દીકરીમાં મોટું થવા લાગ્યું પિતાનું જ બીજું બાળક, 1 દિવસની બાળકી પ્રેગનન્ટ થતાં મચ્યો હાહાકાર

તબીબી જગતમાં અવાર નવાર ઘણા વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે પરંતુ ક્યારેક એવી ઘટના વિશે સાંભળવા મળે છે કે જેના પર વિશ્વાસ પહેલીવારમાં આવે પણ નહીં. આવો એક કિસ્સો કે જેના પર વિશ્વાસ ન કરી શકાય તેવી ઘટના બની છે ઈઝરાઈલમાં. સૌથી પહેલા એક વાત જણાવો કે જો તમને ખબર પડે કે એક દિવસની બાળકી ગર્ભવતી છે તો ? તમને લાગશે કે આ અશક્ય છે. પરંતુ આવું ખરેખર બન્યું છે. જુલાઈની શરૂઆતમાં ઇઝરાયલમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં ડોક્ટરોની ટીમને પણ આ જાણીને આશ્ચર્ય થયું હતું.

image source

જ્યારે ડોક્ટરોને જાણવા મળ્યું કે એક દિવસની નવજાત બાળકીના પેટમાં બીજું બાળક છે. ત્યારે આ પરિસ્થિતિમાં તેમને પણ આંચકો લાગ્યો હતો. આવો કેસ સમગ્ર વિશ્વમાં 5 લાખ બાળકોના જન્મના એક કેસમાં સામે આવે છે.

આ અંગે મળતી માહિતી મુજબ જુલાઈ મહિનાની શરૂઆતમાં ઇઝરાઇલના એક મેડિકલ સેન્ટરમાં એક પ્રસુતાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી ડોકટરોને જાણવા મળ્યું કે બાળકનું પેટ ખૂબ વિચિત્ર છે. જેના કારણે તેમણે બાળકનો એક્સ-રે કરાવવાનું નક્કી કર્યું. એક્સ-રે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકના પેટમાં બીજું બાળક વધી રહ્યું છે. આ રીપોર્ટ જોઈ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

image source

આ કેસની વિગતે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બાળકીની માતાના ગર્ભમાં જોડિયા સંતાન હતા. પરંતુ આ જોડિયા બાળકોમાંથી એક ગર્ભ બીજાની અંદર જતો રહ્યો અને તે બીજા બાળકની અંદર વધવા લાગ્યો.

image source

આ બાળકીનો જન્મ નોર્મલ ડિલિવરીથી થયો હતો. જ્યારે તે તેની માતાના પેટમાંથી બહાર આવી ત્યારે ડોકટરોને તેના પેટની અંદર કંઇક લાગ્યું. ત્યારબાદ ટેસ્ટ થતાં જાણવા મળ્યું કે બાળકીની અંદર બીજું બાળક છે. ત્યારપછી બાળકીના જીવને જોખમ થાય તે પહેલા એક સર્જરી દ્વારા તેના પેટમાંથી અન્ય ગર્ભને કાઢવામાં આવ્યો.

image source

આવા કેસ અંગે ડોક્ટરોનું કહેવું છે કે હજુ પણ ભ્રૂણ બાળકના પેટમાં હોવાની શક્યતાઓ છે. તેથી ડોક્ટરોએ બાળકીને નિરીક્ષણ હેઠળ રાખી હતી. બાળકના પેટમાંથી કાઢવામાં આવેલા ગર્ભમાં હૃદય અને હાડકાં બનવા લાગ્યા હતા. તબીબી પરિભાષામાં આવા બાળકને પરોપજીવી જોડિયા બાળક કહેવામાં આવે છે. જેમાં એક ભ્રૂણ બીજા જોડિયા બાળકના શરીર પર નિર્ભર બની જાય છે અને તેમાં જ મોટા થવાનું શરૂ કરે છે. પરંતુ મોટા ભાગમાં આવા જોડિયા બાળકો જીવી શકતા નથી.