માતા પર દીકરો પૈસા માટે કરી રહ્યોં છે જુલમ, કૂતરો આવ્યો બચાવમાં, જોઈ લો વિડીયો.

કુતરાની સેવા ભક્તિ અને વફાદારીના કિસ્સા તો આપણે ઘણીવાર સાંભળતા જ હોઈએ છીએ. તમિલનાડુમાં નામક્કલ શહેરમાં એવો જ એક નજારો જોવા મળ્યો છે

image source

.હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક દીકરો એની માતાને રોડની વચ્ચે પૈસા માટે માર મારી રહ્યો છે તો એનો પાલતુ કૂતરો એને બચાવવાની કોશિશ કરી રહ્યો છે.

image source

વાત જાણે એમ છે કે માતા નલલમમ્લ એમના પતિના મોત પછીથી પોન્નેરીપટ્ટીમાં એકલી રહી રહી હતી. એમને પહેલા જ એમની બધી જ જમીન એમના દીકરાના નામે કરી દીધી છે. અને હવે એ જિંદગી જીવવા માટે મજૂરી કરી રહી છે. MNREGA સ્કીમ હેઠળ કામ મળ્યું હતું અને એના આધારે જ એમનું જીવન ચાલી રહ્યું છે. નલલમમ્લનો દીકરો શનમુગમ હવે માતા પાસે એમનું ઘર અને એમની કમાણી પણ હડપવા માંગે છે.

image source

રિપોર્ટ અનુસાર માતા નલલમમલે ત્રણ લાખ રૂપિયા ઘરમાં જ જમા કરીને રાખ્યા હતા. દીકરો શનમુગમ પોતાની માતાને રોડ પર ઢસડીને એમની પાસેથી ચાવી છીનવી લેવાની કોશિશ કરી રહ્યો હતો. માતા નલલમમલનો પાલતુ કૂતરો એની માલકીનને બચાવવા માટે દરેક પ્રકારની કોશિશ કરી રહ્યો હતો. એ કૂતરાએ શનમુગમ પર ઘણીવાર હુમલો પણ કર્યો પણ શનમુગમની પત્ની અને એના સંબંધીઓએ કૂતરાને ત્યાંથી ભગાડી દીધો હતો. એ પછી માતા નલલમમ્લ રોડ પર એકલી બેબ્સ અને જખમી હાલતમાં દેખાઈ રહી હતી.

એ પછી માતા નલલમમલને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જો કે મારપીટ કરતો આ સમગ્ર વિડીયો વાયરલ થતા પોલીસે શનમુગમને પોતાની માતા સાથે મારપીટ કરવામાં આરોપ હેઠળ અરેસ્ટ કરી લીધો છે. જો કે એની પત્ની ફરાર થઈ ગઈ છે અને પોલીસ એની શોધ કરી રહી છે.

આ સમગ્ર ઘટનાને જોયા અને જાણ્યા પછી એવું લાગે છે કે પૈસાની કિંમત હાલના સમયમાં માણસ કરતા પણ વધુ થઈ ચૂકી છે. ભાવનાઓ કરતા આજકાલ માણસો થોડા રૂપિયાને વધુ મહત્વ આપી રહ્યો છે. એવામાં એ કહેવું જરાય ખોટું નહિ હોય કે દીકરા કરતા તો પાલતુ કૂતરો જ સારો છે જે બીજું કઈ નહિ પણ માલકીન માટે વફાદાર તો છે.