10મું પાસ વ્યક્તિઓ માટે ભારતીય રેલ્વે લાવ્યું છે નોકરીની ખાસ તક, જાણો તમામ વિગતો

જો તમે નોકરીની શોધમાં છો તો અમે તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે અનેક નોકરીઓ બહાર પાડી ચૂક્યું છે.આ નોકરીઓ માટે અરજદાર ખાસ કરીને અધિકૃત વેબસાઈટની મદદથી એપ્લાય કરી શકે છે.અમે તમને જણાવી દઈએ કે અપરેંટિસ પર નિકળેલી આ નોકરીઓને માટે અરજદારોની પાસે આવનારા મહિનાની 5 તારીખ એટલે કે 5 માર્ચ છેલ્લો દિવસ છે. આ નોકરીઓ માટે ફક્ત 10મું પાસ વ્યક્તિઓ અરજી કરી શકે છે.

image source

આ નોકરીઓ સેન્ટ્રલ રેલ્વેના રેલ્વે રિક્રૂમેન્ટ સેલે બહાર પાડી છે, 6 ફેબ્રુઆરીથી આ નોકરીઓ માટે ઓનલાઈન આવેદનની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે 5 માર્ચે સાંજે 5 વાગે આ અરજીનો અવસર પૂર્ણ થશે. નોકરી માટેના સ્થાનોમાં મુંબઈ, ભુસાવલ, પુના, નાગપુર, સોલાપુર સહિત અન્ય અનેક સ્થળો છે અને તેને માટે 2532 પદ માટે રજી બહાર પાડવામાં આવી છે.

image source

આ જગ્યાઓએ આટલા પદ માટે બહાર પડાઈ છે વેકેન્સી

મુંબઈ

  • મુંબઈ કલ્યાણ ડીઝલ શેડ- 53 પોસ્ટ

    image source
  • કુર્લા ડીઝલ શેડ- 60 પોસ્ટ
  • ટીઆરસી કલ્યાણ -179 પોસ્ટ
  • સીનીયર ડીઈઆરઈ કુર્લા- 192 પોસ્ટ
  • પરેલ વર્કશોપ -418 પોસ્ટ
  • માટુંગા કાર્યશાળા – 547 પોસ્ટ
  • એસએન્ડટી કાર્યશાળા બાઈકુલા- 60 પોસ્ટ
image source

ભુસાવલ

  • કેરિજ એન્ડ વેગન ડિપો -122 પોસ્ટ
  • ઈલેક્ટ્રિક લોકો શેડ ભૂસાવલ- 80 પોસ્ટ
  • ઈલેક્ટ્રિક લોકોમોટિવ વર્કશોપ -118 પોસ્ટ
  • મનમાડ વર્કશોપ- 51 પોસ્ટ
  • ટીએમડબલ્યૂ નાસિક રોડ – 49 પોસ્ટ

પુના

  • કેરિઝ અને વેગન ડિપો – 31 પોસ્ટ
  • ડીઝલ લોકો શેડ – 121 પોસ્ટ

આ સિવાય અન્ય જગ્યાઓ માટે ઈલેક્ટ્રિક લોકો શેડ – 48 પોસ્ટ, કેરિઝ અને વેગન ડિપો- 58 પોસ્ટ અને કુર્દુવાડી કાર્ય શાળા -21 પોસ્ટ બહાર પાડવામાં આવી છે.

image source

રેલ્વે દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર ઉમેદવારની પસંદગી માટે ફક્ત 50 ટકા માર્ક જરૂરી છે. આ સિવાય તમારી માર્કશીટ માન્યતા પ્રાપ્ત સંસ્થાની હોય તે પણ જરૂરી રહેશે. આ સિવાય તેમાં આઈટીઆઈ અંક જેમાં અપ્રેટિસ શિપ કરાશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 6 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુઘી ફોર્મ ભરી શકે છે.

image source

તો જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમે પણ જલ્દી આ જગ્યાએ અરજી કરી લો અને ઝડપથી ઓનલાઈન ઈન્ટરવ્યૂ બાદ એક સારી નોકરી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!