ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ

રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 81.34 ટકા વરસાદ (Gujarat average rain) પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે.

image source

રાજ્યમાં અમુક વિસ્તારોને બાદ કરતા તમામ સ્થળોએ સારો એવો વરસાદ પડ્યો છે. હાલ વરસાદમાં 14% જેટલી ઘટ છે. આ દરમિયાન હવામાન વિભાગે (Weather department) આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી આપી છે. જેમાં 27મી અને 28 સપ્ટેમ્બરના રોજ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનથી ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને આગામી પાંચ દિવસ સુધી પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 81.34 ટકા વરસાદ (Gujarat average rain) પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે.

image source

હવામાન વિભાગના મતે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

image source

ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં વરસશે ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના પણ અમૂક જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ પડશે.

24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ

24મી તારીખે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 151 તાલુકામાં થોડો કે વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં 8 ઈંચ પડ્યો છે. કચ્છના અમીરગઢ અને નખત્રાણામાં 4 ઈંચ, ગણદેવી અને ઉમરપાડામાં 3.5 ઈંચ, ચીખલી, વલસાડ, અંજાર અને કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

ઝોન પ્રમાણેનો વરસાદ

image source

કચ્છમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 85.82 ટકા વરસાદ પડ્યો છે. આ સિઝનમાં અહીં કુલ 379.60 મી.મી. વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 65.12 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધી ઉત્તર ગુજરાતમાં સિઝનનો 466.59 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.28 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે અત્યારસુધી વિસ્તારમાં 590.84 મી.મી. વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં આ વખતે સિઝનનો સરેરાશ 91.70 ટકા વરસાદ પડી ગયો છે. અહીં કુલ 642.48 મી.મી. વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સરેરાશ 81.34 ટકા વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 1189.04 મી.મી. વરસાદ વરસી ગયો છે. આ રીતે રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 81.34 ટકા વરસાદ પડ્યો છે.

image source

રાજ્યમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 27 સેમીનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી 123.47 મીટરે પહોંચી છે, તો ઉપરવાસમાંથી 265 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો હાલ પાણીની જાવક પર રોક લગાવી દેવામાં આવી છે, નર્મદા ડેમની જળ સપાટી વધતા હવે ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન પણ હલ થયો છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદની વાત કરીએ તો, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. આ સાથે 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જામનગરના જોડિયામાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમીરગઢ અને નખત્રાણામાં 4 ઈંચ વરસાદ જ્યારે ગણદેવી અને ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ચીખલી, વલસાડ, અંજાર અને કપરાડામાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

image source

મહત્વનું છે કે રાજ્યમાં સારા વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે કેટલીક વાર ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર પણ બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાવવાને કારણે અનેક ગામોમાં પૂરમા પાણી ફરી વળતા હોય છે, ત્યારે હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી હસ્ત નક્ષત્રમાં તા.27થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે. આ સાથે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર, પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, હાથીયો વરસે તો ઘઉંનો પાક સારો થાય તેમ ગણાય છે. કહેવાય છે કે જો વરસે હાથીયો તો મોતીએ પુરાય સાથીયો. હાથીયો ગાજે તો તીડ ભાગી જાય.