અછબડાની જેમ તરત જ ફેલાય જતો ડેલ્ટા વેરિઅન્ટ હવે લોકોને ડરાવી રહ્યો છે, રિપોર્ટ જોઈને ફફડી ઉઠી દુનિયા

કોરોનાવાયરસનું ડેલ્ટા સ્વરૂપ વાયરસના અન્ય તમામ જાણીતા સ્વરૂપો કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તે અછબડાની જેમ સરળતાથી ફેલાય છે. યુએસ હેલ્થ ઓથોરિટીના આંતરિક દસ્તાવેજને ટાંકીને મીડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે અને ત્યારથી જ લોકોમાં ફફડાટ મચી ગયો છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે ડેલ્ટા ફોર્મની ઓળખ ભારતમાં જ થઈ હતી. પ્રથમ એક અગ્રણી અમેરિકન દૈનિકે આ દસ્તાવેજના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો. સીડીસીના ડિરેક્ટર ડો. રોશેલ પી. વેલેન્સ્કીએ મંગળવારે સ્વીકાર્યું કે જે લોકો રસીકરણ કરાવ્યા છે તેમના નાક અને ગળામાં વાયરસની હાજરી સમાન છે જેમની રસીકરણ કરવામાં આવ્યું નથી. આંતરિક દસ્તાવેજ વાયરસના આ સ્વરૂપના કેટલાક વધુ ગંભીર લક્ષણો તરફ નિર્દેશ કરે છે.

image source

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટ કોરોનાના આલ્ફા વેરિઅન્ટ કરતાં ૧૦ ગણી ઝડપથી પ્રસરે છે. કોરોના વાઈરસના ડેલ્ટા વેરિઅન્ટે આખા વિશ્વમાં ખોફ જગાવ્યો છે. અમેરિકામાં કરવામાં અભ્યાસનાં તારણો જણાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટ અછબડાની જેમ ઝડપથી લોકોમાં ફેલાય છે અને વાઇરસના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. અમેરિકાના CDCના અહેવાલમાં જણાવાયું છે કે વેક્સિનના તમામ ડોઝ લીધેલા લોકો દ્વારા જેમણે વેકિસન લીધી નથી તેવા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી પ્રસરે છે.

image source

તેમ મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આલ્ફા કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ૧૦ ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. કોઈ વ્યક્તિ સંપર્કમાં આવતા જ સંક્રમણનો ખતરો વધે છે. વાઇરસનું ડેલ્ટા સ્વરૃપ વધુ જોખમી અને ખતરનાક પુરવાર થઈ શકે છે. તે મર્સ, સાર્સ, ઈબોલા, સામાન્ય શરદી અને મોસમી ફ્લૂ તેમજ શીતળાનાં વાઈરસની સરખામણીમાં અછબડાનાં વાઈરસની જેમ વધુ સંક્રમિત છે. અન્ય રોગની સરખામણીમાં ડેલ્ટાને કારણે થયેલા મોતનું પ્રમાણ વધુ હોતું નથી. જો કે વૃદ્ધ લોકોમાં ડેલ્ટાને કારણે મૃત્યુનું પ્રમાણ ઊંચું રહી શકે છે.

image source

વિશ્વના અનેક દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ વકર્યો છે. અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, યુરોપના દેશો તેમજ એશિયાના કેટલાક દેશોમાં તેને કારણે ત્રીજી અને ચોથી લહેર શરૃ થઈ હોવાનું WHOએ જણાવ્યું છે. આ સાથે જ વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડૉ. અહેમદ અલ મંધારીએ કહ્યું હતું કે મિડલ-ઈસ્ટના ૨૨માંથી 15 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ નોંધાઈ ચૂક્યો છે. જે લોકોને ડેલ્ટા વેરિએન્ટનો કોરોના થાય છે, તેમાંથી મોટાભાગનાએ વેક્સિન લીધી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વેક્સિનેશન માટે ફરીથી અપીલ કરી હતી.