Site icon News Gujarat

બોલિવુડના આ સેલેબ્સે કર્યા આવા ખુલાસા, તમને પણ જાણીને લાગશે નવાઈ.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કલાકારોને ફિલ્મી પડદા પર એમના દમદાર અભિનયના કારણે ઓળખ મળે છે. પોતાની એક્ટિંગ સ્કીલ્સ અને સ્ટાઈલને લઈને બોલિવુડના સ્ટાર્સ ઘણીવાર ચર્ચામાં રહે છે. એટલું જ નહીં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણા બૉલીવુડ સેલેબ્સ લાઈમલાઈટમાં રહે છે.ક્યારે ઘણા સ્ટાર વિવાદોના કારણે મીડિયા અને ફેન્સમાં ચર્ચામાં રહે છે. આજે અમે તમને અમુક બોલિવુડ સેલેબ્સ વિશે જણાવીશું જેમના કનફેશન સાંભળીને એમના ફેન્સ ચોંકી ગયા.

રણબીર કપૂર.

image source

બોલિવુડના ચોકલેટી બોય રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવો ખુલાસો કર્યો હતો જેને સાંભળીને બધા દંગ રહી ગયા. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કન્ફેસ કર્યું હતું કે જ્યારે એ ફક્ત 15 વર્ષના હતા ત્યારે એમને પોતાની વર્જિનિટી ખોઈ દીધી હતી. એ સાથે જ એમને એ પણ કબુલ્યું હતું કે એ પછી એ છોકરી સાથે એમના રિલેશનશિપ જલ્દી જ ખતમ થઈ ગયા હતા.

રણવીર સિંહ.

image source

પોતાના અજીબોગરીબ સ્ટાઇલ અને દમદાર એક્ટિંગ સ્કીલને લઈને ચર્ચામાં રહેનાર એકટર રણવીર સિંહ એકવાર કોન્ડમ બ્રાન્ડને પ્રમોટ કરી હતી. એને લઈને એકવાર એક્ટરે ખુલાસો કર્યો હતો કે એ હંમેશા પોતાના ખિસ્સામાં કોન્ડમ રાખે છે. એ સાથે જ એમને અન્ય પુરુષોને પણ અપીલ કરી કે એમને પણ સેફટી માટે એવું કરવું જોઈએ.

કલકી કોચલીન.

image source

બૉલીવુડ એક્ટ્રેસ કલકી કોચલીને એકવાર કન્ફેસ કર્યું હતું કે ફક્ત 9 વર્ષની ઉંમરમાં એમને કોઈને પોતાની સાથે ફિઝિકલ રિલેશન બનાવવાની પરવાનગી આપી હતી. જો કે કલકી કોચલીનનું માનીએ તો એ સમયે એમને સંપૂર્ણપણે એ વાતની સમજ નહોતી કે એનો અર્થ શું થાય છે. એ સાથે જ એક્ટ્રેસે જણાવ્યું કે વર્ષો સુધી એમને એ વાતનો ડર હતો કે ક્યાંક એમની આ કરતુત એમની માતાને ખબર ન પડી જાય.

શાહરુખ ખાન.

image source

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન સક્સેસફુલ એક્ટર્સમાં સામેલ છે. એકવાર શાહરૂખે જણાવ્યું હતું કે એમની ઈચ્છા એક પોર્ન સ્ટાર બનવાની હતી. તમને જણાવી દઈએ કે એક્ટરે પ્રબંધન ગુરુ અરીન્દમ ચૌધરીના પુસ્તક ડિસ્કવર ધ ડાયમંડ ઇન યુના લોન્ચિંગ દરમિયાન દિલ્લીમાં પોતાની આ ઈચ્છાને લઈને કનફેશન કર્યું હતું. એ સાથે જ એમને જણાવ્યું હતું કે એ સિલવેસ્ટર સ્ટેલોનના બહુ મોટા ફેન છે, જે હોલીવુડ સુપરસ્ટાર બનતા પહેલા એક પોર્ન સ્ટાર હતી.

સંજય દત્ત.

image source

બોલિવુડના મુન્ના ભાઈ સંજય દત્ત જેટલા પોપ્યુલર એકટર રહ્યા છે એમની પર્સનલ લાઈફ એટલી જ વિવાદિત રહી છે..એક્ટરે આ કન્ફેસ કર્યું હતું કે એમના જીવનના શરૂઆતના દિવસમાં એમને ડ્રગ્સ લીધું હતું અને જણાવ્યું હતું કે એ પાઉડર સૂંઘતા હતા અને ગોળીઓ પણ લેતા હતા. એટલે સુધી કે ઈલાજ શરૂ થતાં પહેલાના છેલ્લા વર્ષે એ એમના શરીરમાં ડ્રગ્સના ઇન્જેક્શન પણ લેતા હતા.

Exit mobile version