જો તમે પણ કારમાં CNG કીટ ફિટ કરાવવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો આ ખાસ વાત

આપણે સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવો વધારી રહી છે. હવે સરકારના આ ભાવવધારા પાછળ શું કારણ હોઈ શકે તેના વિશે અલગ અલગ મત પ્રવર્તે છે. પણ એક હકીકત ચોક્કસ છે અને એ તે કે સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર ગ્રાહકો પાસેથી જે ટેક્સ વસુલવામાં આવે છે તે બહુ તોતિંગ રકમનો હોય છે. એટલું જ નહીં પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્નેનો ટેક્સ લાગે છે. પરિણામે ગ્રાહક પાસે આવતા આવતા પેટ્રોલના મૂળ ભાવમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ ઉમેરીને મોંઘા ભાવે પડે છે. અને દ્વિચક્રી વાહનોમાં પેટ્રોલ ડિઝલનો કોઈ સક્ષમ વિકલ્પ ન હોવાને કારણે ગ્રાહકોએ ફરજીયાત પણે આ મોંઘા ભાવનું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

image source

હા, એ પણ હકીકત છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને બીજી બાજુ કોરોના મહામારીને કારણે ઠપ્પ થયેલા તેમજ પ્રભાવિત થયેલા ધંધા રોજગારને લીધે લોકોની આવકમાં પણ ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે ત્યારે અનેક લોકોને પોતાના વાહનોના પેટ્રોલ ડીઝલના ખર્ચ બંધ કરવાનો વારો આવ્યો અને આ લોકો પૈકી ઘણાખરાએ વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક સ્કુટરો, અને બાઇસીકલ અપનાવ્યા.

ભલે ઇલેક્ટ્રિક સ્કુટરો અને બાઈકની સ્પીડ પેટ્રોલ ડિઝલથી ચાલતા વાહનોની સરખામણીએ ઓછી હોય પરંતુ જે લોકોને શહેરમાં ફરવા પૂરતો જ વાહનનો ઉપયોગ રહેતો હોય તેમના માટે ઇલેક્ટ્રિક બાઈક અને સ્કૂટર એક સારો અને સસ્તો વિકલ્પ છે.

image source

એ સિવાય ફોર વહીલ વાહનોની વાત કરીએ તો આ ક્ષેત્રમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ફોર વહીલ કાર ચાલકો પોતાના વાહનોમાં CNG કીટ ફિટ કરાવવા લાગ્યા છે. અમુક નવા વાહનોમાં હવે કંપની પોતાના મિકેનિકો દ્વારા જ CNG કીટ ફિટ કરીને ગ્રાહકોને વેંચે છે. જ્યારે પેટ્રોલ ડીઝલથી ચાલતી ફોર વહીલ કાર CNG સંચાલિત કરવાની થાય ત્યારે તેમાં CNG કીટ અન્ય મિકેનિકો દ્વારા ફિટ કરાવવી પડે છે.

image source

જો તમારી પાસે પણ પહેલાથી જ પેટ્રોલ ડીઝલ દ્વારા ચાલતી કાર હોય અને તેમાં તમે CNG કીટ ફિટ કરાવવાનું વિચારતા હોય તો અમારો આ આર્ટિકલ તમારે ખાસ વાંચવો જરૂરી છે.

image source

કારણ કે તાજેતરમાં જ અમદાવાદ RTO ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, હવેથી કંપની ફિટિંગ વાહનોમાં જ CNGની માન્યતા અપાશે. જે કંપનીઓ નવા મોડ્યુલમાં CNG ફિંટીગ નથી આપતી તેમાં પાછળથી કિટ ફિટ કરવાની કોઈ પરવાનગી અપાશે નહીં. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાં CNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરાશે. માત્ર જૂના મોડ્યુલમાં જ CNG કિટ બજારમાંથી ફીટ કરી શકાશે. નિયમ વિરુદ્ધ આડેધડ BS6 એન્જીનમાં CNG ફિટ કરનાર સામે RTO હવે કાર્યવાહી કરશે.