Site icon News Gujarat

પ્રિયંકા ચોપરાનું ઘર છે ખૂબ જ સુંદર, મુંબઈમાં જેકલીનને આપેલું છે રેન્ટ પર.

જેકલીન ફર્નાન્ડિઝે હાલમાં જ એમના નવા એપાર્ટમેન્ટનો સુંદર વીડિયોને યુટ્યુબ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ એ જ એપાર્ટમેન્ટ છે જેમાં થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરા રહેતી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંદરથી એમનું આ નવું એપાર્ટમેન્ટ ખૂબ જ સુંદર દેખાય રહ્યું છે. જેકલીન ફર્નાન્ડિઝ હાલમાં જ મુંબઈના જુહુ વિસ્તારમાં શિફ્ટ થઈ છે. તમને જણાવી દઈએ કે જેકલીન દ્વારા રેન્ટ પર લેવામાં આવેલ એપાર્ટમેન્ટમાં પ્રિયંકા ચોપરા પોતાના લગ્નના દિવસોમાં રહેતી હતી. હવે એમાં જેકલીન રહે છે.

image source

બોલીવુડની આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ પોતાની જિંદગી સાથે જોડાયેલી ઘણી ખાસ વસ્તુઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ફેન્સ વચ્ચે શેર કરે છે. આ કડીમાં એમના એપાર્ટમેન્ટનો આ નવો વિડીયો પણ ખૂબ જ ઝડપથી યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી જેકલીન ફર્નાન્ડિઝના ફેન્સ એમના આ નવા એપાર્ટમેન્ટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે એમનું એપાર્ટમેન્ટ ખૂબ જ મોટું છે. એમાં ઘણા પ્રકારની વિશેષતાઓ પણ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેકલીન ફર્નાન્ડિઝ પોતાના કેમેરા સાથે એક વર્ટિકલ ગાર્ડનમાં જાય છે જેમાં ઘણા બધા પ્રકારના ફૂલ છોડથી એને સજાવવામાં આવ્યું છે.

image source

રિપોર્ટનું માનીએ તો આ ઘર એક કર્મયોગ બિલ્ડીંગમાં લોકેટેડ છે. એની કિંમત લગભગ 7 કરોડ જણાવવામાં આવી રહી છે. એ પહેલાં જેકલીન બાંદ્રા વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે અંદરથી એમનું એપાર્ટમેન્ટમાં રહેવા લાયક ઘણી મોટી જગ્યા છે. સિલિંગને ઘણી અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સ્ટોનના કોલમ જોવામાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર જેકલીન ફર્નાન્ડિઝ એમના આ નવા એપાર્ટમેન્ટ માટે લગભગ 6.78 લાખ રૂપિયા દર મહિને ભાડું આપી રહી છે.

image source

એમના આ એપાર્ટમેન્ટમાં 5 બેડરૂમ છે. એ સિવાય ત્યાંથી એક સુંદર સી વ્યુ પણ દેખાય છે. પડદા પર સલમાન ખાનની ફિલ્મ રાધેમા એક સોંગમાં જેકલીન છેલ્લીવાર દેખાઈ હતી. એમની ઘણી અપકમિંગ ફિલ્મો ભૂત પુલીસ, સર્કસ, અટેક, બચ્ચન પાંડે અને રામ સેતુ આવવાની છે. તો વાત જો પ્રિયંકા ચોપરાની કરીએ તો એ આ સમયે યુએસમાં એમના પતિ નિક જોનસ સાથે રહે છે.

Exit mobile version