ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો શું છે પ્લાન, જરા નજર કરી લો એકવાર

થોડા સમય પહેલા ગુજરાતમાં આવેલા ખૂબ જ ભયાનક એવા તૌક્તે વાવાઝોડા અને એ પછી અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે સુરાષ્ટ્ર તેમજ ગુજરાતના ઘણા બધા ખેડૂતોના ઉભા પાકને ખૂબ જ નુકશાન પહોચાડ્યું છે જેના કારણે ખેડૂત સરકાર સામે કોઈ મોટી રાહત કે પછી સહાય જાહેર થાય તે આશાએ બેઠો છે, એવામાં સરકાર પણ ખેડૂતોના પક્ષમાં હોય તેમ આ માટે મોટો નિર્ણય કરી શકે છે.

image source

ખેડૂતોને રાહત સહાયમાં મોટો વધારો વીઘાદીઠ આપી સરકાર ખેડૂતોના ચહેરા પર રાહતની રેખાઓ જોવા ઉત્સુક છે.પણ ,વિધાદીઠ કેટલી સહાય આપવી તેનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ કરશે

image source

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાનું સત્ર આવનારી 27-28 તારીખે મળશે.અને ત્યાર બાદ રાજ્ય સરકાર ખેડૂતોના હિતનો કોઈ નિર્ણય કરશે. હાલમાં ખેડૂતોને SDRFના ધારાધોરણ મુજબ સહાય ચુકવાય છે.આ સહાયમાં ખેડૂતોને વિધાદીઠ રૂપિયા 6 હજાર 800 ની સહાય મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર બાદ સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે અને તેમાં પાક નુકસાન સહાયની રકમમાં વિઘા દીઠ રૂ.10થી 15 હજાર વધી શકવાની સંભાવનાઓ પણ જોવાઈ રહી છે. વિઘા દીઠ રૂ.20 હજારની સહાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ નિર્ણય લેશે.
ખુશીમાં ખીલી ઉઠશે ખેડૂતોના ચહેરા

image source

તૌકતે વાવાઝોડા અને એ પછી ભારેથી અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. ખાસ કરીને, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓ, ઉપરાંત તૌક્તે એ ગીર-સોમનાથ, અમરેલી જીલ્લાની ખેતીને લગભગ બરબાદ કરી નાખી હતી.

એ સમયે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા, અને રૂપાણી સરકારે કેટલીક સહાય અને સર્વે કરાવ્યા હતા. એ પછી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના સમયે જ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું.અને રાજ્યના નવા સુકાની ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા પહેલા જ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરવો પડ્યો હતો..

હવે જ્યારે સહાય પેકેજ વધારવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે ત્યારે, સરકાર, ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરી શકે છે

image source

તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1995-96,1999-2000, 2004-2006 સુધી મેમનગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. 2018થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. 2010થી 2015 સુધી થલટેજ વોર્ડના કોર્પોરેટર અને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે. AUDAમાં પણ તેઓ 2015-2017 દરમિયાન રહી ચૂક્યા છે. હાલ તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે