દયાબેનનું જ નહીં અન્ય 2 પાત્રોને પણ રિપ્લેસ કરી શકે છે આ છોકરી, તમે પણ જોઈ લો આ વીડિયો

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના પાત્રો ઘરે ઘરે પ્રખ્યાત થઇ ચુક્યા છે અને તેમની લોકપ્રિયતા એટલી વધારે છે કે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ હંમેશા ટીઆરપી યાદીમાં ટોપ 10 માં રહે છે. દરેક દર્શકનું પોતાનું એક મનપસંદ પાત્ર હોય છે પરંતુ જો આપણે કહીએ કે કોઈ શોના 3 કલાકારોને એકલા બદલી શકે છે?

images ource

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરીએ વાઈન વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં, છોકરી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના ત્રણ પાત્રોની એકલી જ મિમિક્રી કરતી અને અભિનય કરતી જોવા મળી રહી છે. છોકરીએ દયાબેન, જેઠાલાલ અને બાપુજીનો અભિનય કરીને બતાવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે.

image source

પાપારાઝી વિરલ ભાયાણીએ પણ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે વિરલ ભયાણીએ લખ્યું છે કે, ‘ગઈકાલે મને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો. અભિનેત્રીનું નામ ઝહરા સેઠજીવાલા છે. જે કોમેડીના તમામ રેકોર્ડ તોડી રહી છે. અમને તેની ડબિંગ કુશળતા ખરેખર ગમી. તમે શું કહો છો.’

images ource

સબ ટીવી શો ‘બકુલા બુઆ કા ભૂત’ અને ‘બિંદુ બાલા’માં જોવા મળેલી ઝહરા સેઠજીવાલા એક અદભૂત અભિનેત્રી છે. જો કે, તેણીને હજી સુધી તે લોકપ્રિયતા મળી નથી કે જેને તે લાયક છે. કમેન્ટ સેક્શનમાં લોકોએ ઝહારાના કામની ખૂબ જ પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું છે કે ‘નઇ દયા મિલ ગયી રે.’ અન્ય એક યુઝરે લખ્યું – આ તે જ છે ને જે ‘હપ્પુ સિંહ કે ઉલ્ટન પલટન’માં આવે છે.

image source

એ જ રીતે, ઘણા યુઝર્સ કમેન્ટ સેક્શનમાં ઝહારા સેઠજીવાલાના કામની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ પાત્રો પૈકી જેઠાલાલ અને દયાબેન સૌથી વધુ લોકપ્રિય છે. દિશા વાકાણી શોમાં દયાબેનનું પાત્ર ભજવી રહી છે પરંતુ તેણીએ શો છોડ્યા પછી, નિર્માતાઓ લાંબા સમયથી નવી દયાબેનને શોધવામાં મૂંઝવણમાં હતા.