જો તમે પણ 125 cc ની નવી બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ આર્ટિકલ અચૂક વાંચજો

ઓછા વજનવાળી અને વધુ માઈલેજ આપતી બાઇકના શોખીનો માટે આજનો અમારો આર્ટીકલ સારા સમાચાર આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટર કંપની ટીવીએસ હવે 125cc સેગમેન્ટ સાથે બજારમાં પોતાની નવી બાઈક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. માહિતી મુજબ આ બાઇકનો લુક સ્પોર્ટી બાઇક જેવો હશે.

ટીઝર વિડીયો દ્વારા બહાર આવી વિગતો

image source

આ લખાય છે ત્યારે ટીવીએસ કંપનીની આ બાઈક કયા નામથી બજારમાં ઉતારવામાં આવશે તેના વિશેની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઇ શકી નથી. કદાચ તેની વિગતો લોન્ચિંગની સાથે સામે આવે તેવી શક્યતા છે. નવી બાઈક માં ફીચર્સ કેવા કેવા હશે અને તે આ સેગમેન્ટમાં અન્ય બાઈક કરતા સારા હશે કે કેમ તેના વિશેની માહિતી પણ બહાર આવી નથી. જો કે આ બાઇકનું એક ટીઝર હાલ સોશિયલ મીડિયા પર શેઅર કરવામાં આવ્યું છે.

image source

એવું માનવામાં આવે છે કે ટીવીએસ ના આ 125cc બાઈકમાં ઓઇલ કૂલ્ડ એન્જીન હોઈ શકે છે. નિષ્ણાતોના મત અનુસાર ટીવીએસ ની આ બાઇકની સીધી સ્પર્ધા હોન્ડા સીબી શાઇન sp સાથે અને બજાજના bajaj pulsar 125cc સાથે થઈ શકે છે. ટીઝર દ્વારા એ પણ સ્પષ્ટ થાય છે કે બાઈકના ફ્રન્ટમાં LED DRL, સ્પીલ્ડ સીટ, એલોય વહીલ, ટેલિસ્કોપિક ફ્રન્ટફોર્ક, મોનો શોક અને LED ટેલ લેમ્પ જેવા ફીચર હોઈ શકે છે.

આટલી હોઈ શકે છે કિંમત

image source

બાઇકની ફ્યુલ ટેન્ક ડ્યુઅલ ટોનમાં હોઈ શકે છે. સાથે જ કંપની આ બાઇકને ચાર કલર વિકલ્પમાં બજારમાં ઉતારી શકે છે. આ કલર વિકલ્પમાં રેડ બ્લુ, યેલો અને બ્લેકનો સમાવેશ થાય છે. બાઈકમા ઇકો અને પાવર ઇન્ડિકેટર આપવામાં આવી શકે છે. આ બાઈક ને ફિયરો 125 ના નામથી બજારમાં ઉતારવામાં આવે તેવી પણ શક્યતા છે. જો કે ટીઝર માં આર લેટર વધુ ફોકસ કરવામાં આવ્યો છે જેથી એ અંદાજો લગાવી શકાય કે બાઈક નું નામ રાઇડર કે રેટ્રોન પણ હોઈ શકે છે.

image source

એ સિવાય ટીવીએસ કંપનીની આ બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે અને સ્પોર્ટી લુક આપવા માટે બાઈક ના ફ્યુલ ટેન્ક પર બ્લેક સ્ટ્રીપ લગાવવામાં આવી છે. એવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે કે આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 80 હજાર રૂપિયાથી 90 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. સાથે જ બાઈકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપવામાં આવે તેવી શક્યતા છે. ટીવીએસ કંપની પાસે હાલ 100cc અને 110cc સેગમેન્ટ ની બાઇકો ઉપલબ્ધ છે અને હવે તેનું ફોક્સ 125cc બાઇક પર છે.