બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટીએ કર્યો ખુલાસો, શિલ્પાની બહેન હોવું સરળ ન રહ્યું.

શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટીમાં શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. આ રિયાલિટી ટીવી શોના રવિવારના એપિસોડમાં એમને પોતાની બહેન શિલ્પા શેટ્ટીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. શમિતા શેટ્ટીનું કહેવું છે કે શિલ્પા શેટ્ટીની બહેન હોવું એમના માટે સરળ નથી રહ્યું. હોસ્ટ કરણ જોહરે શોમાં શમિતા શેટ્ટીના ખેલ તેમજ એમના વ્યવહારની પ્રશંસા કરી છે. શમિતા શેટ્ટીએ કહ્યું કે એમના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 20 વર્ષ સરળ નથી રહ્યા અને એમને દર વખતે પોતાની મોટી બહેન શિલ્પા શેટ્ટીના છાયામાં રહેવું પડે છે.

image source

શમિતા શેટ્ટીએ આગળ કહ્યું કર મેં ઇન્ડસ્ટ્રીમાં 20- 25 વર્ષોની કઠોર યાત્રા કરી છે. એક વ્યક્તિ તરીકે હું વધુ કોન્ફિડેન્ટ છું. લોકો મને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીના નામે ઓળખે છે. આ એક સુરક્ષાત્મક છાયો છે. હું નસીબદાર છું કે મારી પાસે શિલ્પા શેટ્ટીનો શેડો છે પણ લોકો અસલમાં મને નથી જાણતા.

image source

જ્યારથી બિગ બોસ ઓટીટી શરૂ થયું છે ત્યારથી શમિતા શેટ્ટીને પોતાના કો કન્ટેસ્ટન્ટ સાથેન ટકરાવ જગ જાહેર છે. દિવ્યાં અને નિશાંત ભટ્ટ સફહે એમની નોકજોક થઈ ચૂકી છે. દિવ્યાએ તો એમને બોસી પણ કહી દીધું હતું. શમિતા શેટ્ટી એ પહેલાં ત્રણ રિયાલિટી શો કરી ચુકી છે અને બિગ બોસ ઓટીટી એમનો ચોથો રીયાલીટી શો છે. એ બિગ બોસ 3, ઝલક દિખલા જા 8 અને ખતરો કે ખિલાડી 9માં કામ કરી ચુકી છે.

image source

સંડેના એપિસોડમાં કરણ જોહરે શમિતા શેટ્ટીને ખૂબ જ સ્પોર્ટ કર્યો જેના કારણે એમને યુઝર્સન ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો.યુઝર્સે એમને બાયસડ કહી દીધા.

image source

શોમાં શમિતા શેટ્ટી અને અક્ષરા સિંહનો પણ ઝગડો થઈ ચૂક્યો છે. ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ શમિતા શેટ્ટીને શરૂઆતથી જ પસંદ નથી કરતી એ શોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અક્ષરા સિંહે શમિતા શેટ્ટીને પોતાની માતાની ઉંમરની કહી દીધું હતું. એટલી જ નહીં એમને એક્ટ્રેસ શમિતા શેટ્ટીને માસી કહીને પણ બોલાવી હતી. એ પછી કમાલ ખાન આ લડાઈમાં કુદયા અને સોશિયલ મીડિયા દ્વારા શમિતા શેટ્ટીને 48 વર્ષની કહી દીધું.

image source

શમિતા શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીએ તો હાલના દિવસોમાં એમની ફેમીલી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા હાલ જેલમાં છે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને એને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે.