આર્યન ખાને લગાવ્યો એનસીબી પર આરોપ, એની વોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરવા અંગે કહ્યું કે

ગયા વર્ષથી જ બોલિવુડના સેલેબ્સ પર ડ્રગ્સના આરોપ લાગી રહ્યા છે. હાલમાં જ આ કેસમાં સ્ટાર કિડ્સ પર પણ વીજળી પડી છે. બોલિવુડનએકટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન છેલ્લા 20 દિવસથી કસ્ટડીમાં છે. ઘણી બધી સુનવણી પછી બુધવારે ફરી એકવાર એમની જમાનત યાચીકા ખાસ અદાલતે ફગાવી દીધી હતી. પણ હવે આ મામલે આર્યન ખાને એનસીબી પર અમુક ગંભીર આરોપ લગાવ્યા છે. આર્યન ખાનના બયાન અનુસાર એજન્સી એમની વોટ્સએપ ચેટને ખોટી રીતે રજૂ કરી રહી છે.

image source

આર્યન ખાનની જામીન અરજી ખારીજ થયા પછી હવે એ હાઇકોર્ટનો દરવાજો ખખડાવવા માટે તૈયાર છે. બુધવારે એમના વકીલ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અહીંયા 26 ઓક્ટોબરના રોજ એમની જામીન અરજી પણ સુનવણી થશે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અપીલમાં આર્યન ખાને એમના નિવેદનમાં કહ્યું છે કે એમના મોબાઈલ ફોનમાંથી લીધેલી વોટ્સએપ ચેટની વ્યાખ્યા અને ખોટી વ્યાખ્યા ન્યાયપૂર્ણ નથી. એમને ફસાવવા માટે એમની ચેટને એનસીબીએ ખોટી રીતે કોર્ટની સામે રજૂ કરી છે.

image source

23 વર્ષીય આર્યન ખાને આ અરજીમાં એ પણ દાવો કર્યો છે કે એ દિવસે પાર્ટીમાં રેડ દરમિયાન એનસીબીની રેડમાં એમની પાસે કોઈ પણ પ્રતિબંધિત ડ્રગ્સ નથી મળ્યું. એ સાથે જ આર્યન ખાને એમની આ અરજીમાં જણાવ્યું છે કે પાર્ટીમાં હાજર અરબાઝ મર્ચન્ટ અને આચિત કુમારને છોડીને અન્ય કોઈ આરોપી સાથે એમને કોઈ જ લેવા દેવા નથી. તમને જણાવી દઈએ કે આ મામલે અત્યાર સુધી એનસીબીએ લગભગ 20 લોકોને અરેસ્ટ કર્યા છે.

image source

તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ અરેસ્ટ થયેલા આર્યન ખાન મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં છે. એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ચાલી રહેલી એક રેવ પાર્ટીમાં રેડ પાડી હતી જ્યાંથી આર્યન ખાન સહિત 8 લોકોને પકડવામાં આવ્યા હતા. એનસીબી અનુસાર આર્યન ખાન અને એમના સાથીઓ પાસે 13 ગ્રામ કોકિન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ સિવાય 1.33 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે.