ગાડી પાર્ક કરવામાં નહીં રાખો આ વાતોનું ધ્યાન તો મૂકાશો મુશ્કેલીમાં, જાણો કામની વાતો

કાર પાર્કિંગ કરતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે જો આ બાબતોને ધ્યાનમાં ન લેવામાં આવે તો ગાડીને નુકશાન અને તમને આર્થિક ભાર પડી શકે છે એટલું જ નહીં પણ તમારી કાર ચોરી થઈ જવાનો પણ ભય રહે છે.

image source

Car Parking : ગાડીનું પાર્કિંગ કરવું વાહનની સુરક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વની બાબત છે જો ગાડી પાર્ક કરવા સમય કોઈક નાની મોટી ભૂલ થઈ જાય તો કારને નુક્શાન તો થાય જ છે પણ સાથે સાથે કાર ચોરી થઈ જવાનો પણ ભય રહે છે. આ માટે આજના આ આર્ટિકલમાં અમે આપને કાર પાર્કિંગ કરવા માટેની અમુક ઉપયોગી થઈ શકે તેવી ટિપ્સ આપી રહ્યા છીએ જે તમારા માટે કામની સાબિત થશે.

1). ગાડીને પાર્કિંગ માટેની જગ્યાએ જ કરવી પાર્ક

image source

– જ્યારે પણ ગાડીને પાર્ક કરવાની આવે તો એ અવશ્ય જોવું કે જે જગ્યાએ ગાડી પાર્ક કરવાની છે તે ગાડી માટે યોગ્ય છે કે કેમ

– ભૂલથી પણ નો સ્ટેન્ડિંગ કે નો પાર્કિંગ ઝોનમાં ગાડીને પાર્ક ન કરવી જોઈએ

– કોઈ ઘરના દરવાજા સામે કે દુકાનના સામે ગાડી પાર્ક ન કરવી

2). પાર્કિંગ કરવામાં બેદરકારી દાખવવી પડી શકે છે ભારે

image source

– બજાર, મોલ કે અન્ય સ્થળોએ થોડાક પૈસા બચાવવા માટે બાઈક કે કારને પાર્કિંગ એરિયામાં ન રાખીને ગમે ત્યાં પાર્ક ન કરવી

– આ રીતે પાર્ક કરેલી ગાડીઓ પર બાઈક કે ગાડી ચોરોની ખાસ નજર હોય છે તેઓ ક્યારે કાર કે બાઈક ચોરી કરી લે તેની ખબર પણ ન પડે.

– આ માટે કારને ચોરી થતી બચાવવા માટે ગાડીને જ્યાં ત્યાં પાર્ક ન કરવી અને પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરવી

3). આવી જગ્યાએ ગાડીને પાર્ક ન કરવી

image source

– બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ કે ટેક્સી તેમજ ઓટો સ્ટેન્ડ જેવી જગ્યાઓએ ગાડીને પાર્ક ન કરવી

– કોઈ મોટા વૃક્ષ નીચે પણ ગાડી પાર્ક કરવી સલામત નથી. કારણ કે ક્યારે કોઈ કારણોસર તેની ડાળ તમારી ગાડી પર પડે તે નક્કી ન કહેવાય.

– એ સિવાય ભારે પવન કે વાવાઝોડા દરમિયાન આખું વૃક્ષ પણ તમારી ગાડી પર ધરાશાયી થઈ શકે છે જેના કારણે તમને ભારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે.

– કોઈ દીવાલની બાજુમાં ગાડી પાર્ક કરી રહ્યા હોય તો દીવાલ અને ગાડી વચ્ચે થોડું અંતર રાખીને જ ગાડી પાર્ક કરવી.

4). હેન્ડ બ્રેકનો કરો ઉપયોગ

image source

– પહાડી વિસ્તારમાં જ્યારે ગાડી પાર્ક કરવાની થાય તો હેન્ડ બ્રેકનો ઉપયોગ અવશ્ય કરવો

– ગાડીને ન્યુટ્રલ ગિયરમાં નાખીને હેન્ડ બ્રેક દબાવવી સારો વિકલ્પ છે.

– હેન્ડ બ્રેકનો ઉપયોગ કરો તો પુશ બટન જરૂર દબાવવું

– લોકો ગાડીને પાર્ક કરી તેને ગિયરમાં નાખી દે છે પણ અસલમાં આમ ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગિયર પર ભાર વધે છે હેન્ડ બ્રેક પર નહિ