક્ત 3 લાખ 20 હજાર રૂપિયા જ જીતી શક્યા. એ પછી ડૉ. નેહા બાથલા હોટ સીટ પર બેઠી હતી પણ 2 સવાલ રમ્યા પછી જ હુટર વાગી ગયું હતું.’

image source

25 ઓગસ્ટના એપિસોડમાં અમિતાભ બચ્ચને ડૉ નેહા બાથલાની સાથે ગેમને આગળ વધારી. નેહા બાથલા વ્યવસાયે જાનવરોની ડોકટર છે અને એ કોન બનેગા કરોડપતિ 13માં પોતાના સસરા સાથે આવી હતી. ડૉ નેહા બાથલાએ ખૂબ જ સરસ ગેમ રમી હતી અને એમના જ્ઞાનથી અમિતાભ બચ્ચનને પણ ઈમ્પ્રેસ કરી દીધા હતા.

image source

એમને 10 હજાર રૂપિયા માટે પૂછેલા સવાલ પર પહેલી લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો. એ પછી એમને 3 લાખ 20 હજાર રૂપિયા સુધીનો પડાવ લાઈફલાઈન વગર પાર કર્યો. 12માં સવાલ સુધી આવતા આવતા એમને પોતાની છેલ્લી લાઈફલાઇન એટલે કે આસ્ક ધ એક્સપર્ટનો પણ ઉપયોગ કરી લીધો. એની મદદથી ડૉ નેહાએ 12 લાખ 50 હજાર રૂપિયા જીતી લીધા.

પણ ડૉ નેહા બાથલા 25 લાખ માટે પૂછવામાં આવેલા 13માં સવાલ પર અટકી ગઈ. અમિતાભ બચ્ચને એમને જે સવાલ પૂછ્યા હતા એનો એમને સાચો જવાબ નહોતી ખબર. જો કે કોઈ લાઈફલાઈન નહોતી બચી અને એક ખોટો જવાબ એમને જીતેલી રાશિમાં ઘણું નીચે લઈ જાત એટલે એમને ગેમ શો કવીટ કરી દીધો.

image source

અમિતાભ બચ્ચને જે 13મો સવાલ પૂછ્યો હતો એ હતો.

પૂર્વ ક્રિકેટર સુસાન ઇત્તીચેરીયા ક્યાં રાષ્ટ્રમંડળ ખેલોના સવર્ણ પદક વિજેતાની માતા છે?

એના વિકલ્પ હતા- જવાલા ગુટ્ટા, અંજુ બોબી જોર્જ, દીપિકા પલ્લીકલ, અશ્વિની પોનપ્પા

એનો સાચો જવાબ દીપિકા પલ્લીકલ હતો.

ડૉ નેહા બાથલાના ગેમ કવીટ કર્યા પછી કન્ટેસ્ટન્ટ સ્વાતિ શ્રીલેખા હોટ સીટ પર બેઠી. એમને સૌથી પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ટ્રિપલ ટેસ્ટમાં બધા સાચા જવાબ આપ્યા. પણ સ્વાતિએ પાંચમા સવાલ સુધી આવતા આવતા પોતાની બે લાઈફલાઈનનો ઉપયોગ કરી લીધો હતો અને એપિસોડ ખતમ થતા સુધી 20 હજાર રૂપિયા જીત્યા. સ્વાતિ હવે આગળમાં ગેમ 25 ઓગસ્ટના એપિસોડમાં રમશે.