કોરોનાના કારણે અહીં 500થી વધારે બાળકો થયા સંક્રમિત, 11 દિવસમાં સ્થિતિ બની રહી છે ગંભીર

કોરોનાની ત્રીજી લહેરના જોખમ વચ્ચે બેંગ્લોરમાં કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. આંકડાઓની વાત કરીએ તો અહીં 1 થી 11 ઓગસ્ટની વચ્ચે બેંગ્લોરમાં 543 બાળકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ બધા બાળકોની ઉંમર 0 થી 19 વર્ષની વયની વચ્ચે છે. આ દરમિયાન સત્તાવાર સીએમ બસવરાજ બોમ્માઇએ શુક્રવારે નિષ્ણાંતો સાથે તાકીદની બેઠક બોલાવી હતી.

image source

નોંધપાત્ર બાબત એ છે કે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ મુખ્યમંત્રીએ કર્ણાટકમાં શાળાઓ ખોલવાનો આદેશ કર્યો હતો. પરંતુ વધતા કોરોનાના કેસ જોતા આ બેઠકમાં ઘણા કડક નિર્ણયો લેવાની ચર્ચા કરી હતી. બીજી બાજુ ગ્રેટર બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 543 બાળકો અને યુવાનો કે જેમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. તેમાંથી મોટાભાગનામાં કોરોનાના હળવા લક્ષણો છે અથવા કોઈ લક્ષણો નથી.

image source

વૈજ્ઞાનિકો તેને સૌથી મોટું જોખમ માની રહ્યા છે. કારણ કે લક્ષણો વિનાના કોરોના લક્ષણો વિના બાળકો તેમજ યુવાનો પર આક્રમણ કરી રહ્યો છે. તેનાથી ત્રીજી લહેરની આશંકા પણ વધી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ત્રીજી લહેરમાં બાળકો તેમજ યુવાનોએ વધારે સુરક્ષિત રહેવાની જરૂર છે. જો કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી. પરંતુ બીજી લહેર દરમિયાન બાળકો તેમજ યુવાનો જ સૌથી વધુ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા.

image source

બૃહદ બેંગલોર મહાનગર પાલિકા તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે અનુસાર 0થી 19 વર્ષના બાળકો અને યુવાનોમાં 250 સંક્રમિત સામે આવ્યા હતા. આ આંકડા પાંચથી દસ ઓગસ્ટ વચ્ચેના હતા. પરંતુ શુક્રવારે એક ઓગસ્ટથી 11 ઓગસ્ટ વચ્ચેના જે આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા હતા. 543 બાળકો સંક્રમિત થયાની ખબરથી સ્વાસ્થ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે.

image source

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મોટાભાગની સરકારી શાળાઓ ખોલવામાં આવનાર છે. તેવામાં આ પરિસ્થિતિ બાદ શાળાઓ બંધ કરવાની માંગ ઊઠી રહી છે.