Site icon News Gujarat

આવા લગ્ન તમે ક્યારેય નહીં જોયા હોય, કુકર આવુ છે કહીને કરી લીધા લગ્ન, ૪ દિવસમાં તો ભાઈનું સુરસુરિયું થઇ ગયુ

સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ તુરંત જાણવા અને જોવા મળી જાય છે. તેમાંથી કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેના વિશે જાણીને આશ્ચર્યમાં પડી જવાય છે. આવી જ એક ઘટનાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોવા મળે છે કે એક વ્યક્તિએ કુકર સાથે લગ્ન કર્યા છે. આ વાત નવાઈ પમાડે તેવી છે પરંતુ હકીકતમાં આ યુવકે કોઈ યુવતી સાથે નહીં પરંતુ કુકર સાથે લગ્ન કર્યા છે. આ ઘટના બની છે ઇન્ડોનેશિયામાં. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

image source

કુકર સાથે લગ્ન કરનારા વ્યક્તિના લગ્નની તસવીરો ટ્વિટર પર વાઇરલ થઇ છે. આ વ્યક્તિનું નામ ખોઇરૂલ અનમ છે. જાણવા મળતી માહિતી અનુસાર તેણે પોતે જ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં તે લગ્નના કપડાં પહેરીને હાથમાં કુકર લઈને ઊભેલો દેખાય છે. કેટલીક તસવીરમાં તે કુકર સાથે પોઝ દેતો પણ જોવા મળે છે. આ ફોટો શેર કરી અનમે કેપ્શન માં લખ્યું છે કે, “મેં મારા રાઈસ કુકર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે કારણ કે તે નિષ્પક્ષ, આજ્ઞાકારી, પ્રેમ કરવાવાળું અને ભોજન પકાવવામાં મદદ કરનારું છે..”

image source

જોકે આ વાતથી મોટું આશ્ચર્ય એ વાત જાણીને થાય છે કે અને લગ્નના ચાર જ દિવસ પછી નિર્જીવ કુકર સાથે તેણે છૂટાછેડા પણ દીધા છે. તેણે છુટાછેડા લીધા ની ઘોષણા પણ ફેસબુક પર કરી છે. છૂટાછેડાનું કારણ બતાવતાં તેણે લખ્યું છે કે તે માત્ર ભાત જ બનાવતું હતું.

image source

રાઈસ કુકર સાથે લગ્ન કરવા અને પછી છૂટાછેડા લેવાની વાતને સોશિયલ મીડિયા યુઝર્સ સ્ટંટ ગણાવી રહ્યા છે. સ્થાનિક વેબસાઇટ અનુસાર અનમ ઇન્ડોનેશિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે જેના મોટી સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ફોલોવર્સનું મનોરંજન કરવા માટે તે અવારનવાર વિચિત્ર કરતો રહે છે.

અનમ એ ફેસબુક પર કુકર સાથે લગ્ન કર્યા ની પોસ્ટ શેર કર્યા બાદ તેને હજારો લોકોએ લાઈક કરી છે જ્યારે 10 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી છે.

Exit mobile version