રેલવેમાં ટિકિટ બુક કરાવીને મુસાફરી કરતા યાત્રીઓ ધ્યાન આપે, આ કોડ વિશે રાખો માહિતી

Indian Railways New Rules : જો તમે પણ ભારતીય રેલવેમાં નિયમિત રીતે યાત્રા કરતા હોય તો તમારા માટે અમારો આ આર્ટિકલ વાંચવો જરૂરી છે. હવે યાત્રીઓએ ટ્રેનની ટિકિટ બુક કર્યા પહેલા અમુક ખાસ કોડ બાબતે ધ્યાન આપવાનું રહેશે અને જો આમ કરવામાં ન આવે તો કદાચ યાત્રીઓને સીટ મળવામાં મુશ્કેલી ઉભી થઇ શકે.

image source

ઇન્ડિયન રેલવેએ સિટોના બુકીંગ કોડ અને કોચ કોડના નિયમોમાં ફેરફાર કર્યો છે. રેલવે પોતાના નવા નિયમો અંતર્ગત ટ્રેનોમાં નવા પ્રકારના કોચની શરૂઆત કરવા જઈ રહી છે. અને હવે આ કોડ દ્વારા પેસેન્જર ટિકિટ બુકીંગ કરતા સમયે પોતાની પસંદગીની સીટ બુક કરી શકશે.

ટિકિટ બુક કરવા સમયે પેસેન્જરોએ આ બાબતનું રાખવું ખાસ ધ્યાન

image source

ઉલ્લેખનીય છે કે રેલવે અનેક એક્સ્ટ્રા કોચની શરૂઆત કરવા જઈ રહ્યું છે. આ નવા કોચમાં AC 3 ટાયરનો ઇકોનોમી કલાસ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારના કોચમાં 83 બર્થ હશે. હજુ સુધી ઇકોનોમી ક્લાસના આ થર્ડ એસી કોચ.આ સીટ બુકીંગ માટે ભાડું કેટલું હશે તે નક્કી કરવામાં નથી આવ્યું.

વિશેષ છે વિસ્ટાડોમ કોચ

image source

અસલમાં ટુરિઝમને ધ્યાનમાં રાખીને રેલવેએ આ પ્રકારના કોચ રજૂ કર્યા છે. વિસ્ટાડોમ કોચની સૌથી વિશેષ ખાસિયત એ છે કે આ કોચમાં અંદર બેઠેલા યાત્રીઓ અંદરથી જ બહારનો નજારો જોઈ શકશે. કારણ કે આ કોચની છત પણ કાચની હશે. રેલવે લગભગ બધા રાજ્યોમાં આવી ઓછામાં ઓછી એક ટ્રેન ચલાવશે. હાલ આ વિસ્ટાડોમ કોચ મુંબઇના દાદરથી લઈને ગોવાના મડગાંવ સુધી ચાલે છે.

કઈ રીતે કરી શકાશે બુકીંગ ?

image source

આ બધી કેટેગરીના કોચ તથા સીટોના કોડ વિશે બધા ઝોનના પ્રિન્સિપાલ ચીફ કોમર્શિયલ મેનેજર્સને નોટિફાઈ કરી દેવામાં આવ્યા છે. આ અંતર્ગત થર્ડ એસી કલાસ ઇકોનોમી કોચનું બુકીંગ કોડ 3E હશે અને કોચનો કોડ M હશે. આ પ્રકારે વિસ્ટડોમ એસી કોચનું કોડ EV રાખવામાં આવ્યું છે. ત્યારે કયા કોચનો બુકીંગ કોડ શું છે તે પણ જાણીએ.

હવે આ પ્રકારના હશે નવા બુકીંગ કોડ અને કોચ કોડ

image source

વિસ્ટાડોમ V.S. AC DV

સ્લીપર S.L. S

એસી ચેયર કાર C.C C

થર્ડ એસી 3A B

એસી થ્રિ ટાયર ઇકોનોમી 3E M

સેકન્ડ એસી 2A A

ગરીબ રથ એસી થ્રિ ટાયર 3A G

ગરીબ રથ ચેયર કાર CC J

ફર્સ્ટ એસી 1A H

એક્ઝિક્યુટિવ કલાસ E.C E

અનુભૂતિ કલાસ E.A K

ફર્સ્ટ કલાસ F.C F

વિસ્ટાડોમ એસી E.V E.V