સેવિંગ્સ એકાઉન્ટ ધારકો કરી લો આ કામ, નહીં તો બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

આજના સમયમાં બેન્કિંગ સેવાઓ વિના કોઈ કામ થઈ શકે તેમ છે નહી. ભલેને આપની પાસે એક સેવિંગ એકાઉન્ટ હોય, પરંતુ હોવું જરૂરી છે. પણ સેવિંગ એકાઉન્ટને મેન્ટેન કરીને રાખવું પણ જરૂરી છે. જો આપ એક વર્ષ કરતા વધારે સમય સુધી બેંક એકાઉન્ટમાં કોઈપણ પ્રકારની લેવડ દેવદ નથી કરતા તો આપનું બેંક એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો કે, આ એવી રીતે બંધ નહી થાય, જેને ફરીથી ચાલુ ના કરાવી શકાય. ઉપરાંત નિષ્ક્રિય થઈ જાય છે. જો એકાઉન્ટ બે વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે તો જો એકાઉન્ટ બે વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે તો એને ડોરમેટ કેટેગરીમાં નાખી દેવામાં આવે છે. આ પરિસ્થિતિથી બચવા માટે સરળ રીત છે એકાઉન્ટ માંથી મહીને કે પછી બે મહીને કોઈ લેવડ દેવદ કરતા રહો. આપ બિલ, ચેક, કેશ કે પછી કેશ ઉપાડ દ્વારા આમ કરી શકો છો. આજના સમયમાં યુપીઆઈના લીધે આપ ડીજીટલ પેમેન્ટની મદદથી પણ બેંક એકાઉન્ટને ચાલુ રાખી શકો છો.

આવી શકે છે સમસ્યા.

image source

હવે ઘણા બધા લોકોને એક કરતા વધારે બેંક એકાઉન્ટ હોય છે. જો આવી વ્યક્તિઓમાં આપ પણ સામેલ હોઈ શકો છો. જેટલા વધારે એકાઉન્ટ હશે એટલું જ વધારે ટેન્શન. કેમ કે, આપને તમામ એકાઉન્ટને મેનેજ કરવાના રહેશે. નહી કરવામાં આવે તો એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો આપના બંધ પડેલ એકાઉન્ટને સમયસર ચાલુ નહી કરાવવામાં આવે તો લેટ થવાથી આપને દંડ પણ ભરવો પડી શકે છે. જો આપ બે વર્ષ સુધી કોઈ એકાઉન્ટને સક્રિય નથી રાખતા અને આપનું એકાઉન્ટ બંધ થઈ જાય તો આપે તેને ફરીથી શરુ કરાવી શકો છો, અહિયાં અમે આપને તેના વિષે જાણકારી આપીશું.

કેવી રીતે શરુ રાખી શકો છો એકાઉન્ટ?

image source

જો આપ બચત ખાતું કે પછી ચાલુ ખાતામાં વર્ષ દરમિયાન કોઈ લેવડ દેવદ નથી કરી (બેંકમાં જમા કરવામાં આવેલ વ્યાજ અને સેવા શુલ્કમાં કપાત સિવાય) તો બેંક આપના એકાઉન્ટને ઈનેક્ટિવ કરી દેશે. જો કે, બેંકો તરફથી તેની જાણકારી મેસેજ દ્વારા આપવામાં આવે છે.

બે વર્ષ કરતા વધારે સમય પસાર થઈ જાય ત્યારે.

બે વર્ષ કરતા વધારે સમય પસાર થઈ જાય છે તો એકાઉન્ટને નિષ્ક્રિય કે પછી ડોરમેટ કરી દેવામાં આવશે. આપ ચેકના માધ્યમથી લેવડ દેવડ, કેશ જમા કરીને, ચેકના માધ્યમથી પૈસા જમા કરીને એટીએમના માધ્યમથી કેશ ઉપાડીને કે પછી જમા કરીને અને ઈન્ટરનેટ
બેન્કિંગ લેવડ દેવડ દ્વારા એકાઉન્ટ શરુ રાખી શકો છો.

બેંક કેમ ઉઠાવે છે આવા પગલા.

image source

મહત્વનો પ્રશ્ન આ છે કે, બેંક એકાઉન્ટને નિષ્ક્રિય કરવા જેવા પગલા કેમ ઉઠાવે છે. બેંક આપના એકાઉન્ટની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને આપના પૈસાને દગાખોરીથી બચાવવા માટે બેંક દ્વારા એકાઉન્ટને નિષ્ક્રિય કરવાના પગલા ભરે છે. ખરેખરમાં તે પરિસ્થિતિમાં આપ પોતે પણ ત્યાં સુધી પોતાના એકાઉન્ટ માંથી લેવડ દેવડ નહી કરી શકો, જ્યાં સુધી કે, એકાઉન્ટને ફરીથી ચાલુ કરવામાં ના આવે. આવી પરિસ્થિતિમાં દગાખોરી થવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો.

કેવી રીતે કરાવો એકાઉન્ટને ફરીથી શરુ.

image source

નિષ્ક્રિય બેંક એકાઉન્ટને ફરીથી સક્રિય કરી શકાય છે જેથી આપ એને ફરીથી સંચાલિત કરવાનું શરુ કરી શકો કે પછી એને બંધ કરી શકો. રીએક્ટીવેશન પ્રોસેસ બેંકોમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે એકાઉન્ટ ૨૪ કલાકની અંદર સક્રિય થઈ જાય છે. એના માટે ખાતાધારકને ચેક કે પછી એટીએમથી લેવડ દેવડ કરવાની રહેશે. જો કોઈની પાસે અન્ય સક્રિય એકાઉન્ટ છે તો તે પૂતના વ્યક્તિગત ઈન્ટરનેટ બેન્કિંગ આઈડી પરથી બેંકને એક સિક્યોર્ડ મેસેજ મોકલી શકો છો એના માટે આ એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં ઓછામાં ઓછા એક રૂપિયો ડેબિટ કરવાના નિર્દેશ આપવાનો રહેશે.