આ કારણોસર ભારતમાં જલ્દી આવશે મોટી તબાહી, અનેક શહેરો થશએ જળબંબાકાર, જાણો શું કરાઈ છે ભવિષ્યવાણી

ધરતીનું તાપમાન વધવું એટલે કે ગ્લોબલ વોર્મિંગનું જોખમ આપણી શંકાઓ કરતા પણ વધુ છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયું પરિવર્તન પેનલના રિપોર્ટે એના પર મહોર લગાવી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેર ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ બની ગયા છે કારણ કે ત્યાં વાતાવરણને ઠંડુ રાખવા માટે પાણી અને વનસ્પતિના સ્રોતોની કમી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક લેવલ પર સમુદ્રનું જલસ્તર 1901થી 2018ની વચ્ચે એવરેજ 0.20 મીટર વધ્યું છે.

image source

સંયુક્ત રાષ્ટ્રના જળવાયું પરિવર્તન પર ઇન્ટર સરકારી પેનલે પોતાનો છઠ્ઠો આંકલન રિપોર્ટ સોમવારે જાહેર કર્યો. ભારત પણ આ પેનલનો ભાગ છે. આ અભ્યાસ હેઠળ વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં ધરતીના જળવાયું અને ઇકોસિસ્ટમનું આંકલન કર્યું. એમાં ચોંકાવનારી વાત સામે આવી કે જળવાયું પરિવર્તનના જે જોખમની ભવિષ્યમાં આવવાની આશંકા હતી એ પહેલાં જ દેખાવા લાગી છે. જેની ભરપાઈ કદાચ જ શક્ય છે. જેમ કે સમુદ્રના વધતા જલસ્તરને પાછું લાવવામાં હવે કદાચ હજારો વર્ષો લાગી જશે.

image source

જો કે કાર્બન ડાયોક્સાઇડ કે ધરતીનું તાપમાન વધવાવાળી અન્ય ગ્રીન હાઉસ ગેસનું ઉતસર્જનમાં કમી જળવાયું પરિવર્તનની અસરને વધુ ઘાતક થતા બચાવી શકે છે. પણ બધા દેશોએ એના પર સહમતી બતાવવી પડશે. આ વર્ષે બ્રિટનને ગ્લાસગો શહેરમાં મોટા કાર્બન ઉત્સર્જક દેશોની બેઠક થવાની છે. એમાં પ્રદુષણ ફેલાવતા તત્વોમાં ઘટાડો કરવાનો લક્ષય છે.

image source

ટોની પૃથ્વીનું વૈશ્વિક સરેરાશ તાપમાનને સ્થિર કરવામાં 20થી 30 વર્ષ લાગી જશે. જો કે હવાની ગુણવત્તામાં તરત સુધારો જોવા મળશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસની પેનલના રિપોર્ટને જળવાયું પરિવર્તનના પ્રભાવો પર હજી સુધી સૌથી વિસ્તૃત આંકલન ગણવામાં આવ્યું છે.

જાણો રિપોર્ટની અમુક ખાસ વાતો.

image source

1.હિટવેવ અને ગરમ લૂ ની ઘટનાઓ પહેલા કરતાં વધી છે 1950 બાદ ભીષણ ગરમી વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે જ્યારે ઠંડક ઘટી છે અને નબળી પડતી જાય છે

2.શહેરો ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ. પાણી- વૃક્ષોની ઘાટ ગરમીની એક જાળ રચે છે.

3. જળવાયુ પરિવર્તન અને જીવનધોરણ એક-બીજાથી જોડાયેલા એક સમસ્યાનું સમાધાન કરતાં જીવનધોરણમાં સુધારો અને આર્થિક ઉન્નતિ તેમનિરીતે જ બહેતર બને છે.-અહેવાલનું તારણ

4. ધરતી પ્રખરતાથી ગરમ થઈ રહી છે.2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે તાપમાન. સૌથી મોટો ખતરો.

5. માનવીય ગતિવિધિઓના કારણે થઈ રહેલું જળવાયુ પરિવર્તન જ ગ્લોબલ વોર્મિંગના ખતરનાક પરિણામોનું જવાબદાર,તુરંત નહીં લગાવાય લગામ તો નુકસાન ભરપાઈ કરવું અસંભવ.

6. વાતાવરણમાં આકસ્મિક ઘટનાઓ અને અસામાન્ય બદલાવ મળી રહ્યા છે જોવા. હવે બે કે તેથી વધુ કુદરતી હોનારત આવે છે સામે. હિટવેવ અને દુકાળની ઘટનાઓ ત્રાટકે છે એક સાથે.

image source

7.સરેરાશ 1.3 મીટર પ્રતિ વર્ષની જડપથી સમુદ્રનું જલસ્તર વધી રહ્યું છે.

8. જળવાયુ પરિવર્તન અને જીવનધોરણ એક-બીજાથી જોડાયેલા એક સમસ્યાનું સમાધાન કરતાં જીવનધોરણમાં સુધારો અને આર્થિક ઉન્નતિ તેમનિરીતે જ બહેતર બને છે.-અહેવાલનું તારણ

9. તજજ્ઞોનું માનવું છે કે, કોઈ અણધારી કુદરતી આપતી કે ગ્લોબલ વોર્મિંગ ની ઘટનાનું ખાસ કારણ કહેવું મુશ્કેલ. પરંતુ માનવીય ગતિવિધિઓની અસર અને તીવ્રતાનું સારી રીતે મૂલ્યાંકન થઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!