દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે આ વર્ષે સાબરમતી નદી પર નહીં મળે એન્ટ્રી, જાણી લેજો નવા નિયમો

31 જૂલાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે દશામાની મૂર્તિનું સ્થાપન અને વિસ્થાપન અંગે નિર્ણય કરવાનો બાકી હતો. હવે અમદાવાદ પોલીસ તરફથી એક અપીલ બહાર પાડવામાં આવી છે. વાત કરીએ તો આગામી 8 ઓગસ્ટથી દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને દશામાની મૂર્તિનું સ્થાપન અને વિસર્જન ઘરે જ કરવું પડશે. તો આવો વિગતે વાત કરીએ આ નવા નિયમ અંગે.

image source

આગામી 8મી ઓગસ્ટથી દશામાના તહેવારો પ્રારંભ થવાની સાથે દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન થશે નહીં એવી માહિતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાની શરૂઆતથી અનેક તહેવારોની પણ ઉજવણી શરૂ થઈ જશે. જેને લઈ અમદાવાદ મનપા સક્રિય બની ગયું હોય એવું લાગી રહ્યું છે. આ સાથે પોલીસ વિભાગ પણ કોરોનાકાળમાં ભીડ એકઠી ન થાય તેને લઈ સતર્ક બની ગયું છે. હાલમાં રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

image source

હાલમાં જ દશામાતાજીના વ્રતને લઈ અમદાવાદમાં મૂર્તિઓની પધરામણી થઈ રહી છે. પરંતુ વર્ષ 2020ની જેમ 2021માં પણ લોકો નદી, અને કુત્રિમ કુંડમાં તેનું વિસર્જન કરી શકશે નહીં. આ વર્ષે પણ અમદાવાદ મનપા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે પોલીસ વિભાગે પણ જાહેરાત કરી કે, કોઈ કૃત્રિમ કુંડ બનાવ્યા નથી. સાથે સાબરમતીમાં પણ મૂર્તિનું વિસર્જન કરાશે નહીં. ટૂંકમા વાત કરીએ તો દશામાતાની મૂર્તિનું વિરર્જન લોકોએ ઘરે જ કરવાનું રહેશે.

image source

જો કે સામાન્ય રીતે એવું હોય છે કે દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ મૂર્તિઓના વિસર્જન માટે સાબરમતી નદીમાં ખાસ કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવે છે. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે કુત્રિમ કુંડોમાં વિસર્જન નહીં કરી શકાય. આટલું જ નહીં, પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને ટોળામાં શોભાયાતાર કાઢીને દશામાની મૂર્તિનું વિસર્જન ના કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

image source

જો દશામાના વ્રત વિશે વા કરીએ તો જીવનમાં જો પડકારોના સામનો કરવો પડતો હોય. સમસ્યાઓનો પહાડ આપના જીવનમાં રુકાવટ ઉભુ કરતો હોય તો તેના માટે મા દશામાંનું વ્રત કરવુ સૌથી સચોટ ઉપાય છે. કહેવાય છે કે જે પણ કોઇ આ વ્રત કરે છે તેમના તમામ કષ્ટો મા દશામાં હરી લે છે. આપના મનમાં એ પ્રશ્ન ચોક્કસ પણે થતો હશે કે આખરે આ વ્રત કરવાની શરૂઆત કેવી રીતે થઇ અને કોને સૌભાગ્ય પ્રાપ્ત થયુ સૌપ્રથમ વાર આ વ્રત કરવાનું.