વિશ્વમાં ‘મૂનફિશ’ના નામથી ઓળખાતી માછલીનું મોત બાદ વૈજ્ઞાનિકોએ કરી આ આગાહી

ખૂબ જ દુર્લભ માનવામાં આવતી મુન ફિશનું મૃત્યુ થઈ ગયું છે. અમેરિકાના ઓરેગન સિસાઈટમાં એક સમુદ્ર તટ પર વિશાળકાય અને દુર્લભ ઘણી રંગોવાળી આ દુર્લભ મુન ફિશે જીવ ગુમાવ્યો છે. મુન ફિશન મૃત્યુ પછી વૈજ્ઞાનિકોએ દુનિયા માટે ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે જો માણસોએ આ સંકેટને જલ્દી સમજવાનું શરૂ ન કર્યું તો માણસની પણ કંઈક આવી જ હાલત થવાની છે. મુનફિશ જેને ઓપા ઓન કહેવામાં આવે છે એ લગભગ સાડા સાત ફૂટ લાંબી હતી અને સામાન્ય રીતે ઉષ્ણકટિબંધિય અને સમશીતોષણ પાણીમાં જોવા મળે છે. પણ જણાવવામાં આવી રહ્યું છે કે સમુદ્રનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું અને એટલે આ દુર્લભ માછલી તડપીને મરી ગઈ છે.

image source

ખૂબ જ દુર્લભ મનાતી મુન ફિશ 6 ફૂટ સુધી લાંબી હોય છે પણ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન એટલે કે એનઓએએના બાયોલોજીસ્ટ હેઇદી દેવરે વોશિંગટન પોસ્ટમાં જણાવ્યું છે કે આ માછલીનો આટલો નાનો આકાર હોવો અકલ્પનિય છે. બાયોલોજીસ્ટ હેઇડી દેવરે કહ્યું છે કે મુનફિશ ઊકળી ગઈ હતી અને એ પાણીમાં કેમ ઊકળી છે એને લઈને રિસર્ચ કરવી વધુ જરૂરી છે.

image source

એમને એ પણ કહ્યું કે આ દુર્લભ માછલીનું મૃત્યુ વિશે ગહન અભ્યાસ કરવો જરૂરી છે ને છેલ્લા દિવસોમાં એને શુ ખાધું હતું અને એના પેટમાં શુ છે એ બધાનો અભ્યાસ કર્યા પછી માછલીના મૃત્યુ વિશે વધુ જાણકારી મળી શકે છે. એમને એ પણ કહ્યું કે આ અસાધારણ માછલી ક્યાં રહેતી હતી એની જાણકારી મેળવવિપન જરૂરી છે.તમને જણાવી દઈએ કે સિસાઈડ એકવેરિયમેં સૌથી પહેલા આ દુર્લભ માછલીને સમુદ્ર તટ પર મૃત જોઈ હતી અને પછી માછલીને લઈને બધી જાણકારી શેર કરવામાં આવી છે. સમુદ્રમાં ઘણી દુર્લભ માછલીઓ હોય છે અને એમના આધારે પૃથ્વીના ઇતિહાસથી લઈને આવનારા ભવિષ્યને લઈને પણ ઘણી બધી જાણકારીઓ મેળવવામાં આવે છે. માછલીઓ પર અધ્યયનથી એ પણ ખબર પડે છે કે ભવિષ્યમાં શુ જોખમ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે એ પહેલાં વર્ષ 2009માં લન ઓપહ માછલી મળી આવી હતી જેનું વજન લગભગ 42 કિલો હતું અને એને કોલમ્બિયા નદીમાં પકડવામાં આવી હતી. પણ આ વખતે ઓપા માછલી એટલે કે મુનફિશ મૃત મળી આવી છે એટલે વૈજ્ઞાનિકોએ પરિસ્થિતક તંત્રને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ મચલીવિશે આ વર્ષે એપ્રિલમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સમુદ્રનું પાણી સતત ગરમ થઇ રહ્યું છે જેના કારણે મુનફિશનું ગરમ સમુદ્રમાં રહેવું ખૂબ જ મુશ્કેલ થવાનું છે અને બની શકે કે આ મુનફિશ ગરમ પાણીથી જીવ બચાવીને ઠંડા પાણીના ભાગ તરફ પલાયન કરે.

image source

એક રિપોર્ટ અનુસાર ઓકલેન્ડ વિશ્વવિદ્યાલયના નેતૃત્વમાં રિસર્ચસે મેળવ્યું કે જળવાયું પરિવર્તનના કારણે સમુદ્રની સ્થિતિ સતત બદલાઈ રહી છે અને સમુદ્રમાં રહેતી માછલીઓ, મોલસક, પક્ષીઓ અને કોરલની લગભગ 50 હજાર પ્રજાતિઓ 1955 પીછો ધ્રુવો તરફ ચાલ્યા ગયા છે. એની પાછળનું સૌથી મોટું કારણ સતત સમુદ્રના પાણીનું ગરમ થવું જણાવવા આવી રહ્યું છે

.વૈજ્ઞાનિકોએ કહ્યું કે સમુદ્રની અંદર જીવોની એ પ્રજાતી જે ચલાયમાન છે એ ઝડપથી ધ્રુવો તરફ પલાયન કરી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે અને સમુદ્રની પરિસ્થિતિક તંત્ર માટે ખૂબ જ ખતરનાક છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સમુદ્રનું એવરેજ તાપમાન 20 ડીગ્રી સેલ્શિયસ જઈ ચૂક્યું છે જે સમુદ્રમાં રહેતી ઘણી પ્રજાતિઓને રહેવા માટે અનુકૂળ નથી. એવામાં આ પ્રજાતિઓ લુપ્ત થઈ શકે છે.

image source

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સમુદ્રમાં વધતું તાપમાન સ્થાનીય પ્રજાતિઓ માટે સમુદ્રમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બનાવી રહ્યું છે પણ તકલીફ એ છે કે ધ્રુવ તરફ સમુદ્રમાં પણ ધીમે ધીમે પાણી ગરમ થવાનું શરૂ થઈ ચૂક્યું છે જેના કારણે આ દુર્લભ પ્રજાતિઓ પર લુપ્ત થવાનું જોખમ રહેલું છે. ઓકલેન્ડ વિશ્વવિદ્યાલયમાં સમુદ્રી જીવ વિજ્ઞાનના પ્રોફેસર અને વરિષ્ઠ લેખક માર્ક કોસ્ટલોએ એક વાતચીતમાં કહ્યું ચર કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઓછામાં ઓછા 60 વર્ષોમાં સમુદ્રી જીવન ઘણું બદલાઈ ચૂક્યું છે. એમને કહ્યું કે અમારી રિસર્ચ પરથી ખબર પડી છે કે ઓછામાં ઓછી 1500 પ્રજાતિઓ ગાયબ થઈ ચૂકી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!