તમારા ચોરાયેલા ફોનનો ચોર ગેરઉપયોગ ન કરે તે માટે જરૂર કરો આ કામ

સ્માર્ટફોન ચોરી થવાના બનાવો અવાર નવાર થતા હોય છે. અને કદાચ આ આર્ટિકલ વાંચનારા ઘણા ખરા લોકોના સ્માર્ટફોન ચોરી થયા પણ હશે. અમુક કિસ્સાઓમાં સ્માર્ટફોન કરતા તેમાં રહેલો પર્સનલ ડેટા વધુ કિંમતી હોય છે. જો આ ડેટા સંવેદનશીલ હોય અને તે ચોરના હાથમાં આવી જાય તો કદાચ તેનું ગંભીર પરિણામ પણ આવી શકે.

image source

Smartphone Tips : સ્માર્ટફોન આજના સમયમાં માણસ માટે સૌથી અગત્યનું સાધન બની ગયું છે. જો આજની પેઢીના સમયમાં કોઈ વ્યક્તિ પાસેથી ફોન લઈ લેવામાં આવે તો કદાચ તેને દિવસ કાઢવો મુશ્કેલ બની જાય. અત્યારના સમયમાં માણસ ધીમે ધીમે સ્માર્ટફોન પર નિર્ભર થતો જાય છે અને ધીમે ધીમે સ્માર્ટફોન ચોરી થવાના બનાવો વધી રહ્યા છે. જેમ ઉપર વાત કરી તેમ અમુક કિસ્સાઓમાં સ્માર્ટફોન કરતા તેમાં રહેલો પર્સનલ ડેટા વધુ કિંમતી હોય છે. જો આ ડેટા સંવેદનશીલ હોય અને તે ચોરના હાથમાં આવી જાય તો કદાચ તેનું ગંભીર પરિણામ પણ આવી શકે.

image source

અને એવી કોઈપણ સાથે થઈ શકે છે કે તેનો સ્માર્ટફોન ચોરી થઇ જાય કે ખોવાઈ જાય. જો તમારી સાથે પણ આવી ઘટના ઘટી હોય એટલે કે તમારો ફોન પણ ક્યારેય ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો સૌથી પહેલા અમુક કામ કરવા આવશ્યક છે. આ આગમચેતીના પગલાં દ્વારા તમે તમારા ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા ફોનની અંગત માહિતી ચોર કે અન્ય વ્યક્તિના હાથમાં જતા રોકી શકશો.

જો અકસ્માતે તમારા ફોનની કિંમતી અને સંવેદનશીલ માહિતી જો ચોર કે અન્ય વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિના હાથમાં જતી રહે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે તેમ છે. ત્યારે આગમચેતી તરીકે જો તમે અમુક કામો કરવામાં જેટલી ઉતાવળ કરશો નુકશાન પણ એટલું જ ઓછું થશે. ત્યારે અમુક જરૂરી કામો કયા કયા છે એ જાણીએ.

ફોન ચોરી થઈ ગયા બાદ આ 5 કામ જરૂર કરો

image source

ફોન ચોરી થઈ ગયા બાદ સૌથી પહેલા તમારા સિમ કાર્ડને બ્લોક કરાવી દો. આ માટે તરત તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને કોલ કરો અને તમારા ખોવાયેલા ફોનના સિમને બ્લોક કરાવી દો. સિમ બ્લોક થયા બાદ કોઈપણ પ્રકારનો OTP ચોર પાસે નહિ પહોંચી શકે.

ફોન ચોરી થયા બાદ આધાર કાર્ડને તમારા બીજા મોબાઈલ નંબર સાથે લિંક કરાવી લો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર ખાતે જવાનું રહેશે અને ત્યાં તમે તમારા આધાર કાર્ડને અન્ય નંબર સાથે લિંક કરાવી શકશો. ચોરનાં હાથમાં તમારા આધાર કાર્ડ સંબંધી માહિતી ન પહોંચે તે માટે આમ કરવું જરૂરી છે નહિતર તેનો ગેરઉપયોગ પણ થઈ શકે છે.

image source

એ સિવાય ફોન ગુમ થવાના કે ચોરાઈ જવાના કિસ્સામાં બધા UPI આઈડી અને બાકીની પેમેન્ટ એપના વોલેટને શક્ય તેટલું વહેલું ડીએક્ટિવેટ કરવું પણ ખૂબ જરૂરી છે. આ કામમાં તમે જેટલી ઝડપ કરશો એટલું જ તમારા માટે સારું રહેશે.

image source

તમારું ઈમેલ આઈડી, બધા સોશ્યલ મીડિયા અકાઉન્ટ જે તમારા ફોન નંબર સાથે લિંક હોય તે બધાને ડીએક્ટિવેટ કરી દો. આમ કરવાથી ચોર તમારા કોઈ આઈડીને નુકશાન નહિ કરી શકે કે તેનો ગેર ફાયદો નહિ ઉઠાવી શકે.