ડોક્ટરોનો અનોખો ચમત્કાર, એક જ માણસના શરીરમાં આ રીતે રાખી 5 કિડની, કારણ જાણીને તમારી અક્કલ કામ નહીં કરે

વૈજ્ઞાનિક ક્યારેક એવા ચમત્કારો કરે છે જેના વિશે કોઈ સાંભળીને આપણા હોશ ઉડી જતા હોય છે. તાજેતરમાં વિજ્ઞાન અને ચિકિત્સાને લગતો એક કિસ્સો સામે આવ્યો છે જેણે માત્ર ચિકિત્સામાં લોકોની આશા જગાડી છે એટલુ જ નહી પણ લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. ચિકિત્સા ક્ષેત્રે ચમત્કારનો આ કિસ્સો ભારતમાંથી જ સામે આવ્યો છે. આ સમાચાર સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો તમિલનાડુના ચેન્નઈ શહેરમાં જ્યારે એક માણસ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ બહાર આવ્યો ત્યારે તેના શરીરમાં કુલ 5 કિડની હતી. ચેન્નઈના આ માણસના શરીરમાં 5 કિડની સાચે જ છે અને તેથી હવે પ્રશ્ન ઉભો થયો છે કે આ ચમત્કાર કેવી રીતે થયો? અમે મળતી માહિતી મુજબ જ્યારે આ 41 વર્ષનો માણસ મદ્રાસ મેડિકલ મિશનમાંથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ઓપરેશન થિયેટરની બહાર આવ્યો ત્યારે તેના શરીરમાં કુલ 5 કિડની હતી.

image source

1994માં જ્યારે આ માણસ 14 વર્ષનો હતો ત્યારે તેની બંને કિડની નિષ્ફળ થઈ ગઈ હતી. આ પછી તેણે તેનું પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતુ. પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ 9 વર્ષ ચાલ્યું. આ પછી તે વ્યક્તિએ તેનું બીજું ટ્રાન્સપ્લાન્ટ વર્ષ 2005માં કરાવ્યું. આ ટ્રાન્સપ્લાન્ટ તે પછીના 12 વર્ષ સુધી ચાલ્યું પરંતુ આગામી 4 વર્ષ સુધી વ્યક્તિએ દર અઠવાડિયે 3 વખત તેનું ડાયાલિસિસ કરાવવું પડ્યું હતુ. ડોક્ટરોએ જણાવ્યું હતું કે જે દર્દીઓને કિડનીની ગંભીર સમસ્યા હોય છે કે તેમની કિડની પેશાબ દ્વારા લોહીની અશુદ્ધિઓ બહાર કાવાનું બંધ કરે છે. જેમ જેમ આ રોગ વધે છે તેમ ડાયાલિસિસ મશીનની કામગીરી પણ કરવામા આવતી હોય છે.

image source

ડોક્ટરોએ આ વિશે વધારે વાત કરતા કહ્યું કે તે વ્યક્તિનું પ્રથમ અને બીજું ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયું કારણ કે તેનું હાયપરટેન્શન મર્યાદાથી વધી ગયું હતું. આ પછી આ સમસ્યા વધુ ગંભીર બની હતી જ્યારે માણસને ત્રણ બાયપાસ સર્જરી કરવી પડી હતી કારણ કે તેનું હૃદય ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ રહ્યું હતું. જ્યારે ત્રીજા કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત સામે આવી ત્યારે ડોક્ટરોને આશ્ચર્ય થયું કે તેઓ તેને શરીરમાં કેવી રીતે ફિટ કરશે? કારણ કે તે વ્યક્તિ પાસે પહેલાથી જ 4 કિડની હતી તેની પોતાની બે અને તેના શરીરમાં બે ટ્રાન્સપ્લાન્ટ કિડની હતી. આ પછી પાંચમી કિડની ફિટ કરવા માટે ડોક્ટરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી મોટી સમસ્યા કિડનીને રક્તવાહિનીઓ સાથે જોડવાની હતી.

image source

જાણવા મળ્યુ છે કે દર્દીનું ત્રીજું ટ્રાન્સપ્લાન્ટ ગયા મહિને જ 10 જુલાઈએ કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ નવી કિડનીને આંતરડાની નજીક લગાવી અને તેને હૃદયની ધમનીઓ સાથે જોડી દીધી. આ વિશે ડોક્ટરોએ જણાવ્યું હતું કે પહેલાથી અસ્તિત્વમાં રહેલી ચાર કિડનીઓ દૂર કરવામાં આવી ન હતી કારણ કે જો તે કાઢી નાખવામાં આવે તો તેમને વધુ રક્તસ્ત્રાવ થતો, હતો અને જેના કારણે દર્દીને લોહી ચઢાવવું પડતું. એટલે કે તેના શરીરમાં નવું લોહી રેડવું પડ્યું હતુ. આમ કરવાથી શરીરમાં એન્ટિબોડીઝ બને છે જે નવી કિડનીને અપનાવતા નથી. આવો કેસ આ પહેલો છે અને જે ચમત્કાર જેવો છે. ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ દર્દીની હાલત થોડા વધુ મહિનાઓ સુધી જોશે. તેઓ એ ખાતરી કરશે કે તેમની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.