પત્નીને છોડાવવા ગયેલી પોલીસને ગ્રામજનોએ રોકી, કહ્યું પૈસા આપીને ખરીદેલી છે

પૈસો જાણે પરમેશ્વર બની ગયો હોય તેમ લોકોના મનમાં છવાઇ ગયો છે.. આજે તમને એક એવી વાત કરવી છે કે જે વાંચીને તમે પણ દંગ રહી જશો.. સંબંધોની હત્યા બાદ હવે સંબંધો વેચાઇ રહ્યા છે.. અને તેનો પુરાવો પણ સામે આવ્યો છે..

image source

પોતે સગીર વયનો હોવા છતાં તેણે પોતાનાથી 9 વર્ષ મોટી યુવતી સાથે લગ્ન કર્યા.. સાત જન્મો સુધી સાથ નિભાવવાના વચન આપ્યા.. પરંતુ તે વચન 1 મહિનો પણ માંડ ચાલ્યા.. અને સગીર વયના પતિના મનમાં એક એવો ખુરાફાતી વિચાર આવ્યો કે તેણે પોતાની પત્નીને એક લાખ 80 હજારમાં વેચી નાંખી. તે પણ બીજા રાજ્યમાં.. અને પરિવારજનોને વાત કરી કે તેની પત્ની ભાગી ગઇ..

image source

ઓરિસ્સામાં પૈસા માટે પત્નીને વેચવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલાંગિર જિલ્લાના બેલપડામાં 17 વર્ષના સગીર (નામ બદલ્યુ છે) રાજેશ રાણાએ 1 લાખ 80 હજારમાં તેની પત્ની રાજસ્થાનના એક 55 વર્ષના વ્યક્તિને વેચી દીધી હતી.

બેલપડાના ઈન્સપેક્ટર બુલુ મુંડાએ જણાવ્યું કે, 26 વર્ષની મહિલાને કેવી રીતે ખરીદનાર વ્યક્તિ પાસેથી બચાવવામાં આવી છે. રાજેશે તેને રાજસ્થાનના બારાં જિલ્લામાં વેચી હતી. પોલીસને મહિલાને બચાવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહિલાને રેસ્ક્યુ કરવા આવેલી પોલીસને ગ્રામીણોએ રસ્તામાં રોકી લીધી હતી. તેમનું કહેવું હતું કે, તેમણે પૈસા આપીને મહિલાને ખરીદી છે.

બેલપાડા પોલીસે રાજસ્થાનના બારાંમાં પહોંચી 55 વર્ષના વ્યક્તિ પાસેથી મહિલાને છોડાવી હતી

લગ્નના એક મહિનામાં જ વેચી

image source

બંનેના લગ્ન આ મહિને જુલાઈમાં જ થયા હતા. પતિએ આર્થિક સ્થિતિ ખરાબ હોવાની વાત કહીને પત્નીને ઓગસ્ટમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે રાજી કરી લીધી હતી. બંને રાયપુરના રસ્તે ઝાંસી પહોંચ્યા હતા. રાજેશે બધા પૈસા સ્માર્ટફોન ખરીદવા અને ખાવામાં ખર્ચ કરી દીધા હતા. ત્યારપછી તે પોતાના ગામ પહોંચ્યો અને તેણે પત્ની ભાગી ગઈ હોવાની વાત બધાને જણાવી હતી.

image source

મહિલાના પરિવારજનોએ રાજેશની વાત માનવાની ના પાડી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોલ રેકોર્ડ કઢાવ્યો તો તેમને રાજેશની વાત ખોટી હોય તેવું લાગ્યું હતું. કડક રીતે પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે તેણે તેની પત્ની વેચી દીધી છે. ત્યારપછી બાલાંગિર પોલીસની એક ટીમ બારાં પહોંચી હતી અને મહિલાને છોડાવી હતી. પોલીસે 17 વર્ષના રાજેશને બાળ સુધાર ગૃહ મોકલી દીધો છે. જ્યારે મહિલાને તેના માતા-પિતા પાસે મોકલી દીધી છે.