Site icon News Gujarat

કોરોનામાં વિચિત્ર ચિત્ત ભ્રમ અંગે સામે આવ્યું ચોંકાવનારું પરિણામ, શું હોય છે ચિત્તભ્રમ

કોરોના મહામારી દરમિયાન લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ કોરોના મહામારીની તેમના માનસપટ
પર ઘણી ઊંડી અસર પડી છે. કોરોના વાયરસની આવી અસરના લીધે આજના સમયમાં ઘણા બધા લોકોને અવનવા ભ્રમોનો શિકાર
થયા છે. ઉદાહરણ, ખાવાની વસ્તુઓમાં કોરોના વાયરસની આકૃતિ દેખાવી, કોરોના વાયરસને સંબંધિત વિચિત્ર સપનાઓ આવવા,
પોતાની ચારેબાજુ વાયરસ જ દેખાય વગેરે… આ તમામ બાબતો ચિત્તભ્રમમાં સામેલ કરી શકાય છે.

ચિત્તભ્રમ એટલે શું?

image source

ચિત્તભ્રમ એટલે તદ્દન ખોટી, પાયા વગરની માન્યતાઓને વળગી રહેવું અને જે બાબતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોવો નહી.
ચિત્તભ્રમને ચોક્કસપણે ખોટી માન્યતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કેમ કે, તે હકીકત છે નહી.

ચિત્તભ્રમની માનસિક સ્થિતિ એકાએક ઉત્પન્ન થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિઓમાં પરિવર્તન આવે છે જેના લીધે તે
અવ્યવસ્થિત અને વિચલિત કામ કરવા લાગે છે. ચિત્તભ્રમ પુખ્તવયની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે, તેમાં પણ ઉન્માદ ધરાવતા
વ્યક્તિઓને વધારે ભ્રમનો અનુભવ થાય છે. ચિત્તભ્રમ ધરાવતી વ્યક્તિને ફરીથી સ્વસ્થ થવા માટે તાત્કાલિક સારવારની જરૂરિયાત
હોય છે.

image source

ચિત્તભ્રમ કેટલીક વાર વ્યક્તિનું સામાજિક સ્તર, આસપાસનું વાતાવરણ, શિક્ષણ, બાળ ઉછેર, દિમાગના ન્યુરોટ્રાન્સમીટર્સમાં થતા
વધારા- ઘટાડા, વારસાગત બીમારી, કૌટુંબિક ઝઘડા વગેરે બાબતો પર પણ આધારિત હોય છે.

પ્રકાર

image source

ચિત્તભ્રમ ઘણાબધા પ્રકારના હોય છે. જેમ કે, શારીરિક (Somatic) ભ્રમ ધરાવતા વ્યક્તિઓ એવું માનવા લાગે છે કે, તેમની
ચામડીની નીચે શારીરિક સંવેદનાઓ કે પછી શારીરિક નિષ્ક્રિયતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિઓ કોઈ સાધારણ તબીબી
સ્થિતિમાં કે પછી ખામીથી પીડાઈ રહ્યા હોય છે. કોઈ ચેપ લાગી ગયો હોય, શરીરનો કેટલોક ભાગ નિષ્ક્રિય થઈ ગયો હોય, ત્યારે કોઈ
એવું માનવા લાગે છે કે, તેમના શરીરમાં પરોપજીવીઓ રહે છે વગેરે. આવી વ્યક્તિઓ સોમેટિક ભ્રમથી પીડાઈ રહ્યા હોય તેવી
સંભાવના છે.

મહાનતા ચિત્તભ્રમમાં વ્યક્તિ પોતાને મહાન શક્તિશાળી માનવા લાગે છે, તેમની પાસે દૈવીય શક્તિઓ છે, તેઓ પોતે સર્વશ્રેષ્ઠ છે,
એવું માનવા લાગે છે, આવી વ્યક્તિઓ વધારે પડતી ધાર્મિકતા બતાવવા લાગે છે. આવા ઘણા બધા મહાનતા દર્શાવતા વિચારો અને
વર્તન કરતા વ્યક્તિ જોવા મળે છે. ઉ.દા., આપણા સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે, તેઓ પોતે ભગવાનના
સાક્ષાત અવતાર છે. ઈરટોમેનિક ચિત્તભ્રમમાં વ્યક્તિને કોઈ ચોક્કસ વ્યક્તિના પ્રેમમાં હોય છે તેવો અનુભવ થાય છે. જેલસી
ચિત્તભ્રમમાં પતિ- પત્નીને એકબીજાના ચારિત્ર્ય પર વહેમ કે પછી શંકા કરતા હોય છે.

ચિત્તભ્રમ થવાના કારણો:

લક્ષણો:

image source

હાયપરએક્ટીવ ચિત્તભ્રમના લક્ષણો:

image source

હાઈપોએક્ટીવ ચિત્તભ્રમના લક્ષણો:

ઉપચાર:

ચિત્તભ્રમની સારવાર કાઉન્સેલિંગ, સાયકોથેરાપી, પારિવારિક ઉપચાર, વર્તન સુધારણા પદ્ધતિ વગેરેથી કરી શકાય છે.

Exit mobile version